Thursday 30 April 2015

Your peace...


Your peace prevail
Irrespective of
Region, religion or race!


Your peace penetrates
Irrespective of
Mind; mute or mitigated!


Your peace sustain
Irrespective of
Being, creature or rooted!


Your peace emanate
Irrespective of
Instrument; one or other stage!


Your peace reciprocated
Irrespective of
Atmosphere, nature or sacred!


Your peace maintains
Irrespective of
Calamity, terror or blood stain!


Lord... oh Lord... hour of peace
With due respect to
Your system, cycle and balance!


Lord loved and bowed 'Morli'... 

-         Morli Pandya
May 1, 2015


 

Wednesday 29 April 2015

Lord laughs...




Lord laughs with own creation
By putting ego in human vital!


One for long, to abhor trouble
Till out of the blue, get understood!


One for long, take long rout due
Till gets whole, bird's eye view!


One for long, shuttles in and out lue 
Till sharp enough to see through!


One for long entraps to live undue
Till enabled self becomes immune!


One no longer but stays attune
Forever 'Morli', spreads divine perfume! 


- Morli Pandya
April 29, 2015


Tuesday 28 April 2015

પ્રભુ બાળ...



પ્રભુ બાળ જ્યારે જન્મ ધરે છે,
દિવ્ય સેતુ ધરા અંબર જોડે છે,

મમતા નવસ્તર સમજમાં ખુલે છે,
પિતૃ સ્થાન શુદ્ધ ક્ષમતા ભરે છે,

આવાસ લચીલું વાતાવરણ બને છે,
આગમન માટે સ્વચ્છ તાકાત મૂકે છે,

કંઈક જુદી જ સ્થિતીમાં જન્મદાન મળે છે,
અનેરા તેજ ને અદ્રશ્ય આભામાં હોય છે,

અનન્ય જીવતર સાથે ઘડતર મેળવે છે,
ઊચ્ચ ઊદ્દેશમાં જીવન પરિણમે છે,

પ્રભુકાર્ય લક્ષ્ય, આત્મવિદિત હોય જ છે,
જીવન એને 'મોરલી' અવસર બની રહે છે.

- મોરલી પંડ્યા
એપ્રિલ ૨૮, ૨૦૧૫
  

Monday 27 April 2015

...Every atom content...



In your peace, Mother
Every atom content,
Non reactive yet active,
Unique chain of presumption,
Vision! In lead of action!


A new track and motion
Combine effort and coalition
Of Lord and man, a single union!
Clear every stage and level
Surpasses each bump and diversion!


Yet man in soaked peace
Humble, grounded at Divine feet
Any end, no more defeat
But a step towards benefit
Of evolving instrument 'Morli' perfecting...


- Morli Pandya
April 27, 2015



Sunday 26 April 2015

પ્રભુ, ક્ષણ એટલે?


પ્રભુ, ક્ષણ એટલે?

શૂન્ય ને પૂર્ણ, બિંદુ ને સમસ્ત,

વિસર્જન ને સર્જન, ઉદય ને અસ્ત,

અલોપ ને સમક્ષ, સાક્ષાત ને અદૃશ્ય,

પ્રગતિ ને મુકામ,પ્રવાહ ને પરિણામ,

સહજ ને સક્રિય,પ્રક્રિયા ને ઓળખ,

શીખ ને શાણપણ,અંતઃસ્થ ને પ્રગટ,

સંદર્ભ ને સ્ત્રોત, ગ્રહણ ને પ્રેરક,

સ્મરણ ને સંધાન, સાજ્ય ને સમર્પણ,

ભક્ત ને ભોક્તા મોરલી ઈશી ને ભક્તિ...

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૨૬, ૨૦૧૫

Saturday 25 April 2015

Life tells...


Life tells us something...
If listened carefully,
It's best trouble-shooting!


When felt behind,
No way seen forwarding,
For sure sign,  life conveying!


Hold self; in searching,
Dig within contemplating,
Sure find reason of cause ending!


If intense feel of 'self' loosing
Then certain it's ego ring
Surrounded with false believing!


Let it go from life
Release and let it merge in time
Fill and feel free 'Morli' life time!


- Morli Pandya
April 25, 2015


Friday 24 April 2015

શક્ય નથી...શાંતિ વસવી...



શક્ય નથી પ્રભુકૃપા વગર, શાંતિ વસવી,
ક્યારેય લૂંટાતી નથી સ્થાપિત થઈ પછી!

ઘર કરી શકતી નથી એ, મથતાં મનથી કદાપી,
સ્પર્શતી નથી, ગણગણતી મતિ પણ એને પછી!

