કશું-બધું વ્યાખ્યામાં ન બાંધશો,
નહીં તો, એને બદલતી
રાખજો,
એને ભૂલીને, નવી
બનતી રાખજો,
એને વહેતી, ફાંટામાં વહેંચાતી રાખજો,
સમય સાથે બદલાવમાં, બદલતી રાખજો,
એને મનનાં માપદંડ
ને પ્રમાણમાં બિન-મૂલવતાં રાખજો,
એ પરિવર્તનમાં જાત
નહીં, વ્યાખ્યા બદલતી રાખજો,
એ બદલાયેલીને પણ, ‘મોરલી’ રેલાવતી રાખજો,
વ્યક્તિ છો, વ્યાખ્યા નહીં, વિલીન થતી રાખજો...
-
મોરલી પંડ્યા
જૂન ૧૪, ૨૦૧૪
No comments:
Post a Comment