Friday 31 October 2014

Everything...

Everything is around if ready to arise
Everything is connected if ready to climb

Everything is available if ready to receive
Everything is settled if ready not to cleave

Everything is harmony if ready to let all be
Everything is beauty if ready to perceive

Everything is with wings if ready to set free
Everything is everywhere if ready to get bind

Everything is peace if ready to aspire
Everything is delight if ready to revive

Everything is one if ready to get widen
Everything is single truth if ready to lighten

Everything is whole if ready to see pristine
Everything is divine if be humanly divine


-         Morli Pandya
October 31, 2014 

Thursday 30 October 2014

‘સરદાર’ને નમન!

 આજ ગુજરાત સપુત સરદારને નમન!
દેશભક્ત વીરલાં દેતી માવતરને નમન!

રાજરજવાડાં એકત્રિત કરનાર,
એકત્વ સૂરમાં ભારત જગાડનારને નમન!

સંબંધ સામે કર્તવ્ય મૂકનાર,
અજોડ, મજબૂત લોહપુરુષને નમન!

દેશ સમર્પિત સાચ્ચો દેશભક્ત,
ચળવળમાં જોડાજોડ, ગાંધી જોડીદારને નમન!

એકનિષ્ઠ મૂંગુ યોગદાન,
દેશ-બાપુ માટે સર્વ કંઈ કર-ગુજનારને નમન!

સદૈવ રહેશે વિશ્વ પ્રચલિત,
સદીઓ નમશે મોરલી’, મૂલ્યો‌-વાન સરદારને નમન!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૩૦,  ૨૦૧૪
 

Wednesday 29 October 2014

સર્વે જીવન...

  
સર્વે જીવન, આમ જ ખુશી ખુશી વીતે
જીવાતી પળ પળ, આનંદમય વીતે

સર્વે જીવન, સમૃદ્ધ સુગંધિત વીતે
ઉત્સાહભર, ક્ષણોમાં જીવંત વીતે

સર્વે જીવન, સમૂહમાં ઊજવાતું વીતે
ઉલ્લાસ, ઉત્સવનાં, સથવારે વીતે

સર્વે જીવન, સાચુકલાં હાસ્યમાં વીતે
પર્વ, હરઘડી હ્રદયનો, છલકાતો વીતે

સર્વે જીવન, ખુલતી શક્યતામાં વીતે
વીતી પળ શુભ મંગળ-નાં સંતોષમાં વીતે

સર્વે જીવન અવસર, પવિત્ર વીતે
મોરલી દિન એક એક, સપરમો વીતે

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૯, ૨૦૧૪
 

Tuesday 28 October 2014

Thank you Lord...

Thank you Lord for being so kind,
For making me part of this world, time

Thank you for blessing with this stride,
For letting that emerge and shine

Thank you for having with such tribe
For surrounding with so much light

Thank you for granting that sight
For emanating through, joy and smile

Thank you for liberating in this life
For allowing ‘Morli’ progress to divine high

Love you Ma…Thank You Lord…

-         Morli Pandya
October 28, 2014
 

Monday 27 October 2014

ફેરો સફળ થાજો…

જીવનોદ્દેશ પૂર્ણ થાજો!
આ જીવ ફેરો સફળ થાજો

માવતર ઘડતર સુંવાળું દીધું, 
આ જીવતર ઉદ્દીપક થાજો આ જીવ ફેરો

ઊંનું કુણું ઊરનું દોરાયું,
આ ઊંડાણ આવર્તન પામજો આ જીવ ફેરો

મનસાતીત ઊર્ધ્વ ઊડાયું,
આ માનસ પ્રેરણાત્મક રાખજો આ જીવ ફેરો

ભેદ્યું બ્રહ્મદ્વાર, અડાયું,
આ શાંતિ ઊદ્ધારક વિસ્તરજો આ જીવ ફેરો

હ્રદસ્થ જીવંત પ્રભુહાજરી!
આ જ્યોત પ્રજ્વલિત મહેંકજો આ જીવ ફેરો

આત્મ સમષ્ટિ સ્વરૂપ નમતું,
આ આતમ સૂર રેલાજો આ જીવ ફેરો

જીવન ઉદ્દેશ પૂર્ણ થાજો
મોરલી ફેરો સફળ થાજો

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૮, ૨૦૧૪

Sunday 26 October 2014

મૂંઝવણ કેમ?

નાની નાની વાતોમાં મૂંઝવણ કેમ?
જ્યાં મજબૂત આત્માબળ મૂળેથી ઠેઠ!

