Sunday 31 May 2015

Friends...મિત્રો...




Thank you, for being here.

તમને અહીં મળ્યાનો આનંદસહ આભાર...

Remember, last year on June 1st, 2014 we all welcomed 'Touch of Light' which is the very first book version of these blog posts. 108 prose poetic expressions were captured in that complementary edition.


યાદ છે જૂન ૧૨૦૧૪!
રોજેરોજ મૂકવામાં આવતાં આ વ્યક્તવ્યોમાંનાં ૧૦૮ સમાવતો અગદ્યાપદ્ય સંગ્રહ 'Touch of Light'  ને આપણે સહુએ આવકાર્યો હતો.

This time on June 10th, 2015 another two books are being released- one in each of the two languages. The English collection 'Lyrical Beginning' and the Gujarati collection 'Prakash Panthe' both are having 151 expressions each. These editions would be available commercially as well.

આ વર્ષે ફરી ૧૦ જૂને બંન્ને ભાષાઓનાં જુદાં બે સંગ્રહો પ્રકાશિત થઈ રહ્યાં છે. બંન્નેમાં ૧૫૧ કાવ્યાત્મક અવતરણો સમાવવામાં આવ્યાં છે. અંગ્રેજી સંગ્રહ 'Lyrical Beginning' નામથી અને પ્રકાશ પંથે ગુજરાતી સંગ્રહનું નામ છે. આ વખતેઆપણા માટે ખરીદવાની સહૂલીયત સાથે પણ ઊપલબ્ધ રહેશે.

Those who are interested may please write to me by email on morlipandya@gmail.com and mention about number of copies and preference.

ઈચ્છુક મિત્રો મને ઈમેલ morlipandya@gmail.com પર જણાવી શકે. સાથે સંખ્યા અને આપની રુચિ પણ જણાવશો.

Pranam...Love...

સપ્રેમ પ્રણામ...



Saturday 30 May 2015

અંદર તું જીવે...


મા,

અંદર તું જીવે ને ડાબેજમણે ક્યાં ભાગવું!
દિલની કેડી પકડી આત્મા નિશાન તાકવું.

બહાર ઝઝૂમી મથીક્યાં કોઈનું ઊજળું થતું!
અંતર ચોખ્ખું લીલું, બ્રહ્માંડ ખેંચાઈ આવતું.

અન્ય અવલંબન ઝાઝું ક્યાં ટકાઉ હોતું!
ભીતર તવ નિશ્રામાં સર્વ કંઈ સમ સરતું.

મન અટારી સૂચવ્યું ક્યારેય ક્યાં કંઈ પોષતું!
ખળખળ વહેતું હ્રદય જ ખરો ખોરાક દેતું.

ટોળેટોળે મંતવ્યવલણ હંમેશ રહે બદલાતું!
પ્રભુચરણમાં સ્થાન ભાગ્યે જ કોઈ પામતું.

સંસારરથ હાંકી 'મોરલી' જે પ્રભુસવારી માંડતું,
ખરા અર્થમાં એ બાળ 'મા' તારું વ્હાલ પામતું.

- મોરલી પંડ્યા
મે ૨૦૧૫
  


Friday 29 May 2015

નીરવતાનાં સાદ...



નીરવતાનાં સાદ,
મા! તું જ સંભળાવી શકે. 
વણઉચ્ચાર્યાં વેણ કર્ણોને 
તું જ પીવડાવી શકે...નીરવતાનાં સાદ

ઊરેથી ઊઠતાં વિધાન 
તું જ ગવડાવી શકે. 
શૂન્ય મસ્તિષ્કને એથી 
તું જ ઊભરાવી શકે...નીરવતાનાં સાદ

અસ્તિત્વ રિક્તતાથી  
તું જ આખું ભરી શકે. 
કણે કણે મધુર રિક્તગાન 
તું જ રેલાવી શકે...નીરવતાનાં સાદ

સ્વરૂપ ચૈતન્ય સમેટતું 
તું જ ઊધ્ધારી શકે. 
કરણ અને સાધન સુમેળ
તું જ લયબદ્ધ કરી શકે...નીરવતાનાં સાદ

'મોરલી' અદ્ભૂત જીવનસૂર
તું જ વહાવી શકે. 
નીરવ... નીરવ નીરવતા 
મા! તું જ જીવાડી શકે...નીરવતાનાં સાદ

- મોરલી પંડ્યા
મે ૩૦, ૨૦૧૫

Thursday 28 May 2015

Nature and creation!


