Friday 31 January 2014

Have a Grateful Day!

Today before you scroll down , let me bring up a way to enjoy reading this spot based on couple of related queries.

Choose any of the post written by me that is closest to one’s own understanding or the most difficult one that is found.
Read the post couple of times and let those words linger in one’s head.
After a while they will emerge with a meaning best suit for the person.
This works always.

The post written by/through me are sheer grace and expressed with sincere gratitude so anyone with openness to understand can easily pierce through the words, it is beyond any linguistic limitations and are not my personal asks in form of prayers, pleads or preach. They are just out of grace thus can reach to anyone.

Have a Grateful Day!

check today's fresh post આ આયખુ આપીને...after this...

આ આયખુ આપીને...

આ આયખુ આપીને તમે તો મતી સાથે ભક્તિ દીધી,
એમાં આ જીવડો મૂકીને એને તમે તો મુક્તિ દીધી...

આ રગશિયા માહ્લલાં ને તમે તો દિશા દીધી,
એમાં દોરીસંચાર કરીને તમે તો એને વણ-ભીતી કીધી...

આ ભીંસાતા અંતરને તમે તો મોકળાશ દીધી,
એ સાથે પ્રભુની શાંતિ, સમતા, સ્થિરતા ને નીરવતા દીધી...

આ આત્માને તમે ક્યાં ફક્ત જીવન-અવધિ દીધી!
એને ઉડવાને પાંખો સાથે ફુલ કેરી સુગંધ દઈ અંકુરીત કરી દીધી...

લો આતોમોરલી ને સદાય તમારા ચરણોમાં નમતી કરી દીધી પ્રભુ!સહર્ષ આભાર!...


-         મોરલી પંડયા

જાન્યુઆરી ૨૦, ૨૦૧૪

Thursday 30 January 2014

અંશ તમારો હવે ...

પ્રભુ, અંશ તમારો હવે બાહર અંદર બસ સર્વત્ર જીવે,
વિસ્તરી વિસ્તરી ને સતત, એ ચારેબાજુ સમુદ્ર જેમ લહેરે

સ્ફૂરણાના ફુવારા છેક ઊંડેથી પ્રકાશ લઈ નીકળે,
મસ્તિષ્કસ્થાને વિભાજીત એબેતરફ ઉપર-નીચે ગોળ પરિઘમાં ઘૂમે...

કશુંય ન લાગતું વંચિત હવે, આ સ્વરૂપ ક્યાં છે જીવે?
તું સાથ કે હું સાથ!  એમાં ક્યાંય - કોઇ ફરક ન નીકળે

બધુંય એક જ! બિન-આકાર! આ વ્યક્તિની અંદર વસે,
ક્યાંથી આરંભ ક્યાં અંત! ફક્ત એક ધોધ સમુચય વહે

આનંદ નીરવ, ખુલ્લા વહેણનો! ક્યાં ખબર ક્યાંથી પ્રવેશે?
અંદર-બહાર બધુંય હવે ફક્ત દિવ્ય પ્રવાહમય! ભળે, વહે, ને દીપી ઉઠે...

મોરલી ના પ્રણામ!


-         મોરલી પંડયા

જાન્યુઆરી ૩૧, ૨૦૧૪

મા! તારા તે શાં શાં સ્વરૂપ!

માતાજી, મા! તારા તે શાં શાં સ્વરૂપ!

મનની ઊંચાઈની એકાગ્રતામાં અગાશીયેથી દર્શન દેતી,
ભ્રમરમધ્યમાં સ્મિત સહિત ચક્ષુથકી વાત્સલ્ય ભરી દેતી,
ક્યારેક ક્ષણિક અસમંજસ ટાણે વેધક નજરે કેન્દ્રિત થવા પ્રેરતી!...

હ્રદય અગ્રે ભાવમાં પદ્મ આસને શક્તિ બની બિરાજતી,
જરૂર ટાણે મહી સુર્ય બની બાહ્ર પ્રાણપ્રકોપ ઝીલાવતી,
રખેને અગ્નિ જાગે તો જ્ઞાનફુલવર્ષાથી એને પ્રકાશમાં મૂકવા સૂઝાડતી!

