પ્રભુ સ્મરણ સિવાય ક્યાં કોઈ અવકાશ છે!
તારા માર્ગદર્શન
સિવાય ક્યાં કોઈ માર્ગ છે!
હરપળ એક સંકેત! ઝિલવા સિવાય ક્યાં કોઈ કામ છે!
તમ સમજાવ્યો રાહ
પછી એ સિવાય
ક્યાં કોઈ ધ્યાન છે!
જ્યાં જ્યારે જરૂરી
તમારા સિવાય ક્યાં કોઈ આધાર છે!
બધું જ તારું રખવાળું
એ સિવાય
ક્યાં કોઈ સુરક્ષિત સાથ છે!
તમ ચરણો નિમગ્ન, એ સિવાય
ક્યાં કોઈ બીજો નિર્ધાર છે!
એ અહોભાગમાં ઓતપ્રોત! એ જ તો મૂળે ‘મોરલી’ રહ્યો અહોભાવ છે…
- મોરલી પંડ્યા
જૂન ૧, ૨૦૧૪
No comments:
Post a Comment