સભાનતા આવશે ને પોકાર જાગશે
ગ્રહણશીલ વધશે ચેતના ઊતરશે
એક પછી એક, દરેક ભાગો આવરશે
સ્તરો, સ્તોત્રો ને એમાં સર્વ સમાવશે
વિઘ્નો, વિરોધો, કંઈક વિવાદો છેદાશે
સંવાદિતા, લય, મેળ - સમગ્ર રેલાશે
પક્વ જાત, નવપક્વજાત જન્માવશે
દેહસ્થિત રહીને પણ સમસ્ત સંધાશે
દરેક જન્મ મહીં, જણ દિવ્ય દિપાવશે
દિવ્યતત્વ આબાલવૃદ્ધ અજવાળશે
પ્રભુ સમીપેથી પ્રભુ જ પૃથ્વી પામશે.
'મોરલી', સર્વત્ર, પ્રભુથી પ્રભુ જ જીવશે.
નિશ્ચિત છે, આમ થઈને રહેશે.
આ તો ફક્ત કહેણ આવ્યું છે ફરી એકવાર યાદ કરાવવા...
બાકી હકીકત તો બનશે જ.
Earth's doubting future hides our heritage:
The Light now distant shall grow native here,
The Strength that visits us our comrade power;
The Ineffable shall find a secret voice,
The Imperishable burn through Matter's screen
Making this mortal body godhead's robe.
*Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO II: The Kingdom of Subtle Matter
Pg.110
અત્યારે જે જીવન દરમ્યાન મેળવાય છે એ હવે જન્મદત્ત હશે. એ જ ચેતનાઅવસ્થા જન્મથી જ હશે.
એ આધ્યાત્મિક પક્વતા, સભાનતા, સ્વજાગૃતિ દર નવબાળમાં જીવંત હશે...ક્યાંય ઢંકાયેલી કે દબાયેલી નહીં પણ એ જ જીવનની પૃષ્ઠભૂ હશે.
સભાન થવાનું નહીં હોય, જીવનનાં કંઈક વર્ષો એને સન્મુખ કરવામાં નહીં આપવા પડે.
An immutable Power has made this mutable world;
A self-fulfilling transcendence treads man's road;
The driver of the soul upon its path,
It knows its steps, its way is inevitable,
And how shall the end be vain when God is guide?
...
Till he has found himself he cannot pause.
A Light there is that leads, a Power that aids;
...
Human, looks up to superhuman peaks:
A borrower of Supernature's gold,
He paves his road to Immortality.
*Savitri
BOOK III: The Book of the Divine Mother
CANTO IV: The Vision and the Boon
Pg. 339
એ મૂળેથી સભાન થયેલી આવી હશે. જન્મજીવનની દર પળ એ શરૂથી જ એનાં અમલ ને વિધિવત્ પરિણામો આપવા માટે સક્રિય હશે.
મર્યાદાએ પોતાને ત્યાં સુધીમાં ઓગાળી દીધી હશે.
સીમિત ગતિતત્વો સમર્પિત થઈ ચૂક્યાં હશે.
અંતરાયોએ પોતાને પૂર્ણતામાં સમાવી લીધાં હશે.
હશે ફક્ત આગેકૂચ...
મક્કમ પગલે...
રૂપો દિવ્યસ્વરૂપ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Gaillardia pulchella
Indian blanket, Blanket flower, Fire-wheels
Significance: Successful Future
Full of promise and joyful surprises.
No comments:
Post a Comment