Sunday, 30 November 2014

દેહસ્થ જ્યોત...


આ દેહસ્થ જ્યોત અગમ!
પ્રજ્વલિત સ્થિર સઘન!

શીતળ સુંવાળી હાજરી
ને દિવ્ય પ્રકાશિત કિરણ!

ઇંદ્રધનુષી રંગો પુષ્ટ,
સફેદ પરમ લહેર!

નક્કર આત્મસાત્ તેજ,
બક્ષે, કર્મ ઓજસ!

નમે મોરલી હે સર્વસ્વ!
હે ચૈતન્ય સ્વરૂપ!

પ્રગટે, મનુષ્યે મનુષ્યે
દિવ્ય પ્રકાશતું દીપરૂપ

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧, ૨૦૧૪

Saturday, 29 November 2014

તારી, કેવી વફાદારી...


પ્રભુ, આજ હું જોઉં તારી, કેવી વફાદારી!
બંન્ને પક્ષ ગણે સરખા, જ્યાં તારી ભાગીદારી

શાંતિનાં મૂળ રોપી, નિભાવે તું સાથીદારી!
સંવાદિતા વહેતી રહે, લીધી તેં જવાબદારી

કાર્ય તારું, ગણે જગ ગમે તે, હું કોણ નકારનારી!
તારી સ્ફુરણા, તું જ રંગ ભરે, તું જ રથ-સારથી

જરૂરી બધું આવી મળે, તું જ કર્તા-કર્મ-પરિણામી!
સર્વે એથી શુભ-લાભ પામે તું જ છે કલ્યાણકારી

તારાં પૂર્ણોત્તમ રૂપને નમે મોરલી શીશ ઝુકાવી!
તું જ રાગ, તું જ આકાર, તું જ સર્વ-ઈષ્ટ-કારી

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૯, ૨૦૧૪ 

Friday, 28 November 2014

Each and every...

 Each and every moment, power pack!
Each one with innate depth…

Each and every move, varied sake!
Each one with single aim…

Each and every intent clear straight!
Each one with a bit of dare …

Each and every wave, intense concentrate!
Each one with refresh state…

Each and every lead, follower footstep!
Each one with sincere interest…

Each and every act, genuine attempt!
Each one with ‘Morli’ Lord’s direct…

-         Morli Pandya
November 28, 2014

Thursday, 27 November 2014

મા, તું જ દેતી...


મા, તું જ દેતી સાથ ને તું જ છે આધાર,
આ જીવનગહનમાં તું જ લાંગરે સુકાન

તું જ બને માધ્યમ ને તું જ કરે વહન,
આ જીવનનિર્વહનનું તું જ રચે સાધન

તું જ બને અર્થ ને અર્થોપાર્જન પ્રમાણ,
આ જીવનસંચયમાં તું જ મા, દ્રવ્યપ્રસાદ

તું જ બને યત્ન ને તું જ પરિમાણ,
તું જ આરંભે એ અંતવિહીનમોરલીઊડાન

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૭, ૨૦૧૪



Wednesday, 26 November 2014

Every mortal...


Every mortal cored with immortal!
Every finite born with infinite!

Every define emerges from indefinite!
Every form comes out from amorphous!

Every lie centered on truth!
Every circle encircled dot!

Every one imbue with The One!
Every knowledge face of silence!

Every dark surrounds light flame!
Every night cycles with shining day!

Every moment seeds timeless!
Every now roots ‘Morli’ divine space!

-         Morli Pandya
November 26, 2014

Tuesday, 25 November 2014

એ સાચો પ્રેમ!


નરમ, મુલાયમ, સુંવાળો પ્રેમ!
ફેલાય અરસપરસ, રેલાય સાચો પ્રેમ!

અમીજળ આંખો ને શીતળ મન,
ન્યોછાવર પ્રાણ, હ્રદય મલકાવે પ્રેમ!

પ્રતિસાદે ઊભરાય છળછળ પૂર,
પાકતો, પકવાતો સાચો પ્રેમ!

