Monday 30 June 2014

એ જ શ્રેષ્ઠ...


પ્રભુ, તો મારો ને તમારો સંવાદ!
હંમેશ કંઈ અર્જુન સાથે થયો, જ શ્રેષ્ઠ ન હોય!
                  
પ્રભુ, તો મળ્યો તમારો સંજીવની સ્પર્શ!
હંમેશ કંઈ અહલ્યાને મળ્યો, જ શ્રેષ્ઠ ન હોય!

પ્રભુ,   તો જમાડું તમને, તમ દીધેલ ભોજન!
હંમેશ કંઈ શબરી તરફથી મળેલ , શ્રેષ્ઠ ન હોય!

પ્રભુ,   તો શિષ્યની ગુરુદક્ષિણા તમ ચરણે!
હંમેશ કંઈ એકલવ્યની જ શ્રેષ્ઠ ન હોય!

નમે મોરલી’!

-         મોરલી પંડ્યા
જૂન ૩૦, ૨૦૧૪


Sunday 29 June 2014

The mutual aim!

No border, no edge, not empty or space,
Just Pure, White beam of light exists
Where once was the head!

No scribe, no thought, not perceived or image,
Just non existent, that part, once important
For, day to day, to operate!

No blank, no dull, not dead or eager,
Just rightly used, brain in that
Fullness of luminous base!

No loss of respect, action, response or perspect,
Just union, harmonised organization of source and the soul
With input to the intellect ‘Morli’ to execute, the mutual aim!

-          Morli Pandya
June 29, 2014



Saturday 28 June 2014

તો ક્યાંથી છેટું...

ક્યાં ક્યાં નથી વિસ્તરેલ આભ સપાટ!
ક્યાં ક્યાં નથી વહેતું સાગર અપાર!
ક્યાં ક્યાં નથી આ ઊગતો, પ્રકાશતો સૂર્ય અમાપ!
ક્યાં ક્યાં નથી આ ગ્રહણશીલ મન, મતિ, ઊર ને જીવ-જાત!

તો ક્યાંથી છેટું તારું ચેતના વિશ્વ!
તો ક્યાંથી ન પહોંચે સચોટ અભિપ્સા-તીર નિશાન!
તો ક્યાંથી ન ભીંજવતો કૃપા પ્રતિસાદ!
તો ક્યાંથી અશક્ય તમ સંવાદિત તંતુ ને તત્વ-સાર!
તો ક્યાંથી ન માણે મોરલી તમ સંગ સહજ સતત સત્સંગ આ આધાર!

-         મોરલી પંડ્યા
જૂન ૨૮, ૨૦૧૪


Friday 27 June 2014

As united yet independent!

When the Grace and the Human prefer each other,
At particular stage by earned space,
They remain as united yet independent!

Totally surrendered found
The person still fully oneself,
As united yet independent!

Appropriate opening finds the Grace
To descend and work through,
As united yet independent!

The Source, The Godhead, The receiver – All definite,
Specific role players, Significant part executors but in whole
As united yet independent!

After a point, completely Interdependent!
Still ‘Morli’ mutual unanimous existence remains
As united yet independent!

-         Morli Pandya

June 27, 2014

Thursday 26 June 2014

વ્યક્તિથી વ્યક્તિ...

મા

તારા રાજમાં હવે સંબંધોમાં પણ પ્રયત્નપૂર્વક ક્યાં રહ્યું?
બધું હવે તો વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે રહેતું!

જાણીતા-અજાણ્યા, મિત્ર-સંબંધી બધાં, નવી રચનાથી જોડાય ને
વ્યક્તિથી વ્યક્તિ આદાન-પ્રદાન થતું ને સચવાતું!

ગમે એટલો પ્રયત્ન કોઈ એક પક્ષનો
પણ જ્યાં સુધી વ્યવહાર સાચવણીની મન-પટ્ટી ભૂસાય નહીં
ત્યાં સુધી ચેતના-સીમાની પેલે પારથી જ સંબંધ-માન જળવાતું

જ્યાં જેવાં અપેક્ષા ને ઊભરાં શમ્યાં ને પછી, બસ!
સમથળ, લીસ્સું સંબંધ-વલણ! નવાં વિધાન સાથે,
ને, મોરલી સદાય માટે સુંવાળપ દેતું રહેતું...