સંભાવનાની અવરજવર ભલે રહે શેષ!
જ્યાં અંદરનો અવાજ સ્પષ્ટ નિર્ભેળ!

સૂચનો-વિધાનો મળશે ઠેરઠેર,
જ્યાં માંહ્યલો દ્રઢ, એ જ સંકેત!

દબાવ-પ્રભાવ લાદશે અનેક,
જ્યાં અસ્તિત્વનો નિર્ધાર, એ જ સર્વશ્રેષ્ઠ!

ડગાવશે ક્યાંક, ક્યારેક મનનો મેલ!
જ્યાં ખંખેરી ઊઠે, પકડી મક્કમ નેમ!

સંસાર સાગર વચ્ચે અડીખમ, હેમખેમ!
જ્યાં આવતું-જતું બધું જ પ્રભુ વહેણ!

કશું ન સ્પર્શે મોરલીઓતપ્રોત એક!
જ્યાં પ્રભુશરણે અન્યોન્ય એ જ ઉત્તમ, વિશેષ!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨, ૨૦૧૪

Saturday 25 October 2014

Lord, in your love...


Lord, in your love, in your awe
Now, I see, feel and know! I do…

I see;
World flowering in rainbow
Universe dancing in jigsaw
Cosmos singing not solo…

I feel;
World shining in delight
Universe sparkling bright
Cosmos radiating might…

I know;
World opens your heart
Universe pours your soul
Cosmos contours your spirit…

‘Morli’ so much in your love true
How can not love wondrous hue?

-         Morli Pandya
October 25, 2014

Friday 24 October 2014

તમ સત્સંગનો સ્વાદ...

 પ્રભુ તમ સત્સંગનો સ્વાદ મીઠો લાગે ને ચરણઅર્પણમાં હળવાશ લાગે.
અંતઃસ્થ સ્થાન તમ ચૈતન્ય-સત્ય સભર ને તમ સંગે જીવન સફળ લાગે.

આવતું સર્વ કાર્ય તમ અર્ચન, એની ગતિ-પ્રગતિ તમ પ્રસાદ લાગે.
પ્રત્યેક વિગત તમ સંગતિ, ને આવનાર દર ઘડી તમ પૂજન લાગે.

નિતનવીન ક્ષણ તમ ભેટ ને કરવાનું સર્વ, તમ સૂચન-વિધાન લાગે.
વણઉકલ્યાં કામ તમ દૂરંદેશી ને નિપટતાં એક એક તમ કૃપાદ્રષ્ટિ લાગે.

સંસાર, ખેલાતી તમ મસ્તી ને જન્મ-મરણનાં ચક્રમાં તમ હસ્તી લાગે.
છોડીને ચાલતો દરેક તમ સાથી ને સ્વબળે વધતો, અટૂલો તમ પ્રાર્થી લાગે.

ચારેકોર તમ વૃષ્ટિ-સૃષ્ટિ ને અનંતોમાં વહેતી વૃદ્ધિ તમ સુ-કૃતિ લાગે.
જીંદગીઓ હોવામાં અમી દ્રષ્ટિ ને દરેક જીવ, સજીવ-નિર્જીવ સ્વીકૃતી લાગે.

સમર્પિત સ્વરૂપમાં પ્રભુ તમ ભક્તિ ને કરુણામય હ્રદયમાં તમ નિવાસ લાગે.
જોજનો, યુગોમાં તમ ચેતના ને સર્વ તમ પ્રકાશની મોરલી ને ઊત્પત્તિ લાગે.

નતમસ્તક નમન!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૪, ૨૦૧૪

Thursday 23 October 2014

Mother Earth...

Lord;

Let all beauty and delight
Enrobe the earth matter…

Let all resources of natural kind
Sustain in earth element…

Let all divide between various races
Perceive with earth equanimity…

Let all extinct and rare spices
Survive in earth equilibrium…

Let all deeds, plans against humanity
Absolve in earth light…

Let all incidences of suffering
Erase from earth memory…

Let all ill-intends, based pleasures
Nullify from earth mind…

Let all discord and unrest
Dissolve in earth compassion…

Let all penetrated Divine influence
Infuse in earth life…

‘Morli’ bows to the Mother Earth!

-         Morli Pandya
October 23, 2014
  

Wednesday 22 October 2014

ટંકાય હિસાબમાં...