અડચણો વચ્ચે પણ સરકે વહેણ,
ન રૂપ-રંગ બદલે કદી સાચો પ્રેમ!

તીવ્ર, નિષ્ઠ ભાવ! ભલે ભિન્ન દેહ!
જાત લૂંટાય પણ ન ખૂટે સાચો પ્રેમ!

જ્યાં બન્ને પક્ષે ગ્રહણશીલ ચોખ્ખો પ્રેમ,
સગપણ કોઈ પણ મોરલી, નિશ્ચિત એ સાચો પ્રેમ!

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૫, ૨૦૧૪

  

Monday, 24 November 2014

કમાલ...કમાલ...

 

હ્રદયમાં મા ને મસ્તિષ્કમાં પ્રભુ!
સ્થૂળ-સૂક્ષ્મ કારક બેલડી!
કમાલ...કમાલ...હરિ તું

ચવ-ચિત્સ્વરૂપ શિવ-શક્તિ, અમૂલ!
પુરુષ-પ્રકૃતિ, પર બેલડી!
કમાલકમાલહરિ તું

કરુણામય પ્રજ્ઞાન અજોડ મા-પ્રભુ!
ગોચર-અગોચર રક્ષક બેલડી!
કમાલકમાલહરિ તું

ઊગતી અભિપ્સા, ઝીલાતું અવતરણ!
સાયુજ્ય સુયોજિત પૂરક બેલડી!
કમાલકમાલહરિ તું

દેહસ્થ મા નિર્દેશક, ચેતના પ્રેરક પ્રભુ!
આજન્મા મોરલી નમન બેલડી!
કમાલકમાલહરિ તું

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૪, ૨૦૧૪






Sunday, 23 November 2014

Above head...


Above head, a little a far,
Reservoir of abundance last
Peace, Joy, Power, Knowledge
Ample in that divine jar!

A touch in Gathered
At a point above the matter
Flows stream in white
Smooth nectar of glossy light!

Slowly, penetrates each shrine
With fluid from divine height
Ignite actions in accord
Makes all move in feathery light!

Just a focus away
Descent pours in no time
Opening from behind brain
Thin sleek run up till tail!

How wondrous is the bathe? ‘Morli’
Even a drop! Affluent Divine Grace!

-         Morli Pandya

November 23, 2014

Saturday, 22 November 2014

ગૂંજતો જાણે બ્રહ્માંડમાં...

ગૂંજતો જાણે બ્રહ્માંડમાં એ એક જ પ્રચંડ નાદ!
ૐ ૐ નીકળે જાણે શરીર ભેદી આરપાર

સ્થૂળ-સુક્ષ્મ ચીરતો, ચોતરફ સમસ્ત સૂત્રધાર!
સર્વ સ્વ-રૂપો એકરૂપ જ્યાં નીતરે આ આત્મા અવાજ

શંખ, ચક્ર, ગદા, નાડી, સર્વે ઊચ્ચારે એ જ સાદ!
વિવિધ જીવ કે જગત બોલી, એ જ એક ઉદ્ગાર

સિદ્ધી, ભક્તિ, મુક્તિ, ભુક્તિ સર્વે દોરે એ મંત્રોચ્ચાર!
સ્ફુરણા, ધારણા, ત્યાગ, વૈરાગ્ય, જેતે ખેંચે આ સૂરતાજ

કણ કણ સ્પંદિત, ક્ષણ ક્ષણ આવરિત, ઊર્જિત સ્વરાધાર!
સદીઓથી ઘુંટાતો, ચક્રોમાં વહેતો, પ્રભુનો વાક પ્રતાપ

સમસ્ત એક, સર્વસ્વ એક, એક જ નિપજતો ૐકાર!
નમે મોરલી આ ભાવ-ભાગને ને હરિ-હર હુંકાર

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૨, ૨૦૧૪
  



Friday, 21 November 2014

Strong feel...


Strong feel, to renounce life!
Awake! Mere insult of Divine Grace!

Unless an obvious call stayed life long
Or man’as lived through out that host!

Deep-impression only, must know than depress,
Be aware and offer to erase than suppress!