Nature and creation!
Equal and important,
Gamut and inter-woven,
Man made and by default,

Varied and with discretion,
Interdependent and individual, 
Purposive and essential,
Succession and progression,

Universal and of material,
Divine and eternal,
Emerging and evolving,
God tone and road drove,
Lord own and 'Morli' Lord told...


-         Morli Pandya
May 28, 2015

Wednesday 27 May 2015

તારાં રસ્તે આગળ વધીએ...


પ્રભુ,

તારાં રસ્તે આગળ વધીએ, તને ખબર શું કરીએ! 
પૂરેપૂરું આપવા યત્ન, જાણે  તું, કેવાં મથીએ!

ન સમજાય કેમ અત્યારે? તવ વિશ્વાસે વધીએ!
પળપળની દરકાર, જાણે  તું, કેવી કરીએ!

વગર પ્રતિભાવ સામે, બસ! કરવું તારે લીધે!
વ્યક્તિ-ઘટના ગમેતે, જાણે  તું, કેમ અવગણીએ!

બિનજરૂરી વિચાર-ભાવે તને સઘળું સોંપીને!
ભૂત-ભાવિ ભૂલીને, જાણે  તું, કેવું અર્પીએ!

સમયે થશે જ્યારે 'મોરલી', પાકતું જરૂર મેળવીએ!
અનુભવી, પચાવીને, તું જાણે  , કેવાં વધીએ!

- મોરલી પંડ્યા
મે ૨૭, ૨૦૧૫

Tuesday 26 May 2015

તારાં માર્ગે કેવાં ફાંટાં!

મા...
તારાં માર્ગે કેવાં ફાંટાં! સાધકે સાધકે જુદાંજુદાં! 
એક એક ભિન્ન નવલાં! પ્રકૃતિ અનુરૂપ નોખાં!

ક્યાંક મનદ્વાર ભેદતાં, ક્યાંક હ્રદયે એકાગ્રતા, 
ક્યાંક કર્મ જ દાનધ્યાન, ક્યાંક જ્ઞાન જ તમામ!

જેનાં, હિસ્સે જે ખુલ્લાંએ રસ્તે એમાં એ ઊંડાં! 
તું લઈ જાય છેક મૂળમાં,પ્રકાશનું ઊદ્ગમ સ્પર્શવાં!

સમજતાં ને પોકારતાં, કેળવાતાં તમ કૃપામાં! 
વિસ્તરતાં ને ઝિલાતાં, વધતાં ઊર્ધ્વે અર્પણમાં!

ભક્તિ સમર્પણ ને શ્રધ્ધા! સમાય અંતે એ કેડીમાં. 
જ્યાં સર્વ કંઈ પ્રભુ દર્શનાસાથે વહન સંસાર ભરણાં!

કોટી વંદન ઓ નયનરમ્યા! ચરણે તવ જીવનઅર્ચના! 
યોગ્ય રાહે તવ સાથમાં, શિશુ 'મોરલી' લે! આવ મા! 

- મોરલી પંડ્યા
મે ૨૭, ૨૦૧૫

Monday 25 May 2015

Theist or atheist...


Theist or atheist, 
Two approach means!
Be Firm or confirm,
Same belief system!


Matter or immortal
Just one Eternal!
Confront or comfort
Sole mental perception!


Practice or preach
Approved inclination!
Journey or Process
Mere self-attestation!


Learning progression
Rather compartmental!
Stay plastic open
Humble-prime religion!


Create one's own
Approach unique total!
Be one and only 'Morli'
Divine correspondent!


- Morli Pandya 
May 25, 2015


Sunday 24 May 2015

એકજૂથ એકજૂઠ...


એકજૂથ એકજૂઠ એકહાર,
દરેક સભ્ય ખબરદાર!
એક એક ઊગતો પોકાર!
સમગ્ર ભરે દિવ્યસાર!

ભીતર જાણે સીધી રેખા,
અરસપરસ ન કોષ, રેસા!
એક એક બિન ભેદરેખા!
ધબકે હૈયે દિવ્યતાર!

