Monday 31 March 2014

દર ક્ષણ કાર્ય તારું...

મા! દર ક્ષણ કાર્ય તારું
તું જ સુઝાડે રસ્તો; સુરક્ષિત, પહોળો
ને પરિણામ સ્પષ્ટ દેખાડે...

આ આંખ મીચીંને ચાલું
બસ! પૂર્વવિચાર છેદીને આગળ વધું
ને માર્ગ બનતો ચાલે...

આ ચકાસણીની ટેવ સુધારું
થવાનું હોય તો થશે જ એટલે આમ જ નીકળી પડું
ને બીજા વિચારો-ભાવો પડતા મૂકાવે...

આ ડગ-ડગ ધીમા, સંભાળથી મૂકું
ક્ષણિક અસમંજસ! અચાનક કંઈક આવતું-પ્રગટતું પુરાવો બનીને
ને બોલી કે બતાવીને ધરપત અપાવે...

આ લાગતી ખરબચડી કેડી કાપું,
એકદમ ત્યાંતો બહોળો, સમથળ, સુવ્યવસ્થિત માર્ગ જાણે વર્ણન સાથે દિશાસૂચન
ને નિર્ધારિત લક્ષ્ય સ્પષ્ટ થતું દેખાડે...

આ કેળવાતું જણ! મા! આ બધું લો મૂક્યું,
મોરલી એ ચાર-દસ નહીં, અનંતગણું ચારેદિશામાં વધતું
ને બસ! અવિરત; હવે તો, આવે...

આખા અસ્તિત્વના હ્રદયમાંથી પ્રણામ, આભાર!

-         મોરલી પંડ્યા

        માર્ચ ૩૦, ૨૦૧૪

Sunday 30 March 2014

‘The’ in All!...

Divine Grace!

The Gift to finite and infinite of All…
The Flow in depth and breath in All…
The Force in cells and dwells in All…
The Power in lead and deed in All…
The En-light in head and heart in All…
The Beauty in nature and creator in All…
The love in compassion and unconditional in All…
The Presence sweet and underneath in All...
The Consciousness in prime and syncronise All…
The Golden White Glow surround and inside in All…
The Blessings everlasting and overshadowing of All…

‘Morli’ bows to ‘The’ in All!

-         Morli Pandya
March 29, 2014



Saturday 29 March 2014

સંવાદિતા...


   સંવાદિતા!

હ્રદયમાંથી ઊગતી, ધો‌ધમાર વહેતી,
બે કાંઠાને જોડતી સુમેળ સરિતા...

પ્રેમ, લાગણી, કરુણા, મમતા, આભાર બધું પરિણમે એમાં
વિચાર, વાણી, વર્તન, દાનત, નિષ્ઠા, સચ્ચાઈ એકધાર થાતું એ વહેણમાં

મન-મગજના જગતમાં ભમતાં તત્વોનો છેદ ઊડાડી
ગેરહાજર વેર-ઈર્ષાવૃત્તિની જગ્યા ભરાતી આ સહજ વર્તનમાં...

પક્ષ-વિપક્ષ, વિઘ્નો, બંધનો, અંતરાયો, મર્યાદિત વલણોનું
બંધારણ ઓગળે એ પ્રચંડ ધોધ પછડાટમાં...

પોષણ પામે સુવાસિત સંબંધ સુદ્ઢ બનતો; મન-મત-મેળ,
અન્યોન્ય સન્માન, સહમત, સંમતિ ઊભરાય બંને કિનારે આ નદી વહાવમાં

જ્યાં જ્યારે દેખાય એ વ્યવહાર, અભિગમ, ઈરાદો વ્યક્તિમાં
માનજો મોરલી અવતરણ છે એ પ્રભુકૃપાનું, કોઈ ઉદ્દેશ સાથે, એ સ્વભાવમાં...

