Tuesday, 24 June 2014

અહંમ જ અહંમને ઓળખે!

એ તો અહંમ અહંમને ઓળખે!
જેવો એકમાં સંભળાય, તરત બીજાનો ધરબાયેલો કુદતો!

હાર જીત, વાદવિવાદ, આરોપ-પ્રતિ આરોપના આદાનપ્રદાનમાં બંન્ને પક્ષે જીતતો,
આમાં જીત અહંમની, કોઈ વ્યક્તિની નહીં!

ક્રોધ, સરખામણી, હરિફાઈ, દ્વેષ, ઊતારી પાડવું એવું ઘણું બધું સાથે જીતતું,
આમાં જીત અહંમની, કોઈ સાચ્ચા, તટસ્થ ભાવની નહીં!

અન્યોન્ય કડવાશ, ભૂલો જતાવવી, સંદર્ભવિહીન શબ્દો પકડવા એવું બધું સાથે જીતતું,
આમાં જીત અહંમની, કોઈ મુખ્ય ઊદેશની નહી!

ને પછી તો કોણ પહેલું બોલે તેની રાહ, ને અહંમનું એક બીજું પાસું શરૂ થતું, જીતતું,
ને મોરલી સંબંધ, પ્રેમ ને મૂળ મુદ્દો એમાં ક્યાંય ખોવાઈ જતો

-         મોરલી પંડ્યા

જૂન ૨, ૨૧૦૪

No comments:

Post a Comment