Thursday 30 April 2020

વારસાનું ... વિજ્ઞાન ...


વારસાનું પણ વારસાગત વિજ્ઞાન
ખરો વારસો આત્માનો ઇતિહાસ 

જીવ જીવતો દર જીવને ઉદ્ધાર કાજ
ગોઠવતો જીવતર જેમાં વૃદ્ધિવિકાસ

ઘટનાઓ જ બનતી માધ્યમ માર્ગ
જીવને કેળવવા ભજવતી ભાગ

વિવિધ સંજોગ પરિસ્થિતિ ઘટમાળ
થકી ઘડાતો દર જીવ દર જન્મ દરમ્યાન

એ જ એનો ગણાવો રહ્યો ફરજ અધિકાર
ખુદ પોતે જ પોતાનો પૂર્વજ ને સંતાન

ગતભવોનું શીખેલું મૂકે અમલમાં દરવાર
જેમાં આગવી ભાત ને પોતીકી અનુપમ છાંટ

ને બાકી રહેલું હળવે હળવે શીખતો સાધ્ય
સર્વાંગ પ્રગતિ ભણી સદા તત્પર તૈયાર...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Viscum album
Mistletoe 
Significance: Sign of the Spirit
The Spirit says, “I am here”.

Wednesday 29 April 2020

નવો તાસ ...!


જમીની હકીકતને જડી રહી ભરવાની રહે ઉડાન
આ પૂર્ણયોગની રીતિ સરળ સહજ આસાન

ક્યાંક મનવાદળ રચી ગાયબ થવાની ન વાત
કે ન કઠપૂતળી સમ ભાવવિભોરતામાં કરીને નાચ

કે તીક્ષ્ણ રુક્ષ ને ફક્ત બુદ્ધિનો ન ઠાલો પ્રચાર
કે અસ્ખલિત વાચાનો છીછરો રચ્યોપચ્યો દેખાડ

ન શારિરીક શૌષ્ઠવ થકી પ્રદર્શિત મોહક તાકત
કે નથી વ્યાસપીઠ રચી સંમ્મોહિત કરવો સમાજ 

વ્યક્તિએ ખુદમાં ધરવાનો રહે દિવ્યનો નિવાસ
ને એ ઇન્દ્રિયોને ઘડતરનો શરુ થતો નવો તાસ

સંપૂર્ણ સભાનતા સમાનતા સમત્વને સન્માન
કોષોમાં શોષી જીવવો રહે દર ઘડીનો કાળ

ને પ્રભો સતત શ્વસે મનુષ્ય થઈ મનુષ્ય સંગાથ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Campanula medium
Canterbury bells, Cup and saucer
Significance: Joy’s call
It is modest and rarely makes itself heard.

Tuesday 28 April 2020

એ અંદરે બેઠાં...!


બાહ્ય પરિસ્થિતિમાં ન આવે બદલાવ
ઝઝુમવાથી કંઈ નહીં થાય દિનરાત
ભીતરે જઈ જો! શોધ કારણ, પિછાણ

આંતરિક વાતાવરણ સક્રિય, અજાણ
કેળવણી વગરનું, બૂમાબૂમ ફરિયાદ
ત્યાં છૂપો અસંતોષ જે કરતો દબાણ

કૃતજ્ઞતા હોવી સમાંતરે, કૃતજ્ઞી સભાન
સુષુપ્તનાં રટણ સંવાદો કરતાં બરબાદ
બાહ્યે મૂક ધરે પણ અંતરને પાયમાલ

ચેતવું! એ અંદરે બેઠાં અસુર વિનાશ
વિનાઅવાજ, હાજરીથી ચલાવતાં હથિયાર
અર્પણમાં મૂકવાં એકોએક માની આભાર

એ હતાં તો સમજાયું એક જરુરી ચડાણ
બની પગથિયું શિખવ્યાં ઉર્ધ્વનાં તાસ
વહેતો કર્યો વધું ઉંડે સુધી અવતરતો પ્રકાશ...

પ્રભો પ્રભો...ખરો ખરો ધન્યવાદ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Codiaeum variegatum
Croton
Significance: Power to Reject Adverse Suggestions 
The power that comes from conscious union with the Divine. 

Monday 27 April 2020

ચેતનાનો આ એક પ્રકાર ...

