Thursday, 11 May 2017

વિકલ્પ ક્યાં એ પ્રદેશ...


હે મનુષ્ય, 

વિકલ્પ ક્યાં એ પ્રદેશ પહોંચ્યાં સિવાય
જયાં સૌંદર્ય દિવ્ય આનંદમય ચિરકાળ.

નથી જ્યાં ખટકતો મનટકરાવ,
ઇચ્છાનાં તાણાવાણા ને વણાટ.

નથી જ્યાં જોખાતું વળતર પ્રમાણ,
અપેક્ષાની ભૂખ ને હક ખેંચતાણ.

નથી જ્યાં ટોચે ખોખલાં સરતાજ,
અહંકારની ભીડ ને સ્પર્શ સરમુખત્યાર .

નથી જ્યાં 'સત્ય' મહોરા ઓળખાણ,
પુરાવાનાં દાખલા ને પદપ્રસ્તાવ.

નથી જ્યાં ભાવનાં તમાશા વેચાણ,
નાટ્યાત્મક પ્રસ્તુતિ, વાહવાહી બેશુમાર .

નથી જ્યાં પ્રભુ વહેંચાયા એકેય વાર,
ઓળખાય ધર્મના રંગ રૂપ વેશે કે નામ.

નથી જ્યાં પ્રકાશને 'મોરલી' અંધકાર પડકાર.
કે વિસ્તૃત ઊછીની દિવ્યતા પળવાર!


આ દ્રષ્ટિત પ્રદેશ કાલ્પનિક નથી. 
આ પ્રકારનું વલણ વાતાવરણ હકીકત છે. 
ફક્ત, હજી સુધી અવરજવરથી ભરાયું નથી. 

એક પ્રદેશ એવો,
એક વિચાર ન દીઠો,
ન જરા સરખો લસરકો
વિના, પણ માણસ જીવતો!

એક પ્રદેશ એવો,
વધુ સક્ષમ ને સાચો.
સાતત્ય ને સત ભરેલો
વિના, એક પણ તંતુ વિચારનો!

એક પ્રદેશ એવો,
નીરવતાનો દીધો,
ન કળ ન સૂઝાવ સૂચવતો
વિના આંદોલન, અકળ અજૂબો!

એક પ્રદેશ એવો,
વિચારની જરૂર વગરનો,
એ સમજનો વિચ્છેદ કરતો,
વિના વિચાર કેમનું જીવશો?

એક પ્રદેશ એવો,
સપાટ ગ્રહણશીલ મેદાનો.
સ્ફૂરણાનાં ફૂવારા ઊછેરતો
વિના, 'મોરલી' જીવન ચૂકતો...
* ડિસેમ્બર ૨૦૧૬

બંને પ્રસ્તુતિ એક જ વાતાવરણનાં પહેલુઓનું વર્ણન કરે છે

એકથી બીજું ઊદભવે છે. અને એકથી બીજાને લાભ થાય છે વેગ મળે છે...


સત્ય અને સત્તતા વાતાવરણમાં હોવી રહી. 
એને ઊગવા અને ઊછરવા માટે ધારક હોવો રહ્યો. 
એને માટે વાતાવરણ પોષિત હોવું રહ્યું. 
એ તત્વોને પાંગરવા માટે સત્યનો પક્ષ પકડવો રહે, 
સતત...કોઈપણ સંજોગોમાં...

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Dahlia
Significance: Superhumanity
The aim of our aspirations

No comments:

Post a Comment