-         મોરલી પંડ્યા

માર્ચ ૨૯, ૨૦૧૪

Friday 28 March 2014

આજના યુવાનોને...

આજના યુવાનોને જીવી લેવા દો

તમારું જ મનમાં ફરતુ મળ્યું છે પહોંચવાને, સાકાર કરી લેવા દો!
એ એમનું સંકલ્પન બને ને અત્યારની આવૃતિ નીકળે એવું રાખી,
એમને એમના ભાવિના લેખક બની લેવા દેજો

એમને અત્યારની વયસ્ક પેઢીથી આગળ નીકળવા દેજો,
પણ પીઠે હાથ ને અંતર હાથવગું જ રાખજો, 
જરૂરે શોધે તો વહાલથી તાજા-માજા કરી, શુભાશિષથી પાછા જવા દેજો

મહેરબાની કરીને, તમારી પ્રતિકૃતિ બનાવી
એ જીવંત બીજ સમાન જીવનને ના વેડફાવશો,
ફક્ત જન્મ લીધો છે તમારા થકી એટલે બસ! ઊડવા દેજો

શું ખબર એ આપેલી મોકળાશ તમને પણ નવી તકો થકી અવકાશ આપે?
એમનું સ્વસ્થ, સફળ, સમૃધ્ધ, સલામત જીવન પ્રાર્થજો, કરી છૂટજો, શક્ય એટલું આપજો,
મુક્તિ ફક્ત મોક્ષ જ નહીં મોરલી’! શરૂઆત તમારાથી! માત-પિતા છો બસ! આપી દેજો


-         મોરલી પંડ્યા

માર્ચ ૨૬, ૨૦૧૪

Thursday 27 March 2014

No matter what...


No matter what Lord!
The human will survive…

The innate capacity of faithfulness, love
And trust for all
No matter how many times but will
     Sustain the humanity and keep divinity revive…

The ever granted blessings to get up
And move on at any point
No matter how many times but will
Progress in mankind and pass-surpass any undivinised bind…

The Omnipresent grace to evolve
And emerge anew
No matter how many times but will
Produce upgraded human race from the realm of Divine every time…

‘Morli’ thanks Lord!

-         Morli Pandya

March 27, 2014

Wednesday 26 March 2014

એકાગ્રતા...

એકાગ્રતા... 

મસ્તિષ્ક ઉપર કે છાતીમધ્યે, મા છબી-ચિત્ર-કલ્પના ઊપસાવી કરવું
સમય જતાં બધાં રંગો ભળી એક સફેદ વહેણ વહેતું

હ્રદયમાં માનું સ્થાન, ધ્યાન ઊંડે વધુ સબળ થાતું
પ્રેમ-કરુણા-માફીના રસ્તે બધું ધોવાતું-ઓગળવા લાગતું

ઊર્ધ્વ મસ્તિષ્ક પર ધ્યાન વધેને મનપ્રદેશો ખોલતું
આધ્યાત્મ જ્ઞાન; દિવ્ય શાંતિની સરવાણી ફૂટે ને પ્રભુકાર્ય પૃથ્વી પામતું

બંન્ને યોગ્ય અથવા કોઈ એક બેમાંનું;
અગત્યનું, મા-પ્રભુનું સ્મરણ-છાપ પર ધ્યાન કેન્દ્રિત રાખવું

તો પછી ઉપર-નીચે, વધતી-ઘટતી, ચેતના-ઊર્જા બધું માપસર સફેદ પ્રવાહમાં રક્ષાતું
મા-પ્રભુ પણ ઈચ્છે સંવાદિત-સંપન્ન-સબળ-સમૃધ્ધ જીવન ધરતી પર સફળ બનાવવું

સાધક-ભક્ત જો ખુલ્લો પ્રતિ ક્ષણ તો, અરસપરસનો સંનિષ્ઠ પ્રેમ મોરલી
કેવું કેવું, શું-શું અદભૂત અકલ્પ્યમાનવજીવનમાં ને માટે શક્ય નાવતું!


