Tuesday, 30 May 2017

હે પૃથ્વી! તું જાગ...


હે પૃથ્વી! તું જાગ. તું છે જાગૃત આવિર્ભાવ!
ધરી રહી તું સમન્વય આધ્યાત્મ-ભૌતિકવાદ.
શાને સજાગ તત્વોને નથી દેતી પોકાર?

તું પણ છું જીવંત સંગે શ્નર-નશ્વર અપાર!
ધરી રહી છું તું પણ સ્વ; તત્ત્વ-ભાવ-આકાર.
શાને વિખેરી દીધાં એ અનન્ય રૂપ-સાર?

તું પણ ઊત્ક્રાંતિક છું,  દિવ્યતાનો ભંડાર!
ધરી રહી મનુષ્યો જેમાં દિવ્યચેતના સંધાન.
શાને અર્ધસમર્પિત? આરોહી લે, ત્યાં પરમદિવ્ય ધનવાન...

'મોરલી' નમન...હે પૃથ્વી-ચેતના!



આ પૃથ્વી પણ તો સમસ્તની છે,
તો ક્યાંથી એમાં કચાશ હોય?
હા, વેરવિખેર હોય, સમયપૂરતી... 

એનાં મૂળે પણ તો દિવ્યતા બેઠેલી છે. 
સૃષ્ટિ પણ તો પરમનું સર્જન છે.
હા, ધરબાયેલી હોય પણ એને ખોદી, જીવંત તો કરી જ શકાય...

કદાચ પૃથ્વી પણ તત્પર છે. એ કવચને છેદી વીંધીને બહાર નીકળવા માટે!

જે ખુદ જાગૃતિનો આવિર્ભાવ હોય એ કેવી રીતે સુષુપ્ત હોઈ શકે. કાયમી ધોરણે રહી શકે. મૂળ સ્થિતિમાં આવ્યાં વગર આમ પલટાઈ શકે.

જ્યારે એમાં વસતાં અને કોઈ અપાર શક્તિ અનેકોઈ શક્યતાઓનાં ભંડાર છે અને છતાં દર હદને અતિક્રમી શકે છે અને એ પછીની...ને એનાં પછીની પણ....તો સ્થગિત પૃથ્વી ક્યાથી? 


પ્રકૃતિથી પૃથ્વીની દેખીતી પ્રગતિ સંભવી શકે છે પણ મનુષ્યની જેમ, પૃથ્વી પણ તો ફક્ત પ્રકૃતિદત્ત નથી. એ પણ તો શક્તિ પંચતત્ત્વ છે. પ્રખર અને પરમથી રચાયેલી અને હવે અસંખ્યોની રચયિતા...

જેનાં ગર્ભમાં ગર્ભ નભી શકે અને અંકુરિત થઈ સપાટીને હરીભરી કરી શકે એ ક્યાંથી રિક્ત, રંક, રિસાવ કે રંજાડ હોઈ શકે?

બસ! પૃથ્વીતત્ત્વ બેડું ઝડપે અને સમર્પિત સઘળું કરી મૂકે તો નવી આવૃત્તિમાં મૂળ ખુલી ખિલી રહે...

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Bixa orellana
Annatto, Lipstick tree, Achiote
Significance: New world
The result of transformation.

No comments:

Post a Comment