કોઈ રોશનીથી
ચમકશો નહીં,
અહીં તો
વીજ કપાતની સ્થિતી છે.
કોઈ લાગણીમાં
મહાલશો નહીં,
અહીં તો
ઓટની વકી છે.
કદી ટોચે બિરાજશો
નહીં,
અહીં તો જ્વાળામુખીની
મતિ છે.
કદી ક્ષણને પકડશો
નહીં,
અહીં તો પળ-પળની
ગતિ છે.
કદી રણમાં પાણી
ઈચ્છશો નહીં,
અહીં તો મૃગજળની
ઉત્પત્તિ છે.
કદી વચનમાં શ્રધ્ધા
રાખશો નહીં,
અહીં તો જૂઠોની
વસ્તી છે.
કોઈ વહેણમાં
તણાશો નહીં,
અહીં તો
સંકટની ઊપસ્થિતિ છે.
કોઈ પરિસ્થિતિમાં
ડગશો નહીં,
એ જ તો જિંદગીની હસ્તિ છે.
- મોરલી મુનશી
ઓગસ્ટ , ૭ ૧૯૮૭
No comments:
Post a Comment