Monday, 30 June 2014

એ જ શ્રેષ્ઠ...


પ્રભુ, આ તો મારો ને તમારો સંવાદ!
હંમેશ કંઈ અર્જુન સાથે થયો, એ જ શ્રેષ્ઠ ન હોય!
                  
પ્રભુ, આ તો મળ્યો તમારો સંજીવની સ્પર્શ!
હંમેશ કંઈ અહલ્યાને મળ્યો, એ જ શ્રેષ્ઠ ન હોય!

પ્રભુ,  આ તો જમાડું તમને, તમ દીધેલ ભોજન!
હંમેશ કંઈ શબરી તરફથી મળેલ જ, શ્રેષ્ઠ ન હોય!

પ્રભુ,  આ તો શિષ્યની ગુરુદક્ષિણા તમ ચરણે!
હંમેશ કંઈ એકલવ્યની જ શ્રેષ્ઠ ન હોય!

નમે ‘મોરલી’!

-         મોરલી પંડ્યા
જૂન ૩૦, ૨૦૧૪


No comments:

Post a Comment