કપાસી રૂ સમ મલમલ શું જાણે
વહેણ વહેતું આરપાર દેહ, આખે
લખલખું દેતી વિદ્યુત ધાર જાણે
વીજ આદાનપ્રદાન દર સ્પર્શે સ્પર્શે
નિર્જીવ જીવંત જે તે સ્વભાવધારી જાણે
પ્રાણી પદાર્થ પ્રવાહી પ્રકૃતિ પ્રમાણે
આવનજાવનમાં સઘળું એકધાર જાણે
સંપર્કમાં સર્વકંઈ થકી એ વીજપ્રવાહે
અહો! આ અદ્ભૂત અનુભવ જાણે
એક નવીન જોડાણની સભાનતા સાથે
દેહમાં સજગ સકળનો વાર્તાલાપ જાણે
શાશ્વતનાં સામ્રાજ્યની
શાશ્વતી વિધવિધ પ્રકારે...
પ્રભો પણ અહીંથી આ દેહસ્થ સંગ માણે...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Schefflera actinophylla Brassaia actinophylla
Australian ivy-palm, Octopus tree, Queensland umbrella tree
Significance: Organised Material Energy
Clustered, compact and methodical, it is powerful through its organization.