 

કશાયમાં નહીં ને છતાંયે બધાંમાં! એમ થાય છે
ચેતનાનો આ એક પ્રકાર ચેતનાથી જ જીવાય છે

કશુંય અડ્યા અટકાયા વગર પસાર થાય છે
સફરનાં વટેમાર્ગુ સમ વહેણ શું! વહાય છે

જ્યાં જરુર ત્યાં જરુર જેટલી ભીનાશ છોડાય છે
બદલામાં કશુંય નહીં, ગણિતવિહીન વધાય છે

વધ એનો ક્રમ! બધું જ ચીટક્યા વગર જાય છે
ગમતું અણગમતું સહસા સહજતામાં સમાય છે

એક પછી એક સ્તરો સંમ્મિલીત શોષાય છે
મન મતિ દેહ પ્રાણ-નું બંધારણ સંસ્કરણ રચાય છે

ઉત્તમ ઉદ્દાત સર્વોત્તમ પ્રતિ અહીં વૃદ્ધિ લહાણ છે
ચેતના જ પોતાને પોષતી, આવરતી ભણી સર્વાંગ છે

એક હદ ઓળંગ્યા પછી માનવ તો ફક્ત સહાય છે
આધાર કહેવાતો! દિવ્યચેતના જ ખરી અમલદાર છે...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Power of Consciousness
All the powers of controlling and governing the lower movements of inconscient nature.

Sunday 26 April 2020

ભીતરમાં બેઠાં ...


જિંદગી પ્રતિનું ધ્યાન જ મૂકી દે અંદર ક્યાંક
પ્રત્યેક પરિસ્થિતિમાં હઠ ધરી પકડી રાખ

સંજોગ ગમેતે! અંત:સ્થિતિને દે પ્રાધાન્ય
અંદર જ શોધ અનુકૂળ માંગતો જવાબ

અહીં-તહીં આ-તે... માં ન ખોળવો પર્યાય
વળગી રહેવું “મળશે અંદરથી જ ઉપાય”

જકડીને જડી દેવું કે “ખુદનો ખુદ ઉપચાર
ભીતરમાં બેઠાં છે કંઈક અલાયદાં માર્ગ,

બસ! ઊંડે ઉતરી તપાસવાની જ વાર
ને છતું થશે અલભ્ય જ્યાં સઘળું આસાન

આંતરવિશ્વમાં ગજબની ગૂઢ ઠોસ તાકાત
વૈશ્વિક વર્તુળોમાંથી જગવી ખડા કરે નવ નિર્માણ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Tradescantia zebrina Zebrina pendula
Wandering Jew, Inch plant
Significance: Quite Strength in the Vital
Does not like to attract attention.

Saturday 25 April 2020

અસ્તિત્વ સત્ વિશાળ ...


ભીતરે વસે અસ્તિત્વ સત્ વિશાળ
પરે સ્થૂળ સુક્ષ્મ મનમતિ દેહ પ્રાણ

અહો! અતિ દેદીપ્યમાન જાજરમાન
અનંતોથી અસંખ્યોમાં બિરાજમાન

સ્થાયી અટલ અવિચલિત વસવાટ
સક્રિય ભાગીદાર, સાક્ષી ને સમ્રાટ

નિહાળતો સીંચતો પોષતો ગતિમાન
વિશ્વરૂપ જાણે, પ્રસરેલ! અહો મહાન!

આલિંગને રક્ષતો સર્વે ભાન કે અભાન
રૂપ અરૂપ સંદિગ્ધ સતર્ક કે વિદ્યાવાન...

વંદન વંદન પ્રભો...તવ સ્વરૂપ અકળ અમાપ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Lupinus
Garden lupine, Lupine
Significance: Stages to the Supreme
We will go through as many stages as necessary, but we will arrive. 

Friday 24 April 2020

અંતરની ઓળખ ...!


આંતરિક અંતરને ઓગાળ
નિકટતા ને દૂરી બંને ખર્ચાળ

ઉર્જાનો ભરીભરીને કરે ઉપાડ
અંતરની ઓળખને સમજી જાણ

બંને ખેંચતા વલણો ને પડાવ
માંગતા સમય, મનોસ્થિતિ ને ભાવ

સંબંધોમાં સ્થિતિસ્થાપકતા ને વહાવ
જરુરી લચીલાપણું ને ન આત્યંતિક સ્થાન

પછી હોય સજીવ નિર્જીવ સ્થળ કાળ
કશુંય ન ગ્રસતું કે ટકતું રહે આંતરે વાસ

પક્ષ ભેદ ભાગ પરિઘ પ્રકાર આકાર
બધા સમજને દેતાં ગુણાકાર ભાગાકાર

એ વાડા પાસા તો બિનજરુરી નિર્માણ
ભૌતિક મહત્ત્વ, આંતરિકને ન દરકાર

અંતરે અંતર પ્રતિ રહેવું સ્વચ્છ સાફ
વહેતાં વહેણમય અવતરણ પરત્વે નિષ્ઠાવાન...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Ipomoea cairica
Railway creeper
Significance: Detachment from all that is not the Divine
A single occupation, a single aim, a single joy-the Divine.

