ખેંચ-પકડને ઓળંગીને ખેંચ તું લાંબી
રેખા
ટૂંકી કરતાં નાનો થઈશ, ભલેને પડશે
યાત્રા!
તું બસ, ચાલ! તાક સીધા નિશાના...
આટા-પાટા પલટાવીને લઈ જો કેન્દ્ર
પારખા
ચક્કર કાપતાં ખૂટતો જઈશ, ભલેને લાગે આરાધના!
તું બસ, ચાલ! પકડ લક્ષ્ય પાકાં...
અહીં-તહીંથી સમેટાઈને ઊભી કર ઓળખ પાત્રતા
થોડાં થોડાંમાં વિખરાઈ જઈશ, ભલેને બને ગાથા!
તું બસ, ચાલ! વિસ્તાર જમાવ નિરાળાં...
આ કે તે પસંદ ઓગાળી શરૂ કર શોધ
સતતા
"વાહ"-"ના"-માં ટૂંકો થઈશ, ભલેને જાતાં વહાણાં!
તું બસ, ચાલ! ખોજ સ્વમૂળ સાચાં...
'મોરલી' નમન...પ્રભુ...
પ્રભાવનો બહુ મોટો પ્રભાવ હોય છે.
જેટલો એ નાની ટૂંકી ઓછી બાબતોમાં ચઢિયાતો હોય એટલો નબળો હોય છે.
પ્રભાવને પકડી રાખવા માટે પ્રભુત્વ જોઈએ અને એ પણ સ્વ ધ્યાનનું...
સહેલાઈથી ખેંચાઈ જવું કે વિખરાઈ જવું, તકલાદી સસ્તાં અને ટુંકા ગાળાનાં રસ્તાઓ અજમાવવા એ બધું જ ઢીલાં મનોબળનું વર્ચસ્વ બતાવે છે.
અત્યારનાં સમયે દર વ્યક્તિ દોડી રહ્યો છે સમય પર અને 'પર' પર દબાવ લાવવા...પોતાને છોડીને બધાને અંકુશમાં લાવવા મચ્યો છે.
યેનકેન પ્રકારે કંઈક કરીને બાજી હાથમાં લેવી છે. નહીં તો હાર મનાય છે. બીજાની જીતમાં પણ પોતાની હાર જોતો, હજી થાકતો નથી પણ ભાગ્યા કરે છે...
એક સમયે એ આદતવશ પોતાનાથી ભાગતો થઈ જાય છે.
ટુંકા સમાધાનો પછી બહુ લાંબી અને ઊંડી અસરો છોડે છે.
જરૂર છે શરૂથી જ મજબૂત લક્ષ્ય ગોઠવવાની, એમાં ખૂંપી જવાની, એનો જ નશો ધરવાની...ભલે ને જિંદગી જાય!
જિંદગી એ જ તો છે...
જિંદગી છે તો જ તો એ બધું પણ...
સાદર આભાર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Billbergia pyramidalis
Significance: Control
Control over the lower impulses is the first step towards realisation.
First learn to know yourself perfectly and then to control yourself perfectly. You will be able to do it by aspiring at every moment. It is never too late to continue. TM
No comments:
Post a Comment