ઘડીઘડીયે અર્પણ કાજે પોતાના ચરણો ધરી દેતી,
શીશ નમાવી, એ પગલાંમાં બધુંય પધરાવડાવી સાવ હળવી કરી દેતી,
સિંહધારીણી સદાયે અવસ્પર્શ્ય રાખી જીવન હર્યુંભર્યું સજાવતી!…

આત્રનાદે વાતાવરણમાં શુભ્રવસ્ત્ર ને વીણાધરી પધારતી,
શાંતિ-કરુણાનો ધોધ વહાવી સંપર્ક સુદ્રઢ કરાવતી,
અંત:દ્રષ્ટિ આપી અંતસ્થ પ્રકાશના પીછાણથી માનવ સ્વરૂપ વિસ્તારતી!

મા તો સર્વેના જીવનકાળમાં અલગ અલગ રૂપે પ્રગટતી,
આધાર જો ખુલ્લો બને મોરલી તો એમાં પછી ભિન્ન ભિન્ન રૂપે સમાતી!

-         મોરલી પંડયા

જાન્યુઆરી ૩૦, ૨૦૧૪

Wednesday 29 January 2014

શું મારું ને શું તારું...

મા, શું મારું ને શું તારું,
આ તો સર્વ તારું જ દીધેલું,

શું છે રૂપ ને શું છે કુરૂપ,
તારી નજરે તો માત્ર એક પ્રેમસ્વરૂપ,

કોણ છે ધનિક અને નિર્ધન,
તારા સંગે સર્વસંપન્ન,

શું છે સુખ ને શું છે દુ:ખ,
તારા વિશ્વાસે ચાલે સહુ સુખરૂપ,

શું છે અંધકાર ને શું છે પ્રકાશ,
તારા આશિર્વાદમાં છે દિવ્ય સત્યનો ઊજાસ,

શું છે આધિ-વ્યાધિ ને ઉપાધિ,
તારા સ્પર્શે ઓગળી ગઈ સારી,

છોડીયે હવે સ્વ, ત્વ અને મમત્વ,
બસ! પ્રેમથી કરીએ તને અર્પણ, સમર્પણ!

-         મોના ઠક્કર

જાન્યુઆરી ૨૮, ૨૦૧૪ 

Tuesday 28 January 2014

I knew YOU were always...

I knew YOU were always with, all the time!

A young child struggling to understand
The happenings, why the difference in persons,
YOU oriented for the passion to read
Knew you were in those eyes and books…

A naive mother alone; delivered a baby,
Later with first hug, first bath and
Motherly daily care with just gut
Knew you were with the mother and the baby…

An unconscious body in an instant got flash with
Sparks in eyes, with lovely smile and
An eager gesture to hold something precious
Knew you were the hold and the very atmosphere…

When you are offered the entirety,
The within cognizes - just the part knows senses,
The purpose for the birth realises,
A gamut of the life games revels,
Knew that you are in the person, all around and everywhere…

YOU, the core
YOU, the touch and aware
YOU Lord! Know now, are in the whole!
‘Morli’ thanks and loves you cannot less!

-         Morli Pandya

January 29, 2014

Monday 27 January 2014

ઘડીક ખમ્મા કરો મા!

ઘડીક ખમ્મા કરો મા! મારે તો તમે જ સહુથી પહેલા છો!

આ જે કોઈ વ્યક્તિ-ભૂમિકા છે તે પણ તો તમથીજ તમે જ છો!
આ જે કંઇક સતત કરાય છે તે તમ આગળ ગૌણ,
પણ પ્રમાણ તુજનો ને તમ અંશ જ છો

હર ઘડી મમ ફરજ હર્ષભરી પણ વીતી ઘડી તમથી તમ ગર્વ જ છો,
આસ્વરુપ સાથે બંધાયેલું સર્વ તમ પરિણામ,
એમાં જેટલું દઉં એટલો તમ રૂણ સહિત સાથ જ છો...