અસીમ, અત્ર તત્ર સર્વત્ર,
ન દેહ કે અન્ય વિભાગ!
એક એક સમર્પિત સ્થાન!
અવતરે દિવ્યતેજધાર!

શ્વેત સોનેરી વહેણ સભાન
શેષ-સર્વ 'મોરલી' રહે અજાણ!
એક એક ભીંજવતું પ્રસ્થાન!
આભારી માણે દિવ્યદાન!

- મોરલી પંડ્યા
મે ૨૪, ૨૦૧૫

Saturday 23 May 2015

Hour has come...


Hour has come to change belief system!
Poorer the spiritual complete wrong notion!


Time calls to hamper deep rooted caution!
Troubles not brought by God to punish person!


Era to understand and stand on one's proportion!
Let false and fake mask of ego take its devotion!


Renunciation, indifference, pity and procrastination!
Gone far, far behind in new wind of activation!


Consciousness of poverty, curse and pessimism!
Replaced firmly by flow, adoration and aspiration!


Light to greater light the only available existence!
Human race be assured with, 'Morli' in divinization.


- Morli Pandya
May 23, 2015


Friday 22 May 2015

મા! તારાં શબ્દો...



હૈયેથી હોઠે ને હાથમાં બિરાજ્યાં! 
મા! તારાં શબ્દો, આત્મે ઝીલાયાં!

આધ્યાત્મ-અસ્તિત્વ-તત્વ ચીતર્યાં! 
મા! તારાં શબ્દો, અનુભૂતિમાં ખીલ્યાં!

પારકાં હ્રદયમાં સોંસરવા પહોંચ્યા! 
મા! તારાં શબ્દો, સાતત્ય ઊકલતાં!

સંભાવના-ધારણાથી વિરુધ્ધ મૂળનાં!
મા! તારાં શબ્દો, સત્વ આલેખતાં!

વ્યય-વ્યર્થ નહીં અમલની રૂપરેખા! 
મા! તારાં શબ્દો, સમજવાં સહેલાં!

અક્ષરસહ સાચાં પરિણામલક્ષી સઘળાં!
મા! તારાં શબ્દો, તેં જ અજમાવેલાં!

અક્ષરદેહે જાણે આશીર્વચન પૂરાં! 
મા! તારાં શબ્દો, 'મોરલી' સાધના ગાથા!

- મોરલી પંડ્યા
મે ૨૩, ૨૦૧૫


Thursday 21 May 2015

Let time be in time...


Let time be in time,
With it's treasure!
Second by second
Let life measure!

Be more detached,
Yet bound timer!
Head heart merger,
Emerge every newer!

Let it work it's pace
And own momentum!
Being must become
Worth it's creation!

Best to use time
Live life passion!
Discipline, precision 
Adopt from instant!

Never clock against
Always move forward!
Learn from time 'Morli'
Be human progressor!

- Morli Pandya 
May 21, 2015 


Wednesday 20 May 2015

હવે તો દ્વાર વગર...



દ્વાર ખોલવાનાં થતાં પહેલાં 
હવે તો દ્વાર વગર અજવાળાં...હવે તો દ્વાર વગર...


અંદર બહાર થતાં ખોદકામ
હવે તો ગર્ભ પ્રકાશ પકડાયાં... હવે તો દ્વાર વગર...


જાતમાં થતાં સવાલ જવાબ
હવે તો નીરવ મર્મ ઝીલાયાં...હવે તો દ્વાર વગર...


ઘટનાઓનાં થતાં ભેદતપાસ
હવે તો ઘડીમાં ઘટઘટ સમાયાં...હવે તો દ્વાર વગર...


સંબંધો થતાં ખાટાં મીઠાં તીખાં 
હવે તો નક્કર નક્કોર જળવાયાં...હવે તો દ્વાર વગર...


જીવને થતાં જીવન-રાગ-પ્રમાદ
હવે તો ગૂઢ લક્ષ્યમાં ઝબોળાયાં...હવે તો દ્વાર વગર...


'મોરલી' થતાં નાનાંમોટાં ખેંચાણ
હવે તો સર્વ પરમમાં સંધાયાં...હવે તો દ્વાર વગર...

-        મોરલી પંડ્યા
મે ૨૦, ૨૦૧૫