ક્યાં ક્યાં નથી વિસ્તરેલ આભ સપાટ!
ક્યાં ક્યાં નથી વહેતું સાગર અપાર!
ક્યાં ક્યાં નથી આ ઊગતો, પ્રકાશતો સૂર્ય અમાપ!
ક્યાં ક્યાં નથી આ ગ્રહણશીલ મન, મતિ, ઊર ને જીવ-જાત!
તો ક્યાંથી છેટું તારું ચેતના વિશ્વ!
તો ક્યાંથી ન પહોંચે સચોટ અભિપ્સા-તીર નિશાન!
તો ક્યાંથી ન ભીંજવતો કૃપા પ્રતિસાદ!
તો ક્યાંથી અશક્ય તમ સંવાદિત તંતુ ને તત્વ-સાર!
તો ક્યાંથી ન માણે ‘મોરલી’ તમ સંગ
સહજ સતત સત્સંગ
આ આધાર!
-
મોરલી પંડ્યા
જૂન ૨૮, ૨૦૧૪
No comments:
Post a Comment