Tuesday 31 March 2020

ડરને ડરાવો વારંવાર...



ડરની સામે એક જ ઉપાય
ડરને ડરાવો વારંવાર

જેટલીવાર એ કરે પ્રહાર
અડીખમ ઊભા રહી હરાવ

જાતજાતની રીતે કરે પ્રયાસ
મચક આપ્યા વગર મૂકો જવાબ

પ્રયત્ન કરશે જ્યાં સુધી ઢીલાશ
મજબૂતાઇથી બસ મચી રહેવું લગાતાર

થાકશે, હારશે, કરશે માંડવાળ
જ્યાં જોશે અણધારી અસર, છોડશે હંફાવ...

પ્રભુ પક્ષે ... બસ! અડગ સ્થાન ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Solanum torvum
Significance: Fearlessness 
Without fear or hesitation, it will obey the Divine's command. 

Monday 30 March 2020

બદલે છે ભવિષ્ય ...



એક એક ડગલું આગળ ભર્યું
બદલે છે ભવિષ્ય વિશ્વ તણું, જાણ!

હામ ધર્યું દર એક ડગલું ઉંચું
રચે છે નવ સ્તર ને સ્થિતિ તમામ

દર અભિગમ વલણ 
ધસી લાવે ઉચ્ચતર પૃથ્વી સંવિધાન

સાવ અજાણ્યું કે નાનું અમસ્તું
સદ્-સત-મઢ્યું! તો મેળવે છે સ્થાન

ઘણું કરી શકે, થા સભાન!
ભૂ-ઉદરે ઉછરી વાળી લે, રુણ કરોડોવાર...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Gaillardia pulchella
Indian blanket, Blanket flower, Fire-wheels
Significance: Successful Future
Full of promise and joyful surprises.

શું છે તૈયારી?

 

પ્રભુ રચે છે વાલિયો ને વાલ્મિકી
ને વાલિયાને પલટાવે વાલ્મિકી
શું છે તારી તૈયારી?

’નજીવા‘ બીજનું પણ થવું અંકુરિત
વૃક્ષને પણ મળતું ઘટાટોપ રંજિત
શું છે તારી તૈયારી?

અભાન કર્મોની વણથંભી ભારી
‘માંથી સમર્પિત કર્તવ્યોની દિવ્યે ઘડી તારવણી
શું છે તારી તૈયારી?

એક હ્રદયપૂર્ણ અભીપ્સા છેટી
ગ્રાહ્યને જે દેતી રિક્તતા મોકળી સર્વોપરી
શું છે તારી તૈયારી?

નવ નાદ પ્રવાહે વહાવવા જિંદગી
ને નવ ચાસે ઉતારવાં મબલખ લલણી
શું છે તારી તૈયારી?

સર્વ શક્ય પરિવર્તન આ, અહીં
આજ જ જીવન ને જીવતર થકી
શું છે તારી તૈયારી?

પ્રભો...સુણો સાદ ને સ્વીકારો જ્યાં જ્યાં તૈયારી...

તવ ચરણે સમર્પિત...

માર્ચ ૨૦૨૦


Flower Name: Dillenia suffruticosa
Significance: Effort towards the Truth
Should exist in all men of goodwill.

Sunday 29 March 2020

દર ક્ષણે કંઈકનું કંઈ...


આથમતું વિરમ્યું વિદાય લેતું કંઈકનું કંઈ દર ક્ષણે 
જન્મતું પાંગરતું અંકુરિત થતું દર ક્ષણે કંઈકનું કંઈ

આવાજાહીની વચ્ચે જીવન મળતું દર ક્ષણે
જેણે જાણ્યું માણી શકે દર ક્ષણે કંઈકનું કંઈ

ત્યાગ ને ભોગ બંને ખોલે ખુલ્લાં દ્વાર દર ક્ષણે
સંતુલનમાં રહી રાખે તે પામે દર ક્ષણે કંઈકનું કંઈ

એકની ચૂંટણી ને બીજું ખરવું! જતાવે દર ક્ષણે
પસંદગીને નિરુત્તરતા ત્યાં આવે દર ક્ષણે કંઈકનું કંઈ

ઉદ્-ગારને પાક કે અફવામાં ખપાવે દર ક્ષણે
સ્વયંભૂ સમર્પણ તો સત્ય ઉચ્ચારે દર ક્ષણે કંઈકનું કંઈ

ચાલતું સઘળું ગતિબદ્ધ શિસ્તસમસ્ત દર ક્ષણે
સ્વસ્થલયમાં ગતિવેગ આપે એને દર ક્ષણ સંવારે કંઈકનું કંઈ

પ્રભો...

