Saturday 11 April 2020

નીરખ...


હે માણસ,

પશુવૃત્તિ ડોકાઈ જાય
તો શમાવી માનવઆવૃત્તિ જણ
હે માણસ, તું તને નીરખ...

વામણી આઝાદી ઉજવાઈ જાય
તો હડસેલી અન્યો પ્રતિ દરકાર પરખ
હે માણસ, તું તને નીરખ...

નાતજાત વંશવારસામાં મ્હાલી જવાય
તો મુલત્વી રાખી મર્મકર્મથી મહાત કર
હે માણસ, તું તને નીરખ...

લક્ષ્મીકૃપા દુર્વ્યયે વેરાયી જાય
તો ધરા તણાં દિવ્યકાર્યોમાં વહેંચાતી કર
હે માણસ, તું તને નીરખ...

હુન્નર કાબેલિયતથી અહં પોસાઈ જાય
તો શીખનાં ઊંડા મૂળિયાં જડ
હે માણસ, તું તને નીરખ...

વર્તનથી અન્યને દુભાવી દેવાય
તો હ્રદયેથી તપાસી ક્ષમા પહેલ કર
હે માણસ, તું તને નીરખ...

ખોખલાં શબ્દો વ્યવહારોમાં સરી પડાય
તો પ્રામાણિક ઈરાદા આચરણને મુખર કર
હે માણસ, તું તને નીરખ...

સમગ્ર સૃષ્ટિ સન્માનનીય જણાય
એવું દર એક કણ ક્ષણમાં સંધાન ઉગવ
હે માણસ, તું તને નીરખ...

ને પછી તું જ તારી શરુઆત બન 
ને પછી આરંભ જ આરંભ ઉજવ
હે માણસ, તું તને નીરખ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦



Flower Name: Senecio
Groundsel
Significance: Observation
Likes to prolong its attention in order to see better.

No comments:

Post a Comment