Friday 31 January 2020

આદાનપ્રદાન દર સ્પર્શે ...


કપાસી રૂ સમ મલમલ શું જાણે
વહેણ વહેતું આરપાર દેહ, આખે
લખલખું દેતી વિદ્યુત ધાર જાણે
વીજ આદાનપ્રદાન દર સ્પર્શે સ્પર્શે

નિર્જીવ જીવંત જે તે સ્વભાવધારી જાણે
પ્રાણી પદાર્થ પ્રવાહી પ્રકૃતિ પ્રમાણે
આવનજાવનમાં સઘળું એકધાર જાણે
સંપર્કમાં સર્વકંઈ થકી વીજપ્રવાહે

અહો! અદ્ભૂત અનુભવ જાણે
એક નવીન જોડાણની સભાનતા સાથે
દેહમાં સજગ સકળનો વાર્તાલાપ જાણે
શાશ્વતનાં સામ્રાજ્યની શાશ્વતી વિધવિધ પ્રકારે...

પ્રભો પણ અહીંથી દેહસ્થ સંગ માણે...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Schefflera actinophylla Brassaia actinophylla
Australian ivy-palm, Octopus tree, Queensland umbrella tree
Significance: Organised Material Energy
Clustered, compact and methodical, it is powerful through its organization.

Thursday 30 January 2020

જિંદગી સાથે મિત્રતા એટલે, ...


જિંદગી સાથે મિત્રતા એટલે, પ્રભુવિદીત ક્રમની માન્યતા
બ્રહ્માંડ વ્યવસ્થામાં પાત્રતા ને પૂર્ણ અમલમાં ધન્યતા

જવલ્લે મળતી ઘનિષ્ઠતા ને જૂજ મેળવે સ્નિગ્ધતા
પહોંચે સંબંધે જ્યારે ભૂલે જાત ને માણે સહજતા

એક માપદંડ જાણે! ઘડે, નિહાળે, સૂચવે મૂલ્ય સંવાદિતા
કેળવાય જણ, શક્તિઓ ને ક્ષમતા સહિત, ભણી ચરમસીમા

પછી, વિકસે સંબંધમાં ગાઢ ગહન ઊંડાણ નિષ્પક્ષતા
ને અન્યોન્ય સાથી, સદા નિષ્ઠ, દરકાર ને ભારોભાર તત્પરતા

અવલંબનોની પરે, પણ પ્રત્યેક પ્રકારની અગત્યતા
પ્રત્યેક રૂપો પ્રત્યે ઉષ્મા સ્નેહ ને યથાયોગ્ય સંવેદનશીલતા

અહો પ્રભો! પછી ક્યાં અકળ વિશ્વ કે અટપટી ગતિશીલતા
સર્વ કંઈ તવ સર્જન ને તવ અકલ્પનિય સર્જનાત્મકતા...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Canna indica
Indian-shot, Queensland, Arrowroot, Achira
Significance: Progressive Friendship with the Divine
As we progress and purify ourselves of our egoism, our friendship with the Divine becomes clearer and more conscious.

Wednesday 29 January 2020

‘સાવિત્રી’


ન મતિમનાર્થમાં સમજી જાણ
કે શબ્દાર્થમાં તાણીને બાંધ
‘સાવિત્રી’ તો વાક ધોધ પ્રવાહ
અંતરથી અનુભૂતિમાં માણ...

ન બૌદ્ધિક માપદંડમાં જાણ
કે સાહિત્યની ઘરેડમાં તપાસ
‘સાવિત્રી’ તો દિવ્ય અખંડ ધાર
ભીતરે શુદ્ધિમાં અનુભવી પિછાણ...

ન વ્યવહારમાં વાપરવા છાક
કે ઊંચનીચમાં મૂલવવા ક્યાસ
‘સાવિત્રી’ તો પાવક સ્ત્રોત ધામ
સેવનથી મેળવ શાતા અજાણ...

ન એક-બે પંક્તિમાં પતાવ
કે ફક્ત મનગમતાં અર્થમાં પધરાવ
‘સાવિત્રી’ તો પરમ ઉદ્દગાર
અવિરત પોષક માર્ગ ઉદ્દાત...

અહો મહર્ષિ! તવ અનન્ય યોગદાન
માફી બક્ષજો જે જે સર્વ અભાન...

નતમસ્તક ‘મોરલી’! 

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Rondeletia odorata
Significance: Mahasaraswati’s Perfection in Works
It is not satisfied with makeshift.

Tuesday 28 January 2020

મૌલિકતાનો...વાસ ...


જિહ્વાએ સળવળે શબ્દો ને અવાજ
સરકી રહે અભિવ્યક્તિ બની અગાધ
ઉર્ધ્વનું ને ઉર્ધ્વેથી ઊંડું સંધાન
વિસ્તરતું રહે જ્યાં જ્યાં ગ્રાહ્ય સમાણ...

