Saturday 31 August 2019

આ આત્માની લીલોતરી...



ચોમેર નિતાંત અખંડ શાંતિ
અંદર બહાર અન્યોન્ય સમન્વયી

સાયુજ્યમાં ચાલે લેતી - દેતી
સાંગોપાંગ પરસ્પર આશ્રિત

ક્યાંક ખૂણેથી રટ ચાલતી
ઊંડેથી ૐકારની સરવાણી

સમગ્રે પ્રસારે તરંગ શૈલી
આચ્છાદિત એકોએક આકાંક્ષી

આ કાંચળીધારી અહોભાગ્યી
અદ્-ભૂત! આ આત્માની લીલોતરી...

પ્રભો... જય હો!

સપ્ટેમ્બર ૨૦૧૯





Flower Name: Crinum
Crinum lily, Spider lily
Significance: Joy of Integral Peace
Calm and tranquil, an unfailing smile.

Friday 30 August 2019

ભીતિનો જ એક પ્રકાર ...


સંકોચનું મુખ્ય કારણ અહંકાર 
ઉદ્દેશને ન પ્રાથમિકતા ન માન

શીખવૃત્તિને હાવી કરે ડર-બચાવ
બાહ્ય મંતવ્યોમાં અંત:વૃદ્ધિ અટવાય

ભીતિનો જ એક પ્રવર્તિત પ્રકાર
છૂટવા ન દે, બાંધી રાખે જડબેસલાક 

અન્યોનાં અભિપ્રાયોને પ્રાધાન્ય
અપાવતો બિનજરૂરી અવકાશ

ટીકા ટિપ્પણી ટકોર તકરાર
એ ઝંઝટમાં આ અસરકારક ઉપાય

સમજ ડહાપણ સાથે થવું તૈયાર
એક ઝાટકે કાપી નીકળવું રહે બહાર

મનોવૈજ્ઞાનિક મૂળ, ન બીજો કોઈ ઇલાજ
મક્કમ મનોવલણ તો પોષાતી રહે હામ.

જય પ્રભુ...જય મા...

ઓગસ્ટ ૨૦૧૯


Flower Name: Calotropis gigantea
Mudar, Bowstring hemp, Crown plant
Significance: Courage 
Bold, it faces all dangers.


આ પારાયણ એ એનું ...


જા સમય, શોધીને લાવ કંઈ ફાંકડું
સરળતાથી થશે આત્મીય મારું.

અવનવું હો પણ અજાણ થોડું!
મારાથી એ ક્યાં સંદર્ભ વિહોણું?

છેટું કહી શકો, કે ક્યાંક ધરબાયેલું
પણ આ જ સમગ્રમાંનું ક્યાંક આડુંઅવળું!

પહોંચ દિવ્યની ને આ પારાયણ એ એનું
એ જ કરાવશે દર પ્રકરણ પૂરું.

પળોજણ નથી હવે કે નથી કંઈ પારકું
આખું સમગ્ર મારું ઘર ને બધું જ પોતીકું.

તથાસ્તુ.

ઓગસ્ટ ૨૦૧૯



Flower Name: Rosa X rehderana
Polyantha rose
Significance: Communion with the Divine
For one who truly has it, all circumstances becomes an occasion for it.

Wednesday 28 August 2019

જા, બદલી નાખ ...



બદલાવને કહો, “જા, બદલી નાખ,
સારું જ થવા આ આવ્યો બદલાવ
અડીખમ છું અહીં સદા સશકત ટટાર
સર્વત્રમાં છે મારું દિવ્ય થકી જોડાણ.

નહીં લાગે કેમ આ કે તે, કે કેમ આમ!
અજાણ્યું કયાં કંઈ કદી, જોડતો એકતાર
અબ ઘડી સુધી ઉકેલાયું ન હોય કદાચ!
એટલે એમ નહીં કે કદી નહોતી ઓળખાણ.

વસ્તુ વ્યક્તિ વિચાર સંજોગ સમજ સાર
સર્વકંઈ ઉત્પાદન ‘એક’માંથી એકસમાન
મસ્તિષ્કેથી પહોંચાય અનેકોમાં તત્કાલ
ન અતિથિ ન આગમન ફક્ત એ તરફ આજકાલ.”

જય પ્રભો... જય પ્રભો...

ઓગસ્ટ ૨૦૧૯



Flower Name: Lawsonia inermis
Mignonette tree, Henna
Significance: Energy Turned towards the Divine
The power of realisation offers itself in service to the Divine.

Tuesday 27 August 2019

સ્થાયી કરવાં નવતર પ્રવાહો...


કર ઢગલો, ભરી જૂની ઘરેડ રીત અભિગમ વિચારો
બિનઅસરકારક હવે, શોધ નવીન કર્તવ્યનો પાયો

ફલક બહોળો છે ને હવે વિસ્તાર અનંત છે વરતાયો
પુરાણાને દેવો જાકારો ને સક્રિય નવશક્તિને આવકારો

નવનિર્માણ, નવપ્રમાણ વાટ જૂએ કે કોઈ દે દેકારો
રિક્ત સ્થાન થયે શક્ય કરવો નવઉર્જાનો મહાવરો

અર્પણમાં મૂક્યો તો ન આડોશપાડોશમાં પથરાયો
નિર્મૂળ તો જ. નહી તો દેશે દસ્તક ફરી ફરી ઘટમાળો

રખેને હરીફરી ચુપકીદીથી અચાનક કરે પગ પેસારો
એ કરતાં ખુલ્લાં થઈ સ્થાયી કરવાં નવતર પ્રવાહો...