No need to repress execution, emotion
Or actively avoid any and every situation!

Rather life here, to pronounce and celebrate
Bounce back with vigor and zeal to fest!

Divine help backs every sincere pray
Up to man to ask for life or against!

                       Just deal, neglect perceiving as trying times,
Who knows? For sure brings Golden phase!

No life stage demands withdrawal ‘Morli’
One has enough within to be spiritual! 

-         Morli Pandya
November 21, 2014




Thursday, 20 November 2014

આજમાં ભરપૂર ભરી આજ...



 આજમાં ભરપૂર ભરી આજ, જીવી, તો
લાવશે, કાલે આવતી આજ સુમધુર, સમજી લો!

જીવી આજની આજ, ખુશખુશાલ માણી, તો
ગઈ જે કાલે, હતી પૂર્ણ વર્તમાન, લખી લો!

ગઈ-ચાલતી-આવતી, બધી જ આજ માની, તો
હતી-છે-હશે, આજ પછી આજ પછી આજ, હસી લો!

ક્ષણે ક્ષણે બદલાતો સમયસાર, જવા દો, તો
નીતનવી લાવશે સુરીલાં લય-તાલ, સાંભળી લો!

ઘડીમાં રાખી, સંપુર્ણ જાગ્રત, જાત આપી, તો
જતી-આવતી બંન્ને, બનશે સંતોષ ને હાશ, ભરી લો!

ગતિ ને વિભાજન સમય સમયનું કામ, જાણી, તો
અબઘડી જ છે પોતાની મોરલી જીવાય એટલું વહી લો!

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૦, ૨૦૧૪
 

Wednesday, 19 November 2014

તું જ મારી...



તું જ મારી સ્ફુરણા ને તું જ મારી પ્રેરણા,
આ જગમાં છિપાવે તું જ મારી જીવન-તૃષ્ણા

તું જ મારો શબ્દ ને તું જ એનો અર્થ,
આ જગમાં સંતોષાતો તું જ મારો જીવન-મર્મ

તું જ મારું નિશાન ને તું જ મારી રાહ,
આ જગમાં ખૂંદાતી તું જ મારી જીવન-દિશા

તું જ મારું સ્પંદન ને તું જ મારું વલણ,
આ જગમાં મારું તું જ કરે જીવન-વહન

તું જ મારું કારણ ને તું જ મારાવતી કર્તા,
મોરલી જગ, તવ ચરણે કર્તવ્ય કર્મ સદા

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૯, ૨૦૧૪
  

Tuesday, 18 November 2014

How ignorant...


How ignorant one can be, though
One’s yes or no doesn’t change scene!

Lord’s decision only challenged by him
If he wills to, then sure it can be!

Who is one to decide with role limiting?
Yet feels chief to plan course of activity!

When Lord’s intuitive vision prevailing,
How any can dare to alter or change it?

Lord has own way to get through with design
Changes influences, people, thereby define!

Straight, curved, tipped, topple or escalating
In many unique ways, to get done things!

Oh Lord, ‘Morli’ bows to your ways varied!
You and you, the master ever so, for every thing…

-         Morli Pandya
November 18, 2014

 

Monday, 17 November 2014

તારી જ આપેલી...


આ ક્ષણો ભર, તું તારી
તારી જ આપેલી, તારાંથી!
ન સમજાતી કે પકડાતી, પછી
વિગત બનશે તારાં વિનાની!

ભાગતી ફરશે અહીંતહીં પાછી
ભરી દે, છે તારી જ આપેલી!
ઘણું ખેંચે છે ચારે દિશાથી
ખોવાય એ કરતાં, ભરી દે તારાંથી!

ભરાતાં ભરાતાં જ આવશે પછી
એક સમયે, બનેલી જ તારી!
તારાંથી જ; ભરેલી ને વિસ્તરતી
સમગ્રમાં જોડતી, તારી જ, તારાંથી!

ક્ષણો ક્ષણો ભરી, તું તો ભવ ભરતી!
તો લે, આપેલી ધરાવે તને,મોરલી તારી

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૭, ૨૦૧૪