કશુંક જરુર, શક્તિ જાણે સાક્ષાત્ 
મતિ ખોળી શકે મન સામાન્ય
ક્ષમતા એટલી જે ઘડી શકે આમ
મનુષ્ય પરિઘમાં ક્યાં આયામ...

મૌલિકતાનો પહોંચવો રહે વાસ
ખુદની હદ પછી શરુ થતો વિસ્તાર
જાત મૂકી કરવું રહે આત્મન જોડાણ
આત્મા મૂળ ને સંસ્થાપિત મૂળાધાર...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Leucanthemum X superbum
Shasta daisy
Significance: Creative Word
Belongs only to the Divine.




Sunday 26 January 2020

ને પછી રમ્યા કરે ...


સપાટી પર વધતો હિંસક ઉકળાટ
મનોવૃત્તિઓની આપાધાપી ને બબાલ
વહેતા વહેણનો છેલ્લો પ્રવાહ

સફાઈમાં ઉલેચાતો જાણે મંદવાડ
ઘર કરી ગયેલો થતો શુદ્ધ સાફ
ફિકર નહીં, કુદરતે હાથ લીધી નાડ

અંત હંમેશ લાવે ઉત્તમ શરૂઆત,
શુભ નવીન સર્જન ને નવ નિર્માણ
કાજે ખેંચી ખંખેરવો રહે જૂનો વળગાડ

સર્વકંઈ વહેતું, સમસ્તનું સામ્રાજ્ય 
સમસ્ત સર્જે સમસ્ત આમ-તેમ જરાક
ને પછી રમ્યા કરે સર્જન - સુધાર

હે મનુષ્ય! તું ક્યાં આવ્યો આમાં ક્યાંય?
લાગેલો રહે કર્તવ્યમાં જડબેસલાક 
વિશ્વ જીવશે વિશ્વગતિએ...ને ચાલતું રહ્યું સદાકાળ...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦

Flower Name: Platycodon grandiflorus
Balloon flower, Chinese bellflower  
Significance: Unostentatious Certitude
It does not attract attention or try to convince anyone

ને રહેશે ઝળહળ ભારતમાત...



ને રહેશે ઝળહળ ભારત...

તપસ્વી ભૂમિ ને તપસઆધાર
માર્ગદર્શક ને જ્યોત જગ ઉજાળ
પ્રચંડ ને બુલંદ ને પ્રજ્વલિત પ્રાજ્ઞ
ને રહેશે ઝળહળ ભારતમાત...

શ્વસે વેદ નેમ જ્ઞાન ગાન રાગ
યુગોથી જીવે થઈ વારસદાર
જગને ભેટ ને જગ પ્રતિનિધિ સજાગ
ને રહેશે ઝળહળ ભારતમાત...

અગ્રે ને અગ્રણી રહેશે સદાકાળ
હરકોઈ ક્ષેત્રે ધરી દિવ્યમશાલ
જગ પ્રેરાશે ને અનુસરશે સભાન
ને રહેશે ઝળહળ ભારતમાત...

પ્રજાસત્તાકે પ્રજાજોગ નિવેદન આજ
માત ઉદરે ન હોય કદી પક્ષપાત
દર બાળ પ્રતિ કદર એકસમાન 
ફેલાવ રાષ્ટ્રજોગ...ઝળહળ ભારતમાત...

પ્રજાસત્તાકે સર્વ મંગળ સદા શુભ હો...


પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Hoya carnosa
Wax plant, Honey plant
Significance: Power of Collective Aspiration
A harmonious collective aspiration can change the course of circumstances.

Saturday 25 January 2020

એ સ્થપાય મહીં ...


શાંતિનું કોઈ ખાસ એક સ્થાન નથી
કે ફક્ત પહોંચવાથી સ્થપાય મહીં

પદાર્પણ પશ્ચાત્ માર્ગ ભેદી
ઊતારવી રહે સમગ્ર અસ્તિત્વ મહીં

ઉર્ધ્વેનું ચડાણ સહેલું કૃપા થકી
પણ ચડ્યા એટલે સમાતું મહીં

ઉતરતી વિસ્તરતી શાંતિ ઘડી ઘડી
મોકળાશ મળતી રહે જેટલી ભીતર મહીં

હોય છે સર્વત્રે આવરતી ઓઢતી
આભારી આવકાર એટલી સ્થપાતી મહીં 

સ્વયંભૂ પછી તો, લેતી વસવાટ કાયમી
નિષ્ઠામય અન્યોન્ય નિર્ભર વ્યવસ્થા મહીં

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦  


Flower Name: Pavetta indica
Significance: Radiating Peace in the Cells
A happy contagion