-         મોરલી પંડ્યા

જૂન ૨, ૨૦૧૪

Wednesday 25 June 2014

Ma…Do you See?


In this self-form… nothing but… You!

Look, how this body turns into granules and
Disappears into your White!

Look, how this mind-wave cuts into shreds and
Absorbed by your Light!

Look, how this vital-unhealth gets weaken and
Dissolved at your Feet!

Look…Look…Ma!
This self…how, now non-existent!
Yet shines bright…as nothing remains but You!

‘Morli’ Thankful as always…

-         Morli Pandya

June 25, 2014

Tuesday 24 June 2014

અહંમ જ અહંમને ઓળખે!

એ તો અહંમ અહંમને ઓળખે!
જેવો એકમાં સંભળાય, તરત બીજાનો ધરબાયેલો કુદતો!

હાર જીત, વાદવિવાદ, આરોપ-પ્રતિ આરોપના આદાનપ્રદાનમાં બંન્ને પક્ષે જીતતો,
આમાં જીત અહંમની, કોઈ વ્યક્તિની નહીં!

ક્રોધ, સરખામણી, હરિફાઈ, દ્વેષ, ઊતારી પાડવું એવું ઘણું બધું સાથે જીતતું,
આમાં જીત અહંમની, કોઈ સાચ્ચા, તટસ્થ ભાવની નહીં!

અન્યોન્ય કડવાશ, ભૂલો જતાવવી, સંદર્ભવિહીન શબ્દો પકડવા એવું બધું સાથે જીતતું,
આમાં જીત અહંમની, કોઈ મુખ્ય ઊદેશની નહી!

ને પછી તો કોણ પહેલું બોલે તેની રાહ, ને અહંમનું એક બીજું પાસું શરૂ થતું, જીતતું,
ને મોરલી સંબંધ, પ્રેમ ને મૂળ મુદ્દો એમાં ક્યાંય ખોવાઈ જતો

-         મોરલી પંડ્યા

જૂન ૨, ૨૧૦૪

Monday 23 June 2014

Give time to relationship!


In the middle of the life,
A twist comes, the thing changes in a period,
One wakes up and experiences,
The, one of the prime relations changed to another extreme…

It is not You who is responsible,
But the feel to know the other end, unimagined, was required,
To go through the dark to know the significance of inherent light,
Perhaps, essential for atmosphere to grow by this extreme…

It is not only You who is responsible,
But all around you and involved, have to evolve together,
From respective points of growth,
So just various unexpected roles, to play through this extreme…

Kind of thousand changes for wise- may not seem now,
For a period - howl, repent, regret, catch hold of one past or another,
Then PERIOD! Let all go, Give space and time
To relation, person and oneself, Be quiet in this extreme…

Ultimately, it’s everyone’s journey,
To grow and mature, at least a step or a leap ahead,
So respect whatever one has and is blessed with, Just be there
With open arms ‘Morli’ and thing will come back to the original extreme…

-         Morli Pandya

June 23, 2014  

Sunday 22 June 2014

આ પ્રભાત…

કોનું છે સંગીત! કોનું છે દ્રશ્ય! કોનું છે સર્જન!
કોણે મઢ્યું છે આ રંગ-સુગંધ, કલરવ-આકાર, પદાર્થ-પ્રવાહ ભર્યું પ્રભાત-વિશ્વ...

બારમાસી, ચાંદની, ગુલમહોર, ગરમાળો,
ચંપો, કરેણ, બોગનવેલથી મહેંકતું આ પ્રભાત

મોર, ચકલી, લેલા, કાબર, કોયલ, દરજીડો
બુલબુલની ઊડાઊડ હાજરી ભર્યું આ પ્રભાત

મંદમંદ, શીતળ, સુંવાળો, સવાર સુગંધિત સ્પર્શ,
પાંદડે પાંદડે લહેરાતી આ સમીર લહેરમાં રેલાતું આ પ્રભાત

ઊઠો, જાગો, ડગ માંડોનો
પ્રેરણા સંદેશ સાથે પ્રેરક આ પ્રભાત

પ્રભુ સર્જન, પ્રભુ સંમિલીત, પ્રભુ કાજે નિસદિન નવીન!
અમાપ, અવિરત મોરલી પ્રભુ સમર્પિત આ પ્રભાત

-         મોરલી પંડ્યા

જૂન ૨, ૨૦૧૪

Saturday 21 June 2014

Every Confusion...

