Tuesday, 31 March 2015
Monday, 30 March 2015
આભાર શું માનું તારો...
Sunday, 29 March 2015
અંતે તો બધું જ...
Saturday, 28 March 2015
No reference of ...
Friday, 27 March 2015
એકાગ્રતામાં ટપકતું બુંદ...
એકાગ્રતામાં ટપકતું બુંદ! મૌન ઓઢીને, શોષતું ઊર! ચૈત્ય, ચિત્ત ચૈતન્ય ભરપૂર! વાક-ભાવ, પ્રભુ પ્રભુ સુમધુર! ચેતના વમળો સત્ય સમૃદ્ધ! અણુઅણુ ઉદ્દીપક, પ્રવાહ પ્રચૂર! માતૃચરણે અર્પણ જડમૂળ! જીવન કર્મ પ્રત્યેક પ્રભુરૂપ! સ્વીકાર પ્રભુ કેરો, સમગ્ર સ્થૂળ! 'મોરલી' આજન્મા, તારું કુસુમ!
- મોરલી પંડ્યા
માર્ચ ૨૭, ૨૦૧૫
|
Thursday, 26 March 2015
ઠર્યું છે ચિત્ત...
ઠર્યું છે ચિત્ત હ્રદયમાં,
શાંત મન ને સ્વસ્થ પ્રાણ ત્યાં.
જડ્યું ચિત્ત, ચૈત્ય ચેતનામાં,
ચૈતન્ય, સત્ય, પ્રભુઆનંદ જ્યાં.
ધબકતું અંતર અહોભાવ-કરુણામાં,
આત્મા ઓઢેલો મળે આવો સંસાર ક્યાં?
જપ્યું જણ, ચૈત્ય દોરીસંચારમાં,
શક્તિમાં ઊભરે સંદર્ભ-સાર નીતનવાં.
અહો! કેવું જીવન ઊકલે રૂપાંતરમાં,
શક્તિસ્વરૂપો જીવંત ‘મોરલી’ માહ્યલાંમાં.
-
મોરલી પંડ્યા
માર્ચ ૨૬, ૨૦૧૫
|
Wednesday, 25 March 2015
In a moment...
In a moment, life conceives.
In a moment, germinates seed.
In a moment, insight reveals.
In a moment, strikes foresight.
In a moment, heart changes.
In a moment, gets meaning.
In a moment, breath catches.
In a moment, body nobody.
In a moment, gratitude springs.
In a moment, eternal lives.
In a moment, 'Morli' entire in offering.
In a moment, unfolds trinity.
- Morli Pandya
March 25, 2015 |
Tuesday, 24 March 2015
મા... ઊઠતી, બેસતી...
મા...
ઊઠતી, બેસતી, હરતી, ફરતી,
તમ સંગે જીવતી!
પછી એક દિવસ આવશે,
જવાનો દેહ છોડી!
કેવાં સ્વરૂપે-આકારે-પ્રકારે
હશે આ જીવ ફરી?
જરૂર તારાં પ્રકાશમાં રહેશે
મજબૂત ને શાંતિ ધરી.
ચૈત્યપુરુષ ને જીવાત્મા, લઈ
ચાલશે સત્યગતિ!
જરૂર તારાં ચૈતન્યરાહ પર
મળતી રહેશે પ્રગતિ.
આ જણ કેટલું સમજે, એની
રહી મર્યાદિત બુદ્ધિ!
તંતું સાંધેલો તું રાખજે, ન રહે
‘મોરલી’ વિખુટી.
-
મોરલી પંડ્યા
માર્ચ ૨૪, ૨૦૧૫
|
Monday, 23 March 2015
પ્રભુ, વિશ્વનો વ્હાલો...
પ્રભુ, વિશ્વનો વ્હાલો, પ્યારો આજ આ અહં સંપૂર્ણ દેખાયો! જાત જરુરી માન્યો હતો, આજ વરવાં રુપે ભાસ્યો! એ જ સ્વ-રુપનો ચહેરો હતો, આજ વિકૃત વિરોધી જાણ્યો! યોગ્યતા દેવા પાત્ર હતો, આજ સર્વ-નાશી લાગ્યો! સ્થિરતા, સમતા, પ્રકાશનો, આજ અવરોધી સમજાયો! કણમાં પણ, નાનો અમથો! આજ ડરાવતો, ખટકતો, વાગ્યો! તન-મન-પ્રાણ-હ્રદયનો, આજ નિઃશેષ સમર્પણ પામ્યો! સમગ્ર આધાર, શાંતિ શોષતો, 'મોરલી' ને આજ ઊત્સવ ઊજવાયો!
- મોરલી પંડ્યા
માર્ચ ૨૩, ૨૦૧૫ |
Sunday, 22 March 2015
Now has... of one’s own...
Now has mind of one’s own,
Poise, repose, pure!
Along with birth gifted; intellect and matter…
Now has vital of one’s own,
Healthy, obedient, open!
Along with birth gifted; actional and offered…
Now has heart of one’s own,
Resident, compassionate, balanced!
Along with birth gifted; empathy and strong…
Now has entire being of one’s own ‘Morli’,
Receptive, united, aspirant!
Along with birth gifted; ascension and descent…
-
Morli Pandya
March 22, 2015
|
Saturday, 21 March 2015
સૂર્યદેવની સવારી!
લો...આ આવી, સૂર્યદેવની સવારી! પરોઢ સમીરમાં સુગંધ, તાજગી! ચક્ષુ પોપચે સ્વપ્ન ઊડાન ધરી! હૈયાં હલકાં તાજાં સાજાં ભરી...લો આ આવી,... દિનપ્રારંભ - એક સર્જન સૂચવી, ખિલતાં ફૂલોમાં સંદેશ છૂપાવી, મઘમઘતી ને સતરંગી પાછી, રણીયામણી, પૂરજોશ સંગાથી...લો આ આવી,... અંતરે પોકાર, સાથે શ્રધ્ધા કેળવણી, સૂચન સભર, જીવંત પ્રભુ હાજરી, દિશા સાથે અભિપ્સા મૂકતી, આપવા સાધકને વધુ એક ખાત્રી...લો આ આવી,... અતુલ્ય અનુભવે આ મૂક પ્રાર્થી, ઉત્સાહિત, બસ! મસ્ત પ્રવાસી, રવિઉદય સંગે પ્રભુ કૃતાર્થી, 'મોરલી' નિત નમે ઓ દેવ પરમાર્થી...લો આ આવી...
- મોરલી પંડ્યા
માર્ચ ૨૧, ૨૦૧૫
|
Friday, 20 March 2015
જવાનું જ, જાય છે...
જવાનું જ, જાય છે એને પકડી શું રાખવું? સાત સાંધો ને તેર તૂટે એને થીગડે શું સાંધવું? અજાણમાં, જાણ્યાનું સુખ એને પછી શું ચોળવું? સીમિત બુદ્ધિનાં માપદંડે કેટકેટલું, શું શું ચકાસવું? સમય સાથે સાચા રહેવું બીજાનું શું મૂલવવું? ચોખ્ખી દાનત, વર્તન ખુલ્લું ઘેંટાનાં ટોળામાં શું જોડાવું? પ્રેમથી જ પ્રેમ મળે ત્યાં અપેક્ષાથી શું બાંધવું? પ્રભુ સંગ જોડાણ 'મોરલી' માણસમાં શું અટવાવવું?
- મોરલી પંડ્યા
માર્ચ ૨૦, ૨૦૧૫ |
Subscribe to:
Posts (Atom)