અસ્તિત્વ આખું તવ ચરણે
કર્મ વચન ઊદ્દેશ્ય ફળ રૂપે...
મૂળે અવરજવર પ્રત્યેક
તવ મૂક્યો સંચાર શ્રેષ્ઠ...
મળ્યે તવ દોરવણી વિશેષ
તરબતર નખશિખ ઠેઠ...
આંતર ને બાહ્ય જે પરિવર્તે
તવ દીધાં તરંગ અનુકૂલને જ...
સુમેળ સંવાદિત સાયુજ્યે
તવ અનુમતિ અસ્તિત્વે...
ગઠબંધન અનુલંબને
પરસ્પર નિષ્ઠ સદાયે...
દિવ્યતા મૂકી આ જન્મે
'મોરલી' નિત્ય તવ ખોળે...
જરા સરખો કૃપા સ્પર્શ...
અને સમજાઈ જાય છે કે ખરો આનંદ અહીં, આમાં છે...
ખરી આનંદની અનુભૂતિ પવિત્રતાની પૃષ્ઠભૂ પરથી પસાર થઈને આવે છે.
અહીં જ દિવ્ય સૌંદર્ય, દિવ્યજ્ઞાન, દિવ્યસંવાદિતા પોતાનાં રાગ છેડે છે.
દિવ્યપ્રકાશિત અસ્તિત્વે એ છીલાય છે. આમાં કાબેલિયતનાં કોઈ માપદંડ નથી ફક્ત નિષ્ઠા પ્રમાણમાં રહેવાનું છે.
એ પણ ઊદ્ભવતી ખરી તાજી ચોખ્ખી નિષ્ઠા...
પછી પરસ્પરનો વ્યવહાર શરૂ થાય છે.
અહીં લેવડદેવડ પણ નિષ્ઠાની જ છે.
એ પણ દિવ્યકાર્ય જ, જે એને બે પક્ષે વહેતી સમજાવે છે.
દેહ છે ત્યાં સુધી 'એટલાં - જરાં સરખાં' જુદારામાં રહી કર્મ મૂકવાનું આ, જન્મકાર્ય ચાલુ રાખવાનું હોય છે...
અને એ થતું હોય છે...
થતું રહે છે અને, થશે...
આ પણ તો ત્યાંથી જ આવેલું અને તેનો જ હિસ્સો!
કમાલ પ્રભુ...
સાદર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Callistephus chinensis
China aster
Significance: Illumined Transparency
An effect of the Divine Grace
No comments:
Post a Comment