Thursday 23 April 2020

ભયને ભયભીત કર ...



ભયથી ગમગીન થયાં વગર ભયને ભયભીત કર
બુદ્ધિથી વિચ્છેદ કરી ભયની તીવ્રતાનો કરવો વધ

વિભાગ વિશ્લેષ્મને કાર્યાંન્વિત કર રાખી અગ્ર
સર્વપ્રથમ તો ભયનો ચહેરો ખોળી નવેસરથી ઓળખ

ક્યાંક ઊંડે ભૂતકાળની કોઈ કડી સાથે મળશે સગપણ
હશે એ કોઈ પ્રસંગની યાદ, સંવાદ, છાપ મનપટ પર

ભલે માનસિક, પણ જાણે, હાથથી ચૂંટી કર અલગ
ને જડી દે એનું સ્થાન કાયમી કોઈ કૂડાદાની મધ્યે તદ્દન 

બે-ત્રણવાર આવે ફરી ફરી તો એ જ વિધીથી વરત
સાક્ષી તટસ્થભાવે બહારથી આવતા વટેમાર્ગુ તરીકે નીરખ

ભાવ શમી જશે ત્યાં જ જ્યાં ન કોઈ આવકાર કે અસર
મનબુદ્ધિથી ઘડવું આંતરિક તંત્ર સાબદું ને રક્ષિતકવચ

આ થયું એક સ્તરનું નિરૂપણ...
સ્થૂળનું સુક્ષ્મ પ્રબંધક...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Amaranthus caudatus
Love-lies-bleeding, Velvet flower, Tassel flower
Significance: Fearlessness in Action
Manifold, unfettered and fearless.

Wednesday 22 April 2020

એમ એકત્રિત રહેવું ...


ન સ્પંદન ન વિચાર
ન એષણા ન ઉદ્-ગાર
એમ એકત્રિત રહેવું એકધાર

ન ઉપસવી છાપ ન ધ્યાન બહાર
ન સંવાદ આંતરિક કે બાહ્ય
એમ એકત્રિત રહેવું એકધાર

ન ભ્રમણોમાં ન ભ્રમણાં આધાર
ન થોપતું ન પ્રયત્ન ભાન
એમ એકત્રિત રહેવું એકધાર

ન મૌનમાં ઊમટતાં આકાર
ન માંગણીઓમય ભમતાં ભૂતકાળ
એમ એકત્રિત રહેવું એકધાર

ન પીડા પ્રભાવ ન ઉચાટ
ન લાગણી ધોધ ન વિચલિત ગાંઠ
એમ એકત્રિત રહેવું એકધાર

ન શરીર અશાંત ન ઉગ્રભાવ
ન ચંચળ ચિત્ત ન ઈચ્છતું ભાવિમાર્ગ
એમ એકત્રિત રહેવું એકધાર

એક સમયમાં એકસાથ
એકાગ્રતા દેતી અદ્-ભૂત પાઠ
અસ્તિત્વને મળે ઉર્જા સ્વાસ્થ્ય સૌગાદ 

એકત્રિત રહેવું એકધાર...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.

Tuesday 21 April 2020

ન રહેવું ... બની યાદ ...


સ્વપ્નો જ્યારે મનસપટ પર છોડે છાપ
અર્પણ કરવાં રહે વિના એકપણ વિગત બાકાત

એ પ્રવેશ્યાં હોય છે જીવવાં ધરતીકાળ
એક પ્રકારનો ગણવો એ બિનજરુરી પગપેંસાર

ઓગાળવાં રહે એ ધટનાક્રમ ક્રમવાર
જે કંઈ ઉપસે એ લગતું, સોંપવું વિના મમળાવ

ગમતું ન ગમતું ભયાવહ કે કોઈ તાર
જે કોઈપણ પ્રદેશનું, ન રહેવું દેહમાં બની યાદ

એ છોડે જે તે અસરો બની જીવન સાચ
ગૂઢ સ્તર પરનાં પ્રભાવો રોકવાં રહે, અર્પણ પર્યાપ્ત

માનવમન કરે એકત્રિત ઘણું ઘણું બેબુનિયાદ
ન અવગણવું, ન જમા થવું, એ વિપરીત વૃદ્ધિ વિકાસ

પ્રભો...રક્ષક ને કરતો જરુરી ઓગાળ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Aloe vera
Barbados aloe, Curacao aloe, Medicinal aloe
Significance: Dreams
One can learn much by observing one’s dreams.

