Wednesday, 18 June 2014

‘અર્ચના’ અને હે દિવ્ય મા!

એનું જીવન-રક્ષણ તમે છો, ને
દરેક ક્રિયા-કર્મ-કર્તા પણ તમે !

સંબંધોમાં સગપણ તમે છો, ને
માન-સન્માન-મર્યાદા પણ તમે જ!

હવે તો એનું સંપુર્ણ વિશ્વ તમે છો, ને
ચાંદ-તારા ને સૂર્ય પણ તમે જ!

ફક્ત દોહિત્રો-દોહિત્રી જોતાં, આંખોમાં ચમક સાથે મૂંગા આશીર્વાદ છે!
બાકી સર્વે જણ; પરિજન કે પરિચિત હવે એને તમ સ્વરૂપ જ છો!

અર્ચનામાના ખોળામાં લીધેલ આ જન્મ છે,
એથી જ તો જીવંત જિંદગી ને જીવતરની શીખ છે!

લો, આ મૂક્યો અમે, એ સંબંધનો તંતુ,
ને સોંપ્યો તમને એ રુણનો દરિયો

પામે એ દિવ્ય આત્મા! મુક્તિ તમ દિવ્ય શાંતિ કૃપાપ્રભાવ કેરી,
ને માતારો વ્હાલો ખોળો, હેત-વાત્સલ્ય-સત્ય-પ્રકાશથી ભરેલો!

હા!...મજબૂત છે માતમ સાથે આ જન્મદાતા-માનું જોડાણ-અનુસંધાન,
ને અમે મોરલી બસ! નતમસ્તક તમો બંનેને; અર્ચનાઅને હે દિવ્ય મા!

-         મોરલી પંડ્યા

જૂન ૧૭, ૨૦૧૪

No comments:

Post a Comment