હવે તો રાધા થવાની વાર,
હવે તો મીરાં થવાની વાર,
તારી ચેતનાનાં જોડાણને, બસ! મજબૂત થવાની વાર…
હવે તો પાર્વતીની વાટે,
હવે તો રુક્ષ્મણિની વાટે,
તારી ચેતનાનાં જોડાણમાં, બસ! હવે બ્રહ્મમય થવાની વાર…
હવે તો પ્રેમને ટેકે,
હવે તો શાંતિને ટેકે,
તારી જ ચેતના! ને બસ! કૃષ્ણમય થવાની વાર…
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૪, ૨૦૦૮
No comments:
Post a Comment