મળે અભેદ ખડક, બન મરુ ભોમ રેતી
પ્રભુ કહે સરકવું ભેદ, ભેખ છોડી.
મળે કડક તપસ, બન મીણ નરમ પછેડી
પ્રભુ કહે ઓગળવું નેમ ખસેડી.
મળે અવિચળ તમસ બન ૠજુ ઊરકેદી
પ્રભુ કહે અર્ચન દર એક પગથી.
મળે અફર જીદ-જડ, બન હલકી હળવી હેલી
પ્રભુ કહે વરસવું ભીનાં હૈયે હરખી.
મળે તીમીર ઘટ્ટ, બન જ્યોત દેતી દીતિ
પ્રભુ કહે ઊજાળવું દીપ ધરી તેજસ્વી.
મળે છે દર પ્રભુ સર્જન, બન બનવું જે વિધિ
પ્રભુ કહે 'મોરલી' પલટવું પ્રત્યેક સમર્પી...
પ્રભુ...પ્રભુ...
'જેવા સાથે તેવા'
હા! જરૂરી પણ છે એ પ્રમાણે વર્તવું.
ક્યારેક કોઈ સાથે એ પ્રકારની પ્રતિક્રિયા જ અસરકારક રહે છે.
પણ, ધ્યાન રહે ફક્ત પ્રતિક્રિયા જ...
વલણ નહીં, પ્રતિભાવ પણ નહીં.
ક્યારેક અમુક પ્રકારનું વર્તન વારંવાર કરવા માટે એવાં બનવું પડે છે તો જ પછી અનાયાસે પણ એવું સહજતાથી નીકળી આવે છે.
મોટે ભાગે, ક્યાંક કોઈ કડવા અનુભવનાં નિષ્કર્ષે મન એવું નક્કી કરે છે કે "હવે ગમે તે થાય, ક્યારેય આ નહીં કરું" ... અને વ્યક્તિ જાણ્યે-અજાણ્યે એ મનોગાંઠને મંજૂરી આપી દે છે. એ પ્રમાણે આજુબાજુ સંકોચતી વૃત્તિઓને લાવી મૂકે છે, હસ્તક્ષેપ કરવા અનુમતિ આપે છે અને પછી તાબે થઈ જાય છે.
મન આમ જ તો હાવી થતું હોય છે. નાદુરસ્ત વલણો અને એવાં પ્રતિકારોને પોતાની ફરતે ગોઠવાવવા સંમતિ આપે છે જે લાંબે ગાળે બંધન અને આલંબન બને છે.
અને આ બધાં જ સ્વાભાવિક કે સામાન્ય રીતે સંગતિમાં નથી આવ્યા પણ કોઈકનાં વર્તનનાં ભાગરૂપે અહીં પ્રવેશી ગયાં છે. જ્યારે પરદેશીવૃત્તિ ઘર કરી જાય ત્યારે કેટલી અવ્યવસ્થા અને અજારકતા સર્જી શકે છે!
પોતાનાં ભાગનું કરતાં રહેવું હંમેશાં સહેલું નથી હોતું પણ એટલે જ તો દરેકને ભાગે કંઈક છે અને જુદું પણ તો છે.
પોતપોતાની ભૂમિકાને માન્યતા આપવી, માનવી અને શક્ય એટલું સન્માન આપવું...
અંતે આ જ તો છે જીવન!
દરેકે પોતાનાં કર્તવ્યકર્મો મૂકવાનાં છે...
ફક્ત પ્રતિક્રિયાઓથી થોડા ભાથાં બંને?
સાદર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Tagetes patula
French marigold
Significance: Detailed Plasticity
The plasticity needed to constantly progress.
That which can easily change its form is "plastic". Figuratively, it is suppleness, the capacity to adapt to circumstances or necessities. When I ask you to be plastic in relation to the Divine, I mean not to resist the Divine with the rigidity of preconceived ideas and fixed principles. TM
"O Force-compelled, Fate-driven earth-born race,
O petty adventurers in an infinite world
And prisoners of a dwarf humanity,
How long will you tread the circling tracks of mind
Around your little self and petty things?
But not for a changeless littleness were you meant,
Not for vain repetition were you built;
Out of the Immortal's substance you were made;
Your actions can be swift revealing steps,
Your life a changeful mould for growing gods.
A Seer, a strong Creator, is within,
The immaculate Grandeur broods upon your days,
Almighty powers are shut in Nature's cells.
A greater destiny waits you in your front:
This transient earthly being if he wills
Can fit his acts to a transcendent scheme.
*Savitri
BOOK IV: The Book of Birth and Quest
CANTO III: The Call to the Quest Pg. 370
No comments:
Post a Comment