Every Confusion is the beginning,
A question arises and
The Process begins…

With every ‘What’, ‘How’ and inquiry
The inner search starts and
The hidden knowledge reveals…

With every desperation to clear,
The perceived gap identifies and
‘The Concealed’ within, opens up in bits…

With every need to understand,
The linger ‘Ask’, the longer it stays,
The wisdom buried within “Morli’ starts flowing…

-         Morli Pandya

June 21, 2014

Friday 20 June 2014

એ સવાર…

વર્ષાથી ભીની પરોઢમાંથી ઊગે,
પંખીનાં કલરવ સાથે, સવાર

ભીની માટીની સુગંધ, તાજગી અને
ઊર્જા સાથે સ્પર્શે એ સવાર

પ્રભુ સ્મરણ ને એમાં સ્વકરણ!
સમર્પણમાં ઊઠે એ સવાર

શૂન્ય મન! હ્રદય સક્રિય, કર્મપ્રિય!
તન-બુદ્ધિ માધ્યમ! આગળ વધારે, એ સવાર

દિન-શરૂઆત પ્રભુપ્રસાદ! ને
મોરલી દિન આખો રહે-લાગે-વીતે જાણે,
હજી હમણાં જ પડી તાજી તાજી સવાર

- મોરલી પંડ્યા

જૂન ૨૦, ૨૦૧૪

Thursday 19 June 2014

Leads self to act...

Not only thought process that creates results
But when something tiny powerful,
Germinates from the heart that
Leads self to act in particular way or another…

Not only change of though,
Always can create but also support of
Emotion, imagination and intend which 
Leads self to act in particular way or another…

Better to find Fun, in any
Situation, though entitle to judge or grudge
But separate the self right there and let in,
Leads self to act in particular way or another…

No thought in one’s hand or control after a point,
So let them be in their world, and
‘Morli’ from world of heart, let the Self
Leads self to act in particular way or another…

-         Morli Pandya
June 19, 2014


Wednesday 18 June 2014

‘અર્ચના’ અને હે દિવ્ય મા!

એનું જીવન-રક્ષણ તમે છો, ને
દરેક ક્રિયા-કર્મ-કર્તા પણ તમે !

સંબંધોમાં સગપણ તમે છો, ને
માન-સન્માન-મર્યાદા પણ તમે જ!

હવે તો એનું સંપુર્ણ વિશ્વ તમે છો, ને
ચાંદ-તારા ને સૂર્ય પણ તમે જ!

ફક્ત દોહિત્રો-દોહિત્રી જોતાં, આંખોમાં ચમક સાથે મૂંગા આશીર્વાદ છે!
બાકી સર્વે જણ; પરિજન કે પરિચિત હવે એને તમ સ્વરૂપ જ છો!

અર્ચનામાના ખોળામાં લીધેલ આ જન્મ છે,
એથી જ તો જીવંત જિંદગી ને જીવતરની શીખ છે!

લો, આ મૂક્યો અમે, એ સંબંધનો તંતુ,
ને સોંપ્યો તમને એ રુણનો દરિયો

પામે એ દિવ્ય આત્મા! મુક્તિ તમ દિવ્ય શાંતિ કૃપાપ્રભાવ કેરી,
ને માતારો વ્હાલો ખોળો, હેત-વાત્સલ્ય-સત્ય-પ્રકાશથી ભરેલો!

હા!...મજબૂત છે માતમ સાથે આ જન્મદાતા-માનું જોડાણ-અનુસંધાન,
ને અમે મોરલી બસ! નતમસ્તક તમો બંનેને; અર્ચનાઅને હે દિવ્ય મા!

-         મોરલી પંડ્યા

જૂન ૧૭, ૨૦૧૪

Monday 16 June 2014

રોજેરોજ...ફરી...ફરી...

