Friday, 5 May 2017

વધું શું છું ક્ષણથી?


હે સમય, 

વધું શું છું ક્ષણથી?
સવાર - છું હું તારો,
અશ્વ બન રૂપાળો
સારથી ના બન તું...

ક્ષણને ગણું છું હજી
સન્માનથી વંદુ છું
અદ્રશ્ય બાંધ ચણી
જીગરને ન રુંધાવ તું...

ક્ષણ-ક્ષણને નવાજી
વર્તમાન તને દઉં છું
હાવી ભાવિ ફિલ્માવી
ઊપાધિ ન નોતર તું...

ક્ષણ ગતિ છે શાશ્વતી
'મોરલી'કૃષ્ણસાર જીવું છું
લલાટે બેસાડી પ્રારબ્ધ, 
કૃષ્ણ ન બન તું...


કાળનું માપદંડ કે ક્ષણનો આધાર...
સમયને સ્વીકારવો રહ્યો.

હા, સમય એનો સમય બતાવે...તો બતાવે, લેવો નહીં, પસાર કરી દેવો...

એ ગતિ છે જરૂર પણ કઈ દિશાની એ તો સારથી જ નક્કી કરી શકે. એ સમજ એને પહોંચવી રહે.

ક્ષણમાં એને નવાજવામાં શિરપાવ ઘણાં છે. ત્યાં સમાધાનમાં લઈ શકાય. 
લેવડદેવડનાં હિસાબ સાથે...
"તું ક્ષણ આપ, હું ક્ષણમાં રહું"...બસ! એટલાં પૂરતું જ...

પણ પરિણામની જવાબદારી?
સમય બહું નાજુક તત્વ છે એને માટે.

ઘણાં બધાં પરિબળો એનાં ઊપર હાવી થતાં હોય છે એટલે એ એનાં ગજા બહારની વાત છે.


પણ ત્યાં પછી એને માટે કૃષ્ણ છે, સંપર્ક-સમર્પણ-વિશ્વાસની ચાવીથી એ ભલભલાં સંચિત પ્રારબ્ધો ખોલી નાખે છે. 

ઈતિ ગતિમાં ક્યાં હિસાબ હોય છે...ત્યાં તો ઈશનો વાસ જ સહ-વાસ રાખે છે...અરસપરસ સંનિષ્ઠ સંનિધિમાં ક્ષણ મહેકાવે છે.

કૃષ્ણનો થોડો પર્યાય હોય!

પ્રભુ...પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Plumbago articulate
Cape leadwort
Significance: Krishna's Amanda
Manifold, abundant and so full of charm.

He can re-create himself and all around 
And fashion new the world in which he lives: 
He, ignorant, is the Knower beyond Time, 
He is the Self above Nature, above Fate.
*Savitri
BOOK I: The Book of Beginnings
CANTO V: The Yoga of the Spirit’s Freedom and Greatness Pg. 78

No comments:

Post a Comment