કોઈ ખતરો નથી જ્યાં છે એ પ્રભુમરજીથી બેઠી,
ભંગ કરવાનો ગમે તેટલો હોય ઈરાદો કે વૃત્તિ પછી!

રોકી કોઈ શકતું નથી જ્યાં એકવાર હ્રદયે વસી,
છૂટતી નથી સ્વરૂપથી, હોય ગમે તે પરિસ્થિતી પછી!

કશાયની તોલે મૂલવાતી નથી એ હાશકારી સ્થિતી,
પહેલાં જેવી ક્યાં રહે છે સંસાર દ્રષ્ટિ પછી!

ક્યારેય સમજાતું નથી જીવનમુલ્ય પહેલાં આવું કદી,
ને કશુંય સમજવાનું રહેતું નથી, 'મોરલી' એ પછી!

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૨૪, ૨૦૧૫

  

Thursday 23 April 2015

Stay... within, without...


Stay aware! within, without,
With and in surround!
Wrapped with love and
Inner peace in-plugged!


Stay gathered! within, without,
Apart and part way, from around!
Act with love and 
Inner peace engulfed!


Stay centered! within, without,
For blink and entire in Now!
Approach with love and
Inner peace let cover!


Stay infant! within, without,
For life and to be alive!
Constant with love and 
Inner peace 'Morli' comprise!


- Morli Pandya
April 23, 2015



Wednesday 22 April 2015

મન ઈચ્છ્યું, મથ્યું...


મન ઈચ્છ્યું, મથ્યું, મઢ્યું તે અપરા!
આરપાર વિંધાય, પશ્યાત પરા!

ચૈતન્ય ઊતારે ત્યાંથી ચેતના!
સાંધે ચૈત્યાત્મા સંગે, જે દેહમાં!

દિવ્ય જ્યોતિ અખંડ સ્થાન જ્યાં!
પ્રજ્વળે તેજે પ્રભુ-સ્થિત-આત્મા!

દૈવી દિવ્ય તરંગ સભર જ્ઞાનવર્ષા!
પ્રસરે દેહે, અનુભૂતી મયી ઈશ્વરા!

પ્રગટે પ્રભુકર્મ, બને અન્ય પ્રેરણા!
આધાર વધુ ગહન, પરમ ઊંડાણમાં!

અપરા-પરા સમાંતર શક્તિ ધારણા!
મનપ્રદેશ સંગે યોગ્ય અસ્તિત્વ સાધના!

પ્રભુ ઊંચકે યાચકને અખિલ બ્રહ્માંડમાં!
બનાવે પૂર્ણકરણ 'મોરલી'ને દિવ્યઈશા!

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૨૩, ૨૦૧૫


Tuesday 21 April 2015

Yes Ma... This is reality.



Yes Ma...
This is reality.
Where one does,
Affirm, believe and 
Wait with hope, not!

But experience first, 
With aware thanking
Then knowledge chain
Reveals and belief
Gets firm and solid!

Instrument just open,
In mind with clear
Thought and image
Empty in wish, want, why!
Simple in state of be!

All progressive thus,
With productive ground,
All obstacles surmount
In Divine presence 'Morli'
With surrender profound...

-         Morli Pandya
April 21, 2015 

Monday 20 April 2015

ખરાં અંતર...



ખરાં અંતર મનનાં લાગે
જો મનભેદમાં જકડાયાં તો!
પડોશી પણ જોજનો દૂર
જો પૂર્વગ્રહની પકડ હોય તો!

મીઠાં વચન ધારદાર લાગે
જો વ્યંગથી છોડાયાં તો!
કાઠાકહેણ પણ સૂર દૂર
જો દરકાર ભરેલ હોય તો!

સંબંધમાં હળવાશ લાગે
જો સમન્વય અન્યોન્ય તો!
સંભાળ પણ ઠાલી ખાલી ક્રૂર
જો અવિશ્વાસ લપેટી આવે તો!

આ જીવન બહુ ટૂંકું લાગે 'મોરલી'
જો હ્લદયથી જીવાય તો!
ચંન્દ્રયાત્રી પણ ડગલું દૂર 
જો લાગણીથી સંધાયાં હોય તો!

- મોરલી પંડ્યા
એપ્રિલ ૨૦, ૨૦૧૫

 

Sunday 19 April 2015

Even after giving...