આ બે હાથે પકડાવો બંને! એ તમે જ છો,
સંસારકર્મ કરતાં થાતો બે હાથે પ્રભુધર્મ,
આ આખુંય માણસ મન-બુદ્ધિ-તન ને એના હ્દયમહી તમથી તમે જછો

ને તમે જ સહુથી સવિશેષ ને સર્વશ્રેષ્ઠ! મા!
ને છતાંયે મોરલી ને  સર્વસ્વમાં જીવંત તમે જ છો!
નતમસ્તક આભાર!

-         મોરલી પંડયા

જાન્યુઆરી ૨૮, ૨૦૧૪

જ્યોત જલાવી તારા મંદિરમાં...

મેં તો એક જ્યોત જલાવી તારા મંદિરમાં,
ને તેં તો પ્રકાશ ભરી દીધો કણકણમાં!

મેં તો ધૂપ-અગરબત્તી કર્યા આ દિવ્ય સ્થાનમાં,
ને તેં તો અંધકાર સમાવી દીધો તારા ઉરમાં!

મેં તો ફૂલ ચડાવ્યા તારા ચરણોમાં,
ને તેં તો સુવાસ ભરી દીધી સમગ્ર જીવનમાં!

મેં તો પ્રસાદ ધરાવ્યો તને પ્રેમભાવમાં,
ને તેં તો સંતોષ ભરી દીધો અમારા તનમનમાં!

મા, તને નતમસ્તક નમી નિરખું હું અહોભાવમાં,
ક્યાં અવસર મળે છે આવો ઘડીઘડીમાં!

તો આવો પ્રાર્થીએ સહુ એકસાથમાં, એકસુરમાં!    

-         મોના ઠક્કર

જાન્યુઆરી ૨૩, ૨૦૧૪

Sunday 26 January 2014

The Moment I Choose YOU!

The moment I choose YOU!

The mind turns into the sky -

White, limitless, clear, shiny
Few clouds perhaps but with silver edges,
Fills the eyes to the fullest...

The heart turns into the ocean –

Blue, vast, tranquil, steady
Few tides perhaps but with moving waves,
Soothes the ears with quietness…

The intellect turns into the sun –

Golden, huge gush flowing
Few patches perhaps but with progressive sights,
Fills the being with absorb peace…

Then why not I choose you!
‘Morli’ thanks you even more…

-         Morli Pandya

January 27, 2014

Saturday 25 January 2014

Dedicated to the Motherland India

પ્રભુ, તમે આ પંચતત્વોનો અનંત ભંડાર દઈ માનવજન્ય પર ઉપકાર કીધો,
અમૂલખ કંઈક આવા ગૂઢ જ્ઞાન-ભાવને ગીતા-વેદમાં સંઘરી નવ પેઢીને માર્ગ દીધો...

જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી મહી સમસ્ત સંસારને સ્થૂળજીવનમાં આધાર દીધો,
કેમનો માણસ છીપે, શ્વસે, ટકે, દિસે ને સ્થાયી થાત જો આ અમાપ કુદરત ન હોત હાથ?

નમન છે! આ પૃથ્વી કેરા ભારતવર્ષની આધ્યાત્મસરણી ને
અને ૠષિ-યોગીઓને કે જેણે આ જ્ઞાન-ભાવાર્થને પરિમાણીત કીધો

નમન છે! હિંદના બાપુ, સુભાષ, ભગતસિંગ કે એવા અનેકોને કે જેનો ભિન્ન ને વિપરીત માર્ગ,
છતાંયે દેશહિત માટે લડત થકી આધ્યાત્મયોગ જ કીધો!