Monday 20 April 2020

ઓળખ-ઇતિહાસ હજી બાકી ...


કણનો ઓળખ-ઇતિહાસ હજી બાકી
વિજ્ઞાન નથી પહોંચ્યું ત્યાં સુધી

મનબુધ્ધિએ શોધ્યું  મૂળ જાણી 
કે વૃક્ષમાંથી વૃક્ષ જ થાતું અંકુરિત

હજી એક સ્તર વધુ ગહન ભણી
જયાં વિજ્ઞાનને પહોંચવું બનશે કઠિન

શોધવું રહેશે ચેતનાથી અનુભવી
ફક્ત મતિજ્ઞાન છે એ માટે મર્યાદિત

ચૈતન્ય અવતરણ જે શકશે ઝીલી
પુરસ્કૃત થશે એ શોધથી એ વૈજ્ઞાનિક

એ વ્યક્તિ વિશેષનો જન્મ જ લક્ષનિર્મિત
એ શોધ દેશે જગને નવદ્રષ્ટિ ને સર્જન વૃષ્ટિ...

ભલું થજો એ જીવનું...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Sanchezia speciosa
Significance: Foresight
A perception that is under the Divine Influence.

Sunday 19 April 2020

રખેને ... એક પણ ...!


અનુભૂતિઓ વિવિધ પ્રકાર
ભાવ દર્શન પ્રદર્શન કહેણ જ્ઞાન
પણ રખેને અટકી એક પણ માણ!

એ દેતી સંકેત પરત્વે જે તે પ્રવાસ
સ્તર સ્ત્રોત અવસ્થા થકીનો પ્રભાવ
પણ રખેને અટકી એક પણમાં તણાવ!

અઢળક ને અનેકોની જા-આવ
માનીને ચાલ એ નિયમ, એ એનું કામ
પણ રખેને અટકી એક પણને મહત્વ આપ!

વંદનીય જરુર, ને પ્રત્યેક ઉચ્ચ પ્રમાણ
અભિભૂત કરી મૂકે મન મતિ દેહ ને પ્રાણ
પણ રખેને અટકી એક પણને દે દિવ્યનું સ્થાન!

અલગ ન રહેવી કે ન અનુભવ પર્યાય
જ્યારે શમે અનુભૂતિ ને અસ્તિત્વનો અલગાવ
ત્યારે જાણજે જીવન ને દિવ્યતા જીવંત આચરવા પ્રભુકાર્ય...

પ્રભો... 

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Power of Effort (Effort of Auroville)
Efforts well-directed break down all obstacles.

Saturday 18 April 2020

વરસે ભવાટવી પર્યન્ત ...



શુદ્ધિ પશ્યાત પઘારતી પ્રસિદ્ધિ સમૃદ્ધિ અલગ ને ઉત્કૃષ્ટ
મહાશક્તિ પોતે ધરે સાક્ષાત્ વરસે ભવાટવી પર્યન્ત અતુલ

ધરે રૂપ જે જે કાળે જે તે ગતિએ, ભૂમિ અર્થે સુપથે જરુર
જે આત્મા એ ધારણ કરી શકે, સશક્ત ને કેળવણીપૂર્ત

ગતિ આત્માની ને સકળ ઉત્કર્ષ કાજે મળે સુમેળ યુક્ત
તે ક્ષણેથી શ્રી અદિતિ વસી રહે એ ઉરે સંનિધિ જાગૃત

બહુગામી પડાવ ઓળંગે જીવ જ્યારે પ્રવેશે શુદ્ધિ સુકૃત 
મહેશ્વરી શ્વસે નરી. માનવીય એષણા, આવશ્યકતા નિર્મૂળ

શુદ્ધિ ખોલી રાખે ઉર્ધ્વગામી શુદ્ધ બારી અફાટ મજબૂત
નીતનવીન અનંતગણું વરસી રહે સ્થૂળ કે સુક્ષ્મને અનુકૂળ

અહો દિવ્યતા...વંદન વંદન તવ વિધી અદ્-ભૂત!

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Dendranthema Xgrandiflorum 
Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.