મા…
તારા
રાજમાં હવે સંબંધોમાં પણ પ્રયત્નપૂર્વક ક્યાં રહ્યું?
બધું હવે તો વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે રહેતું!
જાણીતા-અજાણ્યા,
મિત્ર-સંબંધી બધાં, નવી રચનાથી જોડાય ને
વ્યક્તિથી વ્યક્તિ આદાન-પ્રદાન થતું ને સચવાતું!
ગમે એટલો પ્રયત્ન કોઈ એક પક્ષનો
પણ જ્યાં સુધી વ્યવહાર સાચવણીની મન-પટ્ટી ભૂસાય નહીં
ત્યાં સુધી ચેતના-સીમાની પેલે પારથી જ સંબંધ-માન જળવાતું…
જ્યાં જેવાં અપેક્ષા ને ઊભરાં શમ્યાં ને પછી, બસ!
સમથળ, લીસ્સું
સંબંધ-વલણ! નવાં વિધાન
સાથે,
ને, ‘મોરલી’ સદાય માટે
સુંવાળપ દેતું રહેતું...
-
મોરલી પંડ્યા
જૂન ૨૬, ૨૦૧૪
No comments:
Post a Comment