નમન છે! શ્રી અરવિંદને, ભવિષ્યકથન-સત્યદર્શન આપી દેશને સહુ સંગે સ્વતંત્ર કરી દીધો...
આ દેશકાજે જનભાવિ માટે લક્ષ જીવી, સહુએ પોતાના જીવનથી વિશ્વનો ઈતિહાસ ભરી દીધો

નમન છે! એ વિસ્તરતી ચેતનાને! જીવનયોગને! કર્મયોગીઓને!
કે તમે આચરેલું, જનગણમાં ઊગી નીકળજો!
કે તમે સેવેલું, હર બાળ-યુવાન જીવી ઊઠજો!
કે આજે આ દાયકાઓ જૂના દેશ-સ્વાતંત્ર્યને, એ સ્વપ્નોનું મૌલિક સ્વરાજ બક્ષી દેજો!

પ્રાર્થે મોરલીનતમસ્તક પ્રભુ!, આજ દિને માતૃભૂમિમાં નવતર યુગના મંડાણ ગાડી દેજો!

-         મોરલી પંડયા
જાન્યુઆરી ૨૬, ૨૦૧૪


જીવન પળ પળ પર્વ...

જીવન પળ પળ પર્વ જ્યાં સદૈવ સ્પર્શ હોય લાગણીનો,
આજ, રોજ કે મળો વર્ષવહાણે જ્યાં તંતુ છે પ્રેમભાવનો
ત્યાં પળ પળ વસે સમન્વય લાગણીનો...

કરો, તે કરો કે કરો કંઈપણ,
જ્યાં લેવડ દેવડ છે દરકારની
ત્યાં પળ પળ રહે સંભાળ સ્નેહથી

સંજોગ કે વ્યક્તિ બદલાય; બને આ કે તે કે ગમેતે
જ્યાં એકબીજાને સમજ છે સમજવા-સમાવવાની
ત્યાં પળ પળ રહે જાળવણી સંપની

જ્યાં પ્રેમ પ્રભુ તરફ વળે, સ્મરણ સ્ફુરે ને સાથે અર્પણ થાય
ત્યાં બધા જ પ્રેમ પ્રકારો નવા ઊંડાણથી વિસ્તરે
વ્યક્તિ કે વર્તનથી ન બદલાય ભાવ
ત્યાં પળ પળ ટકે  પછી મોરલી શુધ્ધ સ્થિર આત્મીયભાવ

-         મોરલી પંડયા
જાન્યુઆરી ૨૫, ૨૦૧૪


Thursday 23 January 2014

મા, તમને ખબર છે આ શબ્દોની...



મા, તમને ખબર છે આ શબ્દોની શું કમાલ છે?
પદ્યમાં તત્વનું જ્ઞાન ભરી પીરસાવાય છે!
લખનાર અને વાંચનાર બંનેને સાચા-સૂચક અનુભવાય છે!

મા, આ શબ્દોની એવી તો કમાલ છે!
મનમાં હાશ! અને દિલમાં જોશ ભરી જાય છે,
સર્વને તારી કૃપાનો આ સ્વાદ મીઠો અનુભવાય છે

એ એવા હળવા, પારદર્શક ને ધારદાર નીકળે છે કે
પચાવનારને ભાર વિહીન; ને તમ ચરણોમાં વિશ્વાસ અનુભવાય છે

એની ગોઠવણમાં પણ પ્રભુના દર્શન થાય છે,
જીવન કર્મ ને પ્રભુકરણ માં માનવ-વલણનો માર્ગ અનુભવાય છે

બીજું તો શું મા! પણ આ શબ્દો થકી,
તવ કૃપા ભીંજતી રહે અને સામો મોરલીમાને સમર્પણ સહ આભાર!
આમ અરસપરસનો વ્યવહાર અનુભવાય છે


     -  મોરલી પંડયા

જાન્યુઆરી ૨૦, ૨૦૧૪

WHAT LIES BEYOND!



WHAT LIES BEYOND!

What lies beyond this world of pain and suffering?
It is you God!

What lies beyond this world of egos and selfishness?
It is you God!

What lies beyond this world of despair and sorrow?
It is you God!

