વર્ષાથી ભીની પરોઢમાંથી ઊગે,
પંખીનાં કલરવ સાથે, સવાર…
ભીની માટીની સુગંધ, તાજગી
અને
ઊર્જા સાથે સ્પર્શે
એ સવાર…
પ્રભુ સ્મરણ ને
એમાં સ્વકરણ!
સમર્પણમાં ઊઠે એ
સવાર…
શૂન્ય મન! હ્રદય
સક્રિય, કર્મપ્રિય!
તન-બુદ્ધિ
માધ્યમ! આગળ વધારે, એ સવાર…
દિન-શરૂઆત પ્રભુપ્રસાદ! ને
‘મોરલી’ દિન આખો રહે-લાગે-વીતે જાણે,
હજી હમણાં જ પડી
તાજી તાજી સવાર…
- મોરલી પંડ્યા
જૂન ૨૦, ૨૦૧૪
No comments:
Post a Comment