ઝૂકશો, તો નમ્રતાને વધુ એક જીવન મળવાનું,
એમાં કોઈનું કંઈ નથી જવાનું...
અહંકારને નહીં ગમે નમવાનું,
એને તો રહેવું પત્થર, ગમે તે સંજોગ કે ભોગે,
એનું ક્યાં કંઈ જવાનું...
સર્વને સમજાય,
માણસનું મન એમાં જકડાયેલું,
એટલે જ, ઝુકો, તો દેખાય, માણસ કેટલું કેળવાયેલું,
અન્યોનાં આપેલ સન્માનમાં મળે ઊઠવાનું...
આ તો સમજમાંથી નીકળતી ટેવ,
માણસ ગમે તે સમયે, ઊંમરે નક્કી કરે ને ‘મોરલી’
એ નિર્ધાર જ પૂરતો! એમાં લચીલું
વલણ એને આવી મળવાનું…
-
મોરલી પંડ્યા
જૂન ૭, ૨૦૧૪
No comments:
Post a Comment