આકાશ સમાંતરે વિસ્તરેલી ધરતી,
નદી, ઝાડ, ડુંગરા, ખેત, રસ્તા, માનવજાત ઊંચકતી...
અમાપ ફેલાયેલી છતાં વિભાજીત,
તસુ-એ-તસુ વપરાયેલી છતાં ઘટ વરતાતી…
અમીટ માંડી રહો! આકાશને સ્પર્શતી,
એમાં મળતી દેખાતી,
પણ આ! અહીં, ઊભા ત્યાં - ઠોસ, મજબૂત, પોતાના અલગ અસ્તિત્વનું ભાન દેતી…
નમન ધરતી! વંદુ હ્રદયથી! ‘મોરલી’
તમે સ્થાન દીધું, તો શક્ય, અંબર ઊડાન માણે, આ અંતર
પંખી!
-
મોરલી પંડ્યા
જૂન ૭, ૨૦૧૪
No comments:
Post a Comment