જય હો પ્રભો પ્રભો...

ઓગસ્ટ ૨૦૧૯


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Power in Service of the Future
Without haste, but sure of its success.



બસ! તત્પર હોવું રહ્યું ...



મા, તારી વ્યવસ્થા હંમેશ અલાયદી અનોખી
બસ! તત્પર હોવું રહ્યું અમલમાં મૂકવાને કોઈ

શાંત અલિપ્ત સક્રિયતામાં ઝીલી શકે જે કોઈ
હુબહુ ઉતરે, જે વર્તનમાં નિખારે વિશેષ કંઈ

ન હોવી રહે માંગ ખુદની કે શરતી ગણતરી
કે આશા ઇચ્છા ‘આ ને તે’ સમીકરણ ભેળી

ન ભૂતકાળ વિગતની શોધે આબેહૂબ પ્રતિકૃતિ
કે અપેક્ષિત કલ્પનાઓનું જડબેસલાક ભાવિ 

મળ્યું જે તેને ઉત્તમ માની ક્રિયાન્વિત કરવા અહીં
બોલ શું કહે છે અત્યારની સ્થિતિ, આ અનમોલ ઘડી?

આદેશ મા!

જય હો!

ઓગસ્ટ ૨૦૧૯





Flower Name: Combretum fruticosum
Burning bush
Significance: Organisation of Action in Life
Clustered, compact, its action is irresistible.

Sunday 25 August 2019

હળવે હળવે ખુલે ...



ખળભળાટ હો એકદમ બહાર
ભીતરે સમત્વ સતત મહાન
બેધારી નથી આ શૈલી. સભાન
સમતામાં દિવ્ય લઈ રહ્યું આકાર...

હળવે હળવે ખુલે વાતાવરણનો અંધાર
પડળોમાં સંતાયેલ ગાડરિયો વ્યવહાર
નિસ્તેજ એ, રહ્યો હતો સુષુપ્ત ક્યાંક 
થયો ત્રસ્ત હવે થકી દિવ્ય દબાણ...

ધીરજને દેવું મુખ્ય સ્થાન
સમર્પણમાં મૂકવું અત્ર તત્ર સર્વત્ર તમામ
ખોલવું દિવ્ય ચેતના પ્રત્યે સર્વાંગ
તેજ લિસોટો ગ્રસી લેશે અવતરતા ને સાથ.

પૂર્ણ થતું એમ દિવ્યનું કામ ને વધતો વિસ્તાર...

જય હો!

ઓગસ્ટ ૨૦૧૯


Flower Name: Cochlospermum religiosum
Silk-cotton tree. Yellow silk-cotton tree
Significance: Success in Supramental Work
The result of a patient labour and perfect consecration.

રતીભાર અશક્ય હવે...




જા મા! છુટ્ટો દોર છે તને
તું જ ઇચ્છે એ શક્ય છે હવે.

મક્કમ નિર્ધાર અમલીકરણનો એ પ્રમાણે
ને રતીભારનો ફેરફાર અશક્ય હવે.

વિકલ્પ નહીં એ જ બની શકે
બીજું કશુંય ક્યાં અંતરને પરવડે હવે.

ઘણું છૂપું, દરકાર વિનાનું જતું થયે
બેફિકર સામી છાતીએ પડકાર લીધો હવે.

સર્વે તારાથી ને તું જ જીવે
નથી વ્યક્તિ હવે કે સમાધાન, સાંધ પર નિર્ભર હવે.

સર્વેને પીરસે તું કરુણા પ્રસાદ ક્ષણે ક્ષણે...

જય હો!

ઓગસ્ટ ૨૦૧૯




Flower Name: Clerodendrum L. sp.
Significance: Divine Will Acting in the Inconscient
Is all-powerful even when we are not aware of it.


Saturday 24 August 2019

ને સમગ્ર તવ શું નીલું!


કાન્હા,
તું જ તો અહીં હ્રદયમાં
શાને મંદિર મૂર્તિ ઘૂમું વંદુ
ધડીક દ્રષ્ટિ ભીતરમાં
ને સમગ્ર તવ શું નીલું!

મા પ્રભુ હો સ્મરણમાં
અંતે કાન્હા કાન્હા જ સ્મરું
નામાવલી નગણ્ય નિષ્ઠભાવ જ્યાં
સર્વોપરી તું! તુજને જ બિરદાવું.

અષ્ટમી ઉજવાય લોકમાં
વૈવિધ્યસભર! વર્ષે વર્ષે રુપ નવલું
હર્ષ ઘેલી ભક્તજાત સંગ હું એમાં
પધારો કહાન! નતમસ્તક નમું...

