Tuesday, 10 June 2014

પ્રભુનાં પ્રદેશમાં...

પ્રભુનાં પ્રદેશમાં કશું, ક્યાંય જતું નથી,
સાચા-ચોખ્ખા થઈ આપેલું ક્યાંય નડતું નથી

પછી તો પ્રભુ છે જ, રોકી લે છે સહુ સંઘર્ષ-ઘર્ષણ,
આપવાના ભાવથી આપેલું, અનેકગણું થયા વગર રહેતું નથી

આ તો ચેતના છે પ્રભુ કેરી! સમત્ત્વ સમજાયા વગર રહેતું નથી,
ફક્ત; મનઘડંત કે પ્રાણપર્યંત કશું મળતું નથી

માણસ તો નિમ્ન! ભટકતો, ભૂલતો!
અર્પણ મહત્તમ! એ સિવાય કોઈ લક્ષ્યાંક જીવાતું નથી

કોઈ ગમે તે ધારે, ઈચ્છે! કંઈકનું કંઈક - એક નહીં તો બીજું - યોજે,
અહીં પ્રભુ નિર્મિત સિવાય કશું બનતું નથી

ચિંધશે રાહ, દેશે ઊત્ત્થાન ને પામશે ઊન્નતિ, એ જણ ને જીવતર!
પ્રભુપ્રદેશમાં બધું બસ! ઊભરાતું, ‘મોરલી કશું ક્યારેય ખૂટતું નથી

-         મોરલી પંડ્યા

જૂન , ૨૦૧૪

No comments:

Post a Comment