-         મોરલી પંડ્યા

માર્ચ ૨૫, ૨૦૧૪

Tuesday 25 March 2014

જીવનો જીવનક્રમ...


આત્મા હંમેશાં પ્રભુને વરેલો, પ્રભુ શરણું માણતો!
એ તો ઉછેર ને એના આધારે ગંઠાતા વલણોને કારણે
વચ્ચે ચણાતી જડ-જાડી દિવાલોમાં અટવાતો

બાળપણમાં શારિરીક સાથે માનસિક-ભાવનાત્મક દરકાર અને
આધ્યાત્મિક અભિગમનો આધાર, સંગાથે પ્રેમ-શ્રદ્ધા જુએ વડીલ વર્તનમાં
તો એ વાતાવરણથી પણ જીવનો જીવનક્રમ રચાતો...

એ જોયેલું ને સમજેલામાંથી કર્મનો આધાર બનતો,
ક્રિયા-પ્રતિક્રિયા-પ્રતિભાવની પાછળનો ઉદ્દેશ બનતો,
આ જ બધાથી મન, બુદ્ધિ, પ્રાણ, હ્રદય સ્વાસ્થ્યના કારણો બનાવતો

ના સમજાતું જેને; એ એક કે બીજામાં એનું દોષારોપણ ને
ભાગ્ય-પાપ-પુણ્ય પર નાખી ભાગતો ફરતો
ટૂંકો-મર્યાદિત-ક્ષણિક ઈચ્છાતૃપ્તિનો રસ્તો અહં સંતોષતો શોધતો

વારંવારના પ્રયોગ પછી એ આંતરિક અણખણની; જે આત્મા સંકેત; અવગણનાનું કારણ મેળવતો...
પછી તો જન્મોજન્મ મનચક્કરમાં ભમતો, ભ્રમ-આભાસમાં જન્મો વિતાવતો,
ઉપરથી મોરલી કેટલા જન્મો લેવા પડશે? - એ ભાવિ નિશ્ચિત બનાવતો

પ્રણામ પ્રભુ!


-         મોરલી પંડ્યા

માર્ચ ૨૫, ૨૦૧૪

Monday 24 March 2014

In your presence…

Mother! 0 Sweet Mother!
I’m just at rest and peace
In your presence…

Power; gets the mind and
Thinks kind and positive thoughts throughout…

Power; gets the heart and
Feels compassion and forgiving emotions throughout…

Power; gets the body and
Fills health and beauty in the structure throughout…

Power; gets the self and
Evolves with your blessings and Divine grace throughout…

So much Love ‘Morli’ and
Thanks my loving Mother!

-         Morli Pandya

March 23, 2014

Sunday 23 March 2014

એ જ રક્ષાકવચ!...

મા! તને આમ તું કહું એ જ રક્ષાકવચ!

આમ વાતવાતમાં તું સ્મરાય ને હળવા થવાય એ જ…

ગમે ત્યારે, એકાગ્રતામાં દોડીને પહોંચાય સાચે જ તારી પાસે એ જ…

જવલ્લે જ અટવાઉં ને તું સુઝાડે રક્ષણ માગવાનું તારું એ જ…

ક્યાંક ક્ષણિક અર્ધ જાગ્રત પળે; સાંભરે કે આતો છેદ પડશે ને કવચ તોડશે એ જ…

દેખીતી નબળી પળે, કોઈને સથવારો તારા સ્મરણ સાથે આપું એ જ…

એવાં  કેટકેટલાં પ્રસગો ને ક્ષણોમાં આપણ બંન્નેને સાથે જોઉં એ જ…

મા! તું મારી સાથે ને તું પણ મને સાથ આપે,મને ગણે એ જ ‘મોરલી’ રક્ષાકવચ!

- મોરલી પંડ્યા
  માર્ચ ૨૨, ૨૦૧૪