મા…
રોજ કેટલી બુદ્ધિઓ રાહ જોતી,
પુરાવો શોધતી,
વિશ્વાસ કરવા ઈચ્છતી,
કે તું શું સાચ્ચે જ બધું ગોઠવતી?
ઈન્દ્રિયો જો આરામમાં ને શાંત સક્રિયતામાં જેવું બનતું વલણ,
જે આપમેળે, જે પ્રભુ-પ્રભાવી!
ને બસ બધું સમજાવા લાગતું,
કે તું સાચ્ચે જ બધું ગોઠવતી!
શરતી મન પાછું ઠેલવે,
એ સમયમાં જીવતા થવાનું, ગમે તે ભોગે રોકે,
ને એ પણ જાણે પૂર્વનિયોજન તારું, પછી સમજાતું કે
કે તું સાચ્ચે જ બધું ગોઠવતી!
ને પછી વિશ્વાસ સમજાવે જ્યારે કે
ક્યારેક દરેક જણ-જીવ-આત્મા આમ જ અનુભવવાનો!
ત્યાં બધાં બંધનો સોંપી, એ ઠોસ આધાર-સમજમાં બધું સ્વીકારાય
ને પછી અનુભવવાય ‘મોરલી’ કે તું
સાચ્ચે જ બધું ગોઠવતી…
-
મોરલી પંડ્યા
જૂન ૧૨, ૨૦૧૪
No comments:
Post a Comment