મા
આજ તો તારી સ્તુતિ ગાન ગાઉં,
આજ તો તારાં ચરણો પ્રક્ષાલું,
આજ તો ફરી તારી ચરણરજ માથે ચડાવું,
આજ તો તારાં આશીર્વચનનાં વરસાદમાં નહાઉં,
આજ તો તમ દીધેલ કૃપાપ્રસાદ માણું,
આજ તો તમ બક્ષેલ જીવનમાં ઓળઘોળ થાઉં,
આજ તો ફરી આ અહોભાગ તમ સાથનું, અસ્તિત્વમાં મમળાવું,
આજ તો દરેક ક્ષણમાં, તારાં પ્રકાશમાં સમાઈ જાઉં,
ને મોરલી રોજેરોજ...ફરી...ફરી...
પ્રણામ...આભાર...મા!

-         મોરલી પંડ્યા

જૂન ૧૫, ૨૦૧૪

Sunday 15 June 2014

...થવાની વાર...

હવે તો રાધા થવાની વાર,
હવે તો મીરાં થવાની વાર,
તારી ચેતનાનાં જોડાણને, બસ! મજબૂત થવાની વાર

હવે તો પાર્વતીની વાટે,
હવે તો રુક્ષ્મણિની વાટે,
તારી ચેતનાનાં જોડાણમાંબસ! હવે બ્રહ્મમય થવાની વાર

હવે તો પ્રેમને ટેકે,
હવે તો શાંતિને ટેકે,
તારી  ચેતનાને બસ! કૃષ્ણમય થવાની વાર

-         મોરલી પંડ્યા

એપ્રિલ ૪, ૨૦૦૮

Saturday 14 June 2014

વ્યક્તિ છો, વ્યાખ્યા નહીં...

કશું-બધું વ્યાખ્યામાં ન બાંધશો,
નહીં તો, એને બદલતી રાખજો,
એને ભૂલીને, નવી બનતી રાખજો,
એને વહેતીફાંટામાં વહેંચાતી રાખજો,
સમય સાથે બદલાવમાં, બદલતી રાખજો,
એના પરિઘને મોકળાં ને ખુલ્લાં રહેતાં, રાખજો,
એને મનનાં માપદંડ ને પ્રમાણમાં બિન-મૂલવતાં રાખજો,
એ પરિવર્તનમાં જાત નહીં, વ્યાખ્યા બદલતી રાખજો,
એ બદલાયેલીને પણ, મોરલી રેલાવતી રાખજો,
વ્યક્તિ છો, વ્યાખ્યા નહીં, વિલીન થતી રાખજો...

-         મોરલી પંડ્યા
જૂન ૧૪, ૨૦૧૪


Friday 13 June 2014

Step Back!



In the middle of the ‘happening’,
View it like a picture and
For a while, Step Back!

Look, as a photo frame on the wall,
Observe the mood and the characters, including you and
For a while, Step Out!

Be a director of your own role in the ongoing play,
With much clarity and an intend to enhance the ‘show’,
After a while, Step In!

Slowly, give your best as per situation,
Just move on with; Pass! Compassion! or Firm Stand!
Within a while, ‘Morli’ Step Further…Step Back…Step Ahead…

-         Morli Pandya
June 10, 2014


Wednesday 11 June 2014

સાચ્ચે જ બધું ગોઠવતી?

મા

રોજ કેટલી બુદ્ધિઓ રાહ જોતી,
પુરાવો શોધતી, વિશ્વાસ કરવા ઈચ્છતી,
કે તું શું સાચ્ચે જ બધું ગોઠવતી?

ઈન્દ્રિયો જો આરામમાં ને શાંત સક્રિયતામાં જેવું બનતું વલણ,
જે આપમેળે, જે પ્રભુ-પ્રભાવી! ને બસ બધું સમજાવા લાગતું,
કે તું સાચ્ચે જ બધું ગોઠવતી!

શરતી મન પાછું ઠેલવે,
એ સમયમાં જીવતા થવાનું, ગમે તે ભોગે રોકે,
ને એ પણ જાણે પૂર્વનિયોજન તારું, પછી સમજાતું કે
કે તું સાચ્ચે જ બધું ગોઠવતી!

ને પછી વિશ્વાસ સમજાવે જ્યારે કે
ક્યારેક દરેક જણ-જીવ-આત્મા આમ જ અનુભવવાનો!
ત્યાં બધાં બંધનો સોંપી, એ ઠોસ આધાર-સમજમાં બધું સ્વીકારાય
ને પછી અનુભવવાય મોરલી કે તું સાચ્ચે જ બધું ગોઠવતી


-         મોરલી પંડ્યા

જૂન ૧, ૨૦૧૪