What lies beyond this world of inferiority and weakness?
It is you God!

GOD lies beyond all evil…

Helping each who asks for help…

Thus living in my heart forever…


-         Ashma Pandya
January 23, 2014



Who is God...




WHO IS GOD?

He, who lights up every soul…
He, who gives happiness a new meaning…
He, who overpowers all darkness…
He, who rewards the good and banishes the evil…
He, who brings hope to every corner of the world…

And

He, who lives in my heart forever, IS GOD

-         Ashma Pandya

January 23, 2014

THANK YOU GOD!

THANK YOU GOD!

For the light of the sun,
For the rush of the stream,
For the smell of flowers,
For the chirp of birds,
For the rustle of leaves,
For the shade of the tree,
For the strips of zebras,
For the roar of lions,
And
For the purr of cats…

Thank You God!
For the feel of nature…

-         Ashma Pandya

January 23, 2014

Friday 17 January 2014

સ્વ જ્યારે જાગ્રત થાય...

સ્વ જ્યારે જાગ્રત થાય, અસ્તિત્વમાં મોટી હલચલ થાય, બુદ્ધિ શૂન્યમનસ્ક ને ખાલી થાય,
બધાય ભાગો સ્વતંત્ર અનુભવાય, પ્રત્યેક વચ્ચે હાજરી અને મંજુરી માટે હોડ થાય,

વ્યક્તિ સમયથી પાછો થાય, અહંની સીમિતતાનો એહસાસ થાય,
ક્ષમતાની મર્યાદાનો અફસોસ થાય, ભૂતકાળની ભૂલો ને ભાવિ ધૂંધળું દેખાય,

ઝઝૂમે-હારે-થાકે ને હ્દયમાંથી પોકાર થાય, વ્યક્તિએ વ્યક્તિએ એ અવધિ બદલાય,
પ્રભુની પણ ધીરજનો અંત થાય, એ ટેકો કરે ને માણસ બેઠો થાય,

 શૂન્યમાંથી નવી ચેતનાનું સર્જન થાય, રાખમાંથી જાણે ફિનીક્ષ પક્ષી જીવતું થાય,
જ્ઞાન-સમજના દ્વાર ખુલતા જાય, સમય સાથે માણસ સંભાળાતો જાય,

મન, હ્દય, પ્રાણ, શરીર લયબદ્ધ થાય ને વિચાર, વાણી, વર્તન એકધાર થાય,
જ્ઞાન-સમજના દ્વાર ખુલતા જાય, સ્વયં અને પરમ માં વિશ્વાસ કરતો થાય,

 અનુભવના આધારે માણસ સજાગ રહી શીખતો થાય,
પરમપ્રભુના સથવારે મનુષ્યધર્મ જીવનધર્મ બજાવતો થાય,

આને કોઈ અજાણ હાર કહે તો એમ બાકી એ પછી જ મોરલી
એ પોતાના સ્વ માં ચોખ્ખું, સાચુકલું જીવતો થાય.


-          મોરલી પંડયા
જાન્યુઆરી ૧૮, ૨૦૧૪

Thursday 16 January 2014

લો! આજે પાછો...


લો! આજે પાછો આ શબ્દોનો પ્રસાદ મળ્યો;
પ્રભુના આશીર્વચનનો સ્વીકાર મળ્યો...

યોગ્ય રહું હું દિન-પ્રતિદિન આ કૃપા મહી,
માર્ગ દિસે ક્ષણ-પ્રતિક્ષણ આ જીવન મહી...

આ જીવમાં છું તો ઉપયોગ કરું મારી જાત બની,
આ જીવતર મળ્યું છે તારી જ રૂપરેખાની યોજના મહી...

શાને હોંકારો-દેકારો આ- કે -તે મળ્યા-નમળ્યાનો,
નાટક પતશે ને અંદાજ આવશે આ કે તે ભૂમિકા ભજવ્યાનો...