ક્ષણે ક્ષણ ટંકાય હિસાબમાં
થયું-ન થયું બધું જગ-સ્મૃતિમાં
લખાતું એ સતત રોજમેળમાં
જમા-ઉધાર બધું પડે નામુમાં
વ્યક્તિ છો; અવગણે, વિસ્મૃતિમાં
દરેક પદ નોંધાય ક્રિયાપદમાં
પરિણામ તોલાય પ્રવાસમાં
ફેરબદલ લાવે રોજનીશીમાં
તંતુ જીવતો જે માંહ્યલાંમાં
અનુરૂપ; ખૂંચે કે ખીલે અંદરમાં
સંકેત સ્પષ્ટ એ અંતર સૂચનમાં
ચોખ્ખો વ્યવહાર ઊધરે શૂન્યમાં
જ્યાં સુમેળ બંન્ને ચોપડાંમાં
જીવન ફૂલેફાલે સચ્ચાઈમાં
સ્વમાન, સન્માન માણે મોરલી
સંગ, પામે પ્રભુ પ્રેમમાં

- મોરલી પંડ્યા
ઓક્ટોબર , ૨૦૧૪


Tuesday 21 October 2014

Pure freedom...

Pure freedom of life in living
Insured both, apparent and hidden being
Wordless silence sings in spring
Effortless express-unexpressed uttering

Outer inner, one balance field
Mastered; action, associated feel
Enliven from heart underneath
Emerging only when gets way to reveal

Border merges was once split
Upward-inward-outward now single line
Intuition, intend, thought, action
Reciprocate each other with true smile

Truth of transparent shrine
Lives now, only innocent child divine

- Morli Pandya
October 21, 2014



Monday 20 October 2014

વ્યક્તિ શું જાણે...


વ્યક્તિ શું જાણે પ્રભુ, એ આખેઆખી શું છે?
અત્યારે જીવાતી સાચીસાચી આ કોણ છે?

અંદર બહાર ઊપર નીચે સતત વધતીશું છે?
અવિરત ઊંડાણ-વિસ્તારમાં પાકતી આ કોણ છે?

જીવતરસંબંધશિક્ષણ સિવાયની શું છે?
મંતવ્ય વગરની છબીમાં સત્ય ભરેલી આ કોણ છે?

પળે પળે તદન નવીનજૂની ભૂંસાતી શું છે?
બાહ્યસ્વરૂપ ભેદીઊગતી નવી આ કોણ છે?

અનાવરિત આત્માસ્થ પ્રભુ સાથ-સાધન શું છે?
નિતનિત પ્રભુકરણઆનંદમય સમર્પિત આ કોણ છે?

છતાં જાણે જરૂર મોરલીસમૃધ્ધ વૃદ્ધિમય મળવું એ શું છે
આજન્મા અલભ્ય પ્રભુસાથીની ઓળખ ને વચન એ શું છે

મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૧૨૦૧૪




Sunday 19 October 2014

Consecration...

Consecration is beyond thinking,
Gathering in heart and allowing…

Consecration is connection activating
Consulting on present action forwarding…

Consecration is solution obtaining,
In active, muted silence, receiving…

Consecration is strength biding,
A way to guiding light absorbing…

Consecration is autonomous, emerging
Once committed to Lord’s directing

Consecration is persistent go-getting
With; integral attitude, automatic merging…

-          Morli Pandya
October 20, 2014

Saturday 18 October 2014

નમ્રતામાં ઊઠે…

હે પ્રભુ

પ્રત્યેક પ્રભાતે, આ વિશ્વ નમ્રતામાં ઊઠે
ધરતી સ્પર્શનાં મહત્વની, સભાનતામાં ઝૂકે
આવાગમન આ શ્વાસોનું, હ્રદયમાં સૂણે
સમય મળ્યો જે, પૃથ્વી તણો, એ મૂલ્ય અનુભવે

અસંખ્ય સર્જન, મબલખ અવસરો મૂકી
કોચલાંમાં શૂન્ય એકલતા ના વહોરે
મુક્તિ-ભક્તિ-ભુક્તિ રાગ મૂકી કોરે
ખોખલી, હઠીલી, દિવાલો ના ચણે

ક્ષમતા, સફળતામાં સ્વ-સંગે, પ્રભુ જૂએ
હાર-જીત દોડમાં અહં-ડગ ના ભરે
અહીં-તહીં, આજુબાજુ દોષ-શોધ છોડે
સમર્પણ-યજ્ઞમાં જડ તત્વો મૂળેથી હોમે

શક્ય એટલો માણસ બની, પ્રભુચરણે વિનમ્રતામાં નમે
ગુણાવગુણ ભરી સૃષ્ટિ મોરલી’, પણ માણસાઈ ના ભૂલે

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૮, ૨૦૧૪