ત્યાં પણ વસ્તી ખાસ્સી!
ચૂંટવી એથી હસ્તી સાચી!
પ્રકૃતિની વિવિધ નીતિગતિ
સામ-દામ-દંડ-ભેદ ભરી!
શું સફળતાની દર સીડી
પ્રેરણાત્મક રીતિ વિધી?
માપદંડ પારખવા જરૂરી
કે દેખીતી પ્રગતિ પૂરતી?
માર્ગ કે પછી કોઈ વટેમાર્ગી,
શું પર્યાપ્ત જો ભૌતિક ઊપહારી?
પ્રેરીત થવું એને જીત માની
કે સ્વ-તત્વોની કરવી જાળવણી?
'મોરલી', પ્રેરણા અંતરે ભળતી
હિસ્સો બનતી જેવી અપનાવી,
તંત્ર ગોઠવણી એથી બદલાતી
અભીપ્સા-અર્પણે મળે કાયમી, જરૂરી.
જ્યારે સમયમાં હરિફાઈનું તત્વ જોરમાં હોય ત્યારે ચારેબાજુ દરેક સંદર્ભે કંઈક નવીનતા લાવવાની, આકર્ષણ ઊભું કરવાની, જીત મેળવવાની હોડ લાગેલી હોય...
દરેક વ્યક્તિ એ તત્વનાં પ્રભાવમાં દોડતું હોય અને એ દોડથી પ્રભાવિત તત્વ વધુ અસરો મૂકતુું હોય. વ્યક્તિ એ ચક્કરમાં અણસમજે ભાગતો હોય.
પ્રકૃતિ પ્રેરણાથી ભરેલી છે અને દર માનવદ્રષ્ટિ પ્રેરણાની ભૂખી...આ અવિરત હરીફ દોડને પોષણ આપવા!
એની પાસે પીરસવા માટે સર્વકંઈ છે. પસંદગી મનુષ્યએ કરવાની છે. જે કંઈ સંમતિ મેળવશે એ પછી એણે જ તો આરોગવાનું છે...એટલે જ પચાવવાની પણ ક્ષમતા જોઈએ.
પસંદ એ જ કરવું રહે જે, જે તે અસ્તિત્વ અવસ્થાને અનુરૂપ ને અનુકૂળ બની શકે...
પણ અહીં હોડમાં તો જીતને મહત્વ છે.
એવું કંઈક ક્ષણિક કે સમય પૂરતું મેળવવામાં, સ્વ-સ્થાન-ભાવ સાથે તો સમાધાન નથી થતું ને?
જન્મજાત મેળવેલ જાત ખાસ ઊદ્દશ્યને ફળીભૂત કરવા મળી છે ત્યારે ફક્ત પ્રભુ જ પ્રેરણા બની શકે...પ્રભુપ્રેરિત ઊતરીને જ યોગ્ય પરિણામ લાવી શકે કે જે ઝીલી શકાય, પચાવી શકાય અને એટલે જ અસ્તિત્વને સ્થાયી થઈ શકે.
એ પ્રેરણાદાયી પ્રવાહ વહી નથી જતો કે પછી વ્યક્તિ મૂળ સ્થાને પાછી આવે અથવા તો પતને ન પહોંચે પણ ઉત્થાન સાથે વધુ સક્ષમ બની હોય ને અન્યોને માટે અભીપ્સા-અર્પણ દ્વારા જરૂર પ્રેરિત કરતી પ્રેરણાત્મક પણ...
ધન્ય પ્રભુ...
સાદર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Aristolochia rigens
Dutchman's pipe, Pelican flower
Significance: Lasting Inspiration
Waits patiently to be received.
No comments:
Post a Comment