શ્રીકૃષ્ણ કન્હૈયાલાલની જય...

પ્રણામ પ્રભુ! 

ઓગસ્ટ ૨૦૧૯


Flower Name: Eichhornia crassipes
Water hyacinth. Water orchid
Significance: Krishna’s Play in the Vital
In His midst it has all its charm.




Friday 23 August 2019

ખરું પડકારરૂપ!



દ્રઢ નિશ્ચયથી સમતા ને સમતાથી દ્રઢતા
એ મક્કમતાથી ઉચ્ચાર રોકાય
પણ એ મૌનમાં હોય સંવાદ ભરમાર
ફક્ત બાહર ન હોય વાર્તાલાપ...

એ જરૂર, જરૂરી મન:સ્થિતિ! બિરદાવ!
એક જરૂરી પગથિયું! નથી અશક્ય પડાવ.
યોગ્ય ક્ષણે ચૂપ રહેવું, શાણપણનું કામ.
ફક્ત ઉપર ઉપર સમતાથી સમાધાન...

ખરું પડકારરૂપ! નીરવ ને સહજ ભાવ!
સમત્વમાં આવી મળે નીરવતાનાં પાઠ.
ન ઉગે, ન ઊછળે, ન ઓચિંતા ઉદ્દગાર!
શાંત સંમિલીત એકાગ્રતા, અંદરબાહર, નિતાંત...

જય હો!

ઓગસ્ટ ૨૦૧૯


Flower Name: Iberis
Candytuft
Significance: Equanimity
Immutable peace and calm.

Wednesday 21 August 2019

ધરતી ઓઢે ચાદર લીલી ...




જોજનો લીલોતરી! ધરતી ઓઢે ચાદર લીલી
સંગે મબલખ તાજગી હરિયાળી ભીનીભીની

રંગ લીલો પીળો ને જાંબલી દીસે સપ્ત સમેટી
વૃક્ષ, છોડવાં કે વેલડી હરિત ચોમેર રળિયામણી

કૂંપળ મ્હોર ને ફૂટ નવી સજાવે એકએક ડાળખી
હવામાં મૂકે હળવી કૂણી સોડમ નવજાત સરીખી

મખમલી એ પોત ઓઢી ગગનને ઈર્ષાવે ભૂમિ
જાણે પાનખરે રિસાય! કોરી થઈ સંકેલે પછેડી

ધરા ખરી ખીલે લીલીછમ થઈ હરીભરી તાજી
પ્રકૃતિ જાણે સોળેકળાએ મયુરસમ થનગનતી...

ખરી પ્રભુ તવ કુદરત મોજીલી...

જય હો!

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Trifolium
Clover, Trefoil
Significance: Kindness of Nature
She is kind when she is loving.


જીવંત જાજરમાન...



જય જય દિવ્ય મા! 
બુલંદતવ જયજયકાર...

વિસ્તરો પ્રદેશ બહાર
ભૂમિને ખૂણેખૂણે અપરંપાર...

એક સવિશેષ તવ પ્રભાવ
નાવીન્ય પીરસે સદાબહાર...

ધરાએ નથી ચાખ્યો એ સ્વાદ
મુક્તિ સ્વાતંત્ર્ય જીવે દર ભીતર સજાગ...

દર જીવ સજીવ નિર્જીવ જમાત
મહી જીવંત દિવ્યતા જાજરમાન...

મુખર હો તવ દિવ્ય વાસ
ધરા ને ધરનાર, સધળાં શ્વસે  ધન્યવાદ...

જય હો...જય હો...

ઓગસ્ટ ૨૦૧


It can be said that any discipline whatsoever, if it is followed strictly, sincerely, deliberately, is of considerable help, for it makes the earthly life reach its goal more rapidly and prepares it to receive the new life. To discipline oneself is to hasten the arrival of this new life and the contact with the supramental reality. TM

Flower Name: Ocimum basilicum
Common basil, Sweet basil
Significance: Discipline
Sets the example and hopes to be followed.

Tuesday 20 August 2019

દિવ્યનો સનાતની શ્રુંગાર ...



તણખલું કે ઝગમગ તારલાઓ અપાર
દિવ્યચૈતન્ય પ્રવર્તે પ્રત્યેક મહીં સમાન

તસુ કે વિસ્તૃત અનંત ચોપાસ
દિવ્ય જ વિસ્તરેલ જોજનો અમાપ

તુચ્છ કે તુમારશાહી દમદાર
દિવ્યે દીધેલ વિપરીત વિરોધાભાસ

તૃણ કે તોતિંગ ખડકલા જાજરમાન
દિવ્યે ધડેલ દિવ્ય તણો સમકક્ષ સરંજામ

તાસ કે કાળાતીત શૂન્યાવકાશ
દિવ્ય સર્જિત માપણી ને અકળ માપ

તવંગર કે ધનવાન ધન્યે ધાન
દિવ્યે મૂકી વૈકલ્પિક રમત રાજ

સનાતન ઝંકૃત દિવ્યથી, ઝળહળા
 ને દિવ્યનો સનાતની શ્રુંગાર

જય પ્રભો!

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Hibiscus micranthus
Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.