એક અનુસંધાન
સતત રહેતું…
એક તેજધારમાં એ સતત વહેતું
રહેતું…
કૂંપળ કોમળ થઈ સતત એ ફૂટતું રહેતું…
નવીન દિશા ભણી સતત એ ખુલતું રહેતું…
યથાયોગ્ય સતત એ જોડતું રહેતું…
યથાશક્તિ સતત એ ઝિલતું રહેતું…
એ જણ-ક્ષણ-કણ હરતું, સતત જીવતું રહેતું…
માણસ મટી બસ તંતુ બનતું…
આ રહી ગયો છે બસ છેડો! ‘મોરલી’ ને
એ અનુસંધાન સતત મજબૂત બનતું રહેતું…
-
મોરલી પંડ્યા
જૂન ૪, ૨૦૧૪
No comments:
Post a Comment