Monday, 15 May 2017

હવે અહીંયા-ત્યાં...


ભૂમિ ભરીને જીઉં છું 
ઈન્દ્રિયો, હ્રદય ને શ્વાસમાં,
નિસદિન સૂર્ય ઊગશે
એક જેવો હવે અહીંયા-ત્યાં...

આશ્રિત થઈને જાઉં છું 
નિશ્ચિંત સર્વે કંઈથી, આજ્ઞામાં,
નિસદિન ચૈતન્ય ઊતરશે
એક જેમ હવે અહીંયા-ત્યાં...

ઊર્જિત થઈને જાઉં છું 
સમર્પિત મન-પ્રાણ-દેહમાં, 
નિસદિન જીવનશક્તિ જોડાશે
અરસપરસ હવે અહીંયા-ત્યાં...

પ્રફુલ્લિત થઈને જાઉં છું 
આનંદતા રુંવ, કોષ કણ, રેષામાં,
નિસદિન 'ભગવતે' પોકારશે
'મોરલી' સજોડે હવે અહીંયા-ત્યાં...


સમાધિસ્થ પરમ સ્વરૂપ ભલે, પણ હંમેશાં સૂક્ષ્મમાં જીવંત છે અને સ્થૂળને એની સતત બાંહેધરી અને બળ, પુરાવા અને પોષણ, જેની જે શ્રદ્ધા અને જરૂર, એમ મળતાં રહે છે.

એકવાર એ ભૂમિનો સ્પર્શ મળે પછી ભૌતિક અંતરો ખોખલા થઈ જાય છે. સુદ્રઢ ચેતના-જોડાણ વધુ મજબૂત અને સુરક્ષિત થતું રહે છે. 

ખૂણાં ખાંચરાંનાં, નાનાં મોટાં તાંતણાઓ જાણે આવરીત થતાં જાય છે. કવચગ્રસ્ત!

જેટલાં એમાં વણાતાં જાય એટલી સભાનતા આવે કે "ઓહ, અહીં પણ...આ પ્રકારનું પણ જોડાણ શક્ય છે?!"


એક આલ્હાદકતા ઘેરાયેલી રહે છે. જે વિચાર શૂન્ય છે. અસ્તિત્વ કશાયમાં રમમાણ નથી રહેતું પણ જે કંઈ થાય તે 'ઊદ્ભવતું' સમજાય છે.

સાધનથી શિશુની સફર!

જ્યાં દર ધબકાર 'ભગવતે'માં પરિણમે...

ॐ નમો ભગવતે...

ધન્ય...ધન્ય...પ્રભુ-ભગવતી!

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Canma Xgeneralis
Can a lily
Significance: Connection between the Supermind and the Physical 
Physical centre open and full of the Supramental Light. On the way to transformation, generous and powerful.

No comments:

Post a Comment