Even after giving your best
Things go, get wrong
Just leave it there, whatsoever
Move ahead in your self…


Let the whole episode, parties
In that moment of time
Stay non-judgmental, un-bittered
In best intention, let it stay…


Time and your good vibes
Best remedy for yet unforeseen
There are forces that make,
Things in insight and heal…


Once done, will chase you
If still moving and living pure
Un-dirt, un-wait and indifferent
Time 'Morli' flow together again …


- Morli Pandya
April 19, 2015

Saturday 18 April 2015

"થાક્યો-હાર્યો-કંટાળ્યો"...


"થાક્યો-હાર્યો-કંટાળ્યો"
ભાવ મહીંથી આવતો, 
માનજો એ પ્રાણ અહંભર્યો
છે શબ્દો બોલાવતો!

ક્યાંક કંઈક મોટા સ્તરનો, 
અહંકાર છે ઘવાયો! 
સમજમાં નથી હજી કે 
મારો જ પ્રાણ છે નંદવાયો!

જાત મંજૂરી મળી એને 
એટલે બંડ છે પોકાર્યો! 
યેનકેન પ્રકારે, જીવને 
હાવી થવા છે મથતો!

એ ખોખલું રુદન, સ્વસ્થ 
ઊછરેલો આત્મા છે પિછાણતો! 
ફેકતો શોધી છૂંદીઅહંને ને 
પ્રાણમાં સ્વાસ્થ્ય ભરતો!

અનુમતિ; હ્રદયમાં ને પ્રભુપ્રેમમાં, 
જે જણ એ બળ છે, જાણતો, 
ફરિયાદઆત્મતત્વ વિપરીત! 
તો હંમેશ સ્થિર પ્રગતિ પામતો!

જ્યાં ઉદ્દેશ જ દિવ્ય-કાર્યો 
ત્યાં મન-પ્રાણ ક્યાં નવરો? 
સર્વ કંઈ લક્ષ્યભેદ તાકતો  ને 
'મોરલી' હર દમ બસ! સરવાળો...

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૧૮, ૨૦૧૫



Friday 17 April 2015

Let this...be...by You!


Oh Lord…Oh Mother…

Let this world be guided by You!
Let every atom be decided by You!


Let wind particles filled with You!
Let every breath inhales air of You!


Let earth granules conceal with You!
Let every step be firm, touch of You!


Let water drops remain pure as You!
Let every sip penetrates purity of You!


Let divine nectar absorb through You!
Let every part 'Morli' united in You!


- Morli Pandya
April 17, 2014


Thursday 16 April 2015

ખરું તારું સાધના...


મા...

ખરું તારું સાધના શસ્ર!
સંસાર પોતે જ સક્ષમ ક્ષેત્ર!
સંજોગ, ક્ષણ કે સંબંધ,
પ્રત્યેક પોતે જ ઊત્તમ સ્ત્રોત!

બસ! સર્વભૂમિકામાં કર્તવ્યનિષ્ઠ,
અર્પણ નિઃશેષ શક્ય-તી-શક્ય,
ચેતના પ્રતિ સદા ખુલ્લો સંપુર્ણ,
સંસારી એટલો તમ હ્રદયસમીપ!

અચૂક નેક, ન ભાવ શુષ્ક ,
સંતુલિત સ્થિતપ્રજ્ઞ દરેક સૂર,
ઊદરે સમતા ને ઊરે પુર,
સંસારી બને તારો સાધક નિપૂણ!

જીવન પ્રભુભેટ, પળપળ રુણ,
બધું પ્રભુને ને પ્રભુમૂળથી જ બધુંય,
સ્મરણ એનું, એનું જ સર્વસ્વ!
બેડો પાર 'મોરલી', ને પ્રભુપ્રભુ સર્વત્ર!

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૧૭, ૨૦૧૫

Wednesday 15 April 2015

ભલે જીવે સમય...



અંકાતાં સમયને આપો સમય!
વિવિધ રૂપ-રીત-સ્તર-માધ્યમનો!
ભલે જીવે સમય, એનો સમય...

રેત કે કાંટાનો પહેલો!
માપદંડ માપતો-સરકતો-ઘૂમતો!
ભલે જીવે સમય, એમાં સમય...

ઈતિહાસ જીવતો બીજો!
વિગત-વિધીમાં ઘૂમાવતો-પકડતો!
ભલે જીવે સમય, એ રીતનો સમય...

સજાગ મનનો ત્રીજો 'મોરલી'!
વિક્ષુબ્ધ સાધન, અવશ આધાર દેતો!
પછી ભલને જીવ્યા કરે સમય, એનો સમય...

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૧૫, ૨૦૧૫