સંનિષ્ઠ બનો! સંપુર્ણ આપો! આ નાટકની સફળતા થકી;
બીજી વખત પાત્ર આવશે જ, નક્કી!
તો મોરલી આ તો ભૂમિકા ભજવો મનમૂકી!...

-         મોરલી પંડયા
જાન્યુઆરી ૧૭, ૨૦૧૪


Wednesday 15 January 2014

મા, તારો આભાર નહીં

મા, તારો આભાર નહીં તો બીજું શું!

તવ ચરણે હું થાઉં; શીશ ઝુકે ને હાથ પ્રસારું,
તારા સ્પર્શે; નતમસ્તક આશિષ પામું,
ઊંચે અનંત જ્ઞાનધોધ મહી નીરવ નિરુત્તર થાઉં

તવ શરણે હું થાઉં ને નિર્દોષ શીશુ બની જાઉં,
બાળસહજ! બસ મન મૂકી તારા ખોળામાં લપાઈ જાઉં,
અંદર અંતર ઉછળે ને તારી કરુણા સમધીક માં ભીંજાઈ જાઉં

તમ અર્પણ હું થાઉં ને આકાર-વિકારવિહીન પ્રતીત થાઉં,
અ-સ્વરુપ થઈ તારા શ્વેત પ્રકાશમાં સમાઈ જાઉં,
ઊંડે મધ્યમાં કશુંક પ્રગટે ને એ જ્યોતમાં વિલીન થાઉં

મા, ‘મોરલીને તારો આભાર નહીં તો બીજું ક્યાં કશુંય!
તમારી કૃપા નહીં તો કોનું શું ગજુ કે પરમકૃપા પાત્ર થાઉં!...

-         મોરલી પંડયા

         જાન્યુઆરી ૧૬, ૨૦૧૪

Tuesday 14 January 2014

You tame the human...

You tame the human for cling
To desire than to rise more and
Arise the One…

You tame the human for sting
To the lesser than to widen more and
Embody the One…

You tame the human for haste
To grab than to deserve more and
Qualify the One…

You tame the human for apathy
Towards anything than to churn within and
Evolve the One…

You tame the human for ilk
To define than to refine more and
Infinate the One…

The One that each one is born for,
To live a purpose along with this life and
Surpass the former One…

‘Morli’ thanks you Lord!

-         Morli Pandya

January 15, 2014

આજે એક નિતનવો દિવસ...

આજે એક નિતનવો દિવસ ઉગ્યો,
મકરસંક્રાન્તિનો પ્રકાશ લઈ સૂરજ પૃથ્વી તરફ ઝૂક્યો....

જ્ઞાન-વિજ્ઞાન-તત્વજ્ઞાન બધાયમાં સૂર્ય સ્થાન,
પ્રભુના આ પ્રદેશમાં વિશિષ્ટ રહ્યું છે તમ યોગદાન...

તમ ઉદયથી કંઇક જીવમાં દિવસની આશ જાગે,
તમ અસ્તથી કંઇક મનમાં સવારની રાહ સૂઝે....

તમ તડકો-છાંયડો કંઇકને બને પ્રેરણાનો સ્ત્રોત,
રાત વિતશે ને ફાટશે પહોરને એ પર કંઇક ટકે મનોમન...

ઉજવાશે ઉત્સવ આજ વિશ્વભરમાં;
પ્રાથું સૂર્યદેવ તમને આ પલકભરમાં, કે

હર વાણીમાં તેજની ધાર વસે,
હર દ્રષ્ટિમાં ઊજળીયાતું આકાશ દિસે,
હર મતીમાં સપ્તરંગી આભ ઉગે,
હર અંતરમાં ઓજસના દ્વાર ખુલે,
હર જીવનને સૂર્યપ્રકાશિત માર્ગ મળે,

પ્રાર્થે સૂર્યદેવ તમને આ પલકભરમાં ને
પ્રણામ કરે મોરલી! તમને આ અસ્તિત્વના..


-         મોરલી પંડયા
         જાન્યુઆરી ૧૪, ૨૦૧૪