મા, આ ચિંતન
કે પોકાર?
તમને સોંપ્યું પછી ક્યાં વર્ગીકરણ, હવે ફક્ત આવકાર!
સારું-નસું, ગદ્ય-પદ્ય
ક્યાં રહ્યું?
હવે ફક્ત સ્વાગત-સત્તકાર!
ક્યાં ક્યારે,
આવ્યું-ગયું ક્યાં રહ્યું?
હવે ફક્ત એકધાર!
આ કે તે, આમ કે તેમ ક્યાં રહ્યું?
હવે ફક્ત ક્રિયા,
ન કર્તાવિચાર!
હવે તો ફક્ત એકાગ્રતા, નિરુદ્દેશ તટસ્થતા!
બસ! ‘મોરલી’ ગ્રહણકર્તા
એકાકાર!
-
મોરલી પંડ્યા
જૂન ૩, ૨૦૧૪
No comments:
Post a Comment