Friday, 26 May 2017

ઝીલવું, બસ! ઝીલવું...


ઝીલવું, બસ! ઝીલવું.
અનન્ય નિષ્ઠકામ છે.
દિનરાત મહીં તિતિક્ષુ
ધારક એ નિષ્કામ છે.

ઝીલાયું, બસ! અવતર્યું.
સાધન સહજ સાફ છે.
ભાવ, વિચાર ન નડતું
ચેતના અતૂટ જોડાણ છે.

ઝીલાશે, બસ! આરોહતું.
નર્યું અભીપ્સા પ્રમાણ છે.
અસ્તિત્વ નખશીખ ડૂબ્યું
દિવ્યકરણ પરિણામ છે.

ઝીલેલું, બસ! વહેવું.
ફરજ ઊત્તમ પ્રદાન છે.
ઊદ્ભવી મહીં 'મોરલી' સરકતું
ચૈતન્ય સર્વ પ્રધાન છે.


ઝીલવું...
ગ્રહવું ...
જ્યારે ખોબે ખોબે પ્રદાન થતું હોય ત્યારે એને નિષ્ઠાપૂર્વક ગ્રહણ કરવું રહે.

આપનાર તો આપ્યું પણ ખરી ભૂમિકા અને જવાબદારી, પછી લેનારની રહે...

એ ભેટને કેટલી યોગ્ય અને ઊપયુક્ત બનાવી શકાય એ તો એ જ બતાવી શકે. ભેટનું સન્માન થાય અને એનું આ ધારક પાસે આવવું સુયોગ્ય ઠરે, એ બંને...

અંદરની ખેવના હોય કંઈક કરી છૂટવાની...તે દ્વારા કંઈક પામ્યાની તો ગ્રાહ્ય મજબૂત રહેવું ઘડે...

કશુંય વ્યય વગર પૂરેપૂરું ઝીલાય એ પણ અભીપ્સા પ્રસાદ કહેવો રહે...


ગ્રહણ ગ્રાહ્યને વધુ ને વધુ ગ્રહણશીલ બનાવે ત્યારે એ દરેકની સાર્થકતા સિદ્ધ થાય.

જ્યારે પ્રધાનકર્તા દિવ્યચૈતન્ય હોય ત્યારે ગ્રહણકર્તા પણ દિવ્યકરણ જ હોય...બધું જ 'એની' દોરવણીમાં...

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧


Flower Name: Gladiolus Xhortulanus
Garden gladiolus 
Significance: Manifold Receptivity 
Nothing resists the Light.
The help is always there. It is you who must keep your receptivity living. The Divine Help is much faster than what any human being is able to receive.

No comments:

Post a Comment