માર્ચ ૨૦૨૦

 
Flower Name: Polianthes tuberosa
Tuberose
Significance: Perfect New Creation
Clustered, manifold and complete, it asserts its right to be

Saturday 28 March 2020

Just not enough ...


Nobody is bad,
Somewhere something different
Categories cannot confine Man

Just not enough aware
And thus, do not know what’s at stake
A little from the Self
Awakes and gets Light in intends

And moves things from inert
To the bright glory of the inner Lamp
Things change to - In from Out
Sees oneself with the eye wide and open

Before the world, gets bothered intense 
By one's own blinded system and secrets 
Grow over and erase, eliminate the ‘BAD’...

Thank you, Lord!

March 2020


Flower Name: Canna Xgeneralis
Canna Lily
Significance: Intuitive Mind centre
The activity of correct perception

Friday 27 March 2020

ઓ માનવ! તું ફક્ત હથિયાર!


સમજી જા માનવ! તું ફક્ત હથિયાર!
તારો બને છે તું ભોગ ને વિપરીત માર્ગ

શક્તિપ્રવાહો અગણ્ય ને તું માત્ર પાત્ર
સમજી જા, સમર્પણમાં વીતાવ જીવન તમામ

ઉગવા દે સત્યપરમનાં અંકુરમય ઉદ્યાન
અટકી જા, જો મધ્યે આકર્ષે લોભાવતાં વળાંક

તાણી જશે પ્રવાહો આમતેમ ક્યાંક ક્યાંક
જરા, થોભીને જો! સંધાન માંડ, ત્યાં ઉઘાડ

નહીં તો સંહાર રહેશે અફર પર્યાય
પ્રકૃતિની પરે જીવ, પણ દોસ્તી રાખ

અરસપરસની ડખલગીરી વગર સાથસહકાર
જરૂરી અહીં, પૃથ્વીજીવી! સમજીને જન્મ પતાવ...

પ્રભો...સક્રિય માર્ગદર્શક માનવજાત કાજ...

માર્ચ ૨૦૨૦


Flower Name: Gaillardia pulchella
Indian blanket, Blanket flower, Fire-wheels
Significance: Successful future under the Supramental influence

Thursday 26 March 2020

નશ્વર બનતો ઈશ્વર!


હે આત્મા! તુજ ખરું સાધન ને પ્રવર્તતું પ્રાવાધાન
મન કાયા પ્રાણ તો ઉછરતાં સંસાધન સમાધાન

ખરું અસ્તિત્વ તો નીરખે તવ થકી અપાર
સર્વને સમેટતું, પોષતું થકી સમત્વભરી દરકાર

તવ જોડાણ જે પરમત્વ તણું આગવું ને અજાણ
જેણે પામ્યો સ્પર્શ બુદ્ધિ સમજે અમર વ્યાપ

પૂંઠળે સતત જાણે જીવંત મહીં પ્રત્યેક પળ, કાજ
તવથી દર ક્રિયા ને તવથી પરમે કર્તવ્ય પરિણામ

ઊંડેથી ને વિસ્તરણ થકી પ્રસરી રહે અબાધ
સમર્પણ-ગ્રહણ પણ તવ થકી , જીવી રહે સમ્રાટ

નશ્વર બનતો ઈશ્વર! તવ સ્થાપન જેવું સભાન
સ્થૂળ સુક્ષ્મ સૃષ્ટિ સમષ્ટિ ને બ્રહ્માંડ સર્વાંગ...

અહો પ્રભો...ધન્ય ધન્ય બાળ...

માર્ચ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-Chuna
Significance: Godhead
Pure and Perfect, puts forth its force in the world