Wednesday 31 July 2019

અંતે તો એકમૂળ ...


સ્થાવર ગણો કે જંગમ! નથી કશુંય સ્થૂળરૂપ
સાચા યોગ્ય વ્યયથી બને જીવંત એકમૂળ.

અસ્તિત્વ ઉંડે નશ્વર પણ પ્રવર્તે શાશ્વતરૂપ
જીવંત જ્વલંત પ્રત્યેક મહીં અનોખું એકમૂળ.

કણગણ વ્યવસ્થા જુદી જુદી બસ! જૂથરૂપ!
સમૂહ પરિવર્તિત તે સંદર્ભે, અંતે તો એકમૂળ.

ક્ષણ કે કાળ નિર્માણ સમયાતીત સકળરૂપ
વિચ્છેદ, વિશ્લેષ નિર્માતા પણ મૂળે એકમૂળ.

અદ્રશ્ય કે નિર્જીવ મૌજુદ સઘળે બ્રહ્મરૂપ
સજીવ પરિઘની પેલે પાર પણ સમગ્ર એકમૂળ.

સમસ્ત સર્વસ્વ સમગ્ર 'એક' એકજૂઠ.

જય હો પ્રભો! જય હો!

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Gossypium
Significance: Material Abundance
Nature always shows us what true abundance is-one is overwhelmed!

Tuesday 30 July 2019

આરામમાં મનોવિહાર ...


અર્પણમાં મૂકવી મર્યાદા,
એવી જ રીતે લાક્ષણિકતા
બનવી રહે એ આચારસંહિતા..

સતત થાય થકી પૂર્ણ નિષ્ઠા 
પ્રત્યેક નોંધ માટે અમલકર્તા 
નિરપેક્ષભાવે થવી અર્પણપ્રથા...

અવગણી ન શકે એ એકાગ્રતા
સંમ્મિલિત સ્થિર એકરૂપતા
એ નિરંતરતાથી જ આકર્ષાય પ્રભુકૃપા...

આરામમાં દર મનોવિહાર શાણાં,
વિના પરિણામપ્રકાર કે અપેક્ષા,
ફક્ત અર્પણ માટે જ અર્પણ ક્રિયા.

પ્રભુ ચરણે સદા...

જૂલાઈ ૨૦૧

Yoga means union with the Divine, and the union is effected through offering — it is founded on the offering of yourself to the Divine. . . . You must feel at every step that you belong to the Divine; you must have the constant experience that, in whatever you think or do, it is always the Divine Consciousness that is acting through you. You have no longer anything that you can call your own; you feel everything as coming from the Divine, and you have to offer it back to its source. When you can realise that, then even the smallest thing to which you do not usually pay much attention or care, ceases to be trivial and insignificant; it becomes full of meaning and it opens up a vast horizon beyond. TM


Flower Name: Alcea rosea
Hollyhock
Significance: Offering
The only offering that truly enriches is the one that is made to the Divine.

Monday 29 July 2019

નથી થતો એ વગર ...


નકારાત્મકતા ક્યારેક મારે છે એક લટાર
જીવન દરમ્યાન રૂપ બતાવવા એકવાર

કોઈક નબળી પળે કૂદી પડે થઈ તૈયાર 
આપવા પરચો ને કરવા તાકાતનો પ્રચાર

છતી થાય સપાટી પર ધરી યેનકેન પ્રકાર
ફરી વળે સમગ્ર અસ્તિત્વ પર થકી પ્રહાર

સકારાત્મકતાને વળગી જીવતો હિંમતવાન
ચકરાય જ્યારે જકડાય મહીં આ મોહપાશ 

નીકળવું રહે ને નીતારવો રહે છે એ તમામ
સભાન થઈ ચૂંટવાનો રહે દરવખતે સકાર 

ખરી સાન સ્થાયી એ પછી જ પધારે માંહ્ય
નથી થતો  એ વગર સર્વાંગી અભિગમનો વિકાસ...

પ્રભુ! તવ પ્રાવાધાન... તુજનો દારોમદાર...
આભાર.

જૂલાઈ ૨૦૧


The drama of the earth, their tragic stage. 
All who would raise the fallen world must come 
Under the dangerous arches of their power; 
For even the radiant children of the gods 
To darken their privilege is and dreadful right. 
None can reach heaven who has not passed through hell.
Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO VIII: The World of Falsehood 227

He saw in Night the Eternal's shadowy veil, 
Knew death for a cellar of the house of life, 
In destruction felt creation's hasty pace, 
Knew loss as the price of a celestial gain 
And hell as a short cut to heaven's gates.
Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO VIII: The World of Falsehood 231


Flower Name: Cananga odorata
Ylang ylang
Significance: Correct Perception
A perception that does not deform the Truth.

Sunday 28 July 2019

તો દર્પણ અહીં ખુદ !


અન્યોમાં દેખાય ઊણપ, કચાશ 
જો નોંધે મન કમીઓ જ વારંવાર 
તો ખુદમાં લાવવો રહ્યો સુધાર
ખુદમાં છે એટલે પડી ઓળખાણ.

પ્રતિબિંબીત થતી અન્યોની છાપ
ઉભારતી રહે અન્યોની મર્યાદા, કાપ
તો દર્પણ અહીં ખુદ થયું માન!
ઝીલે એ જ છબી જેનો અંદર નિવાસ.

જેવું સમજાય ક્ષમતામાં અવકાશ
દર્પણ કહે છે જે અંદર એ જ બહાર
તુરંત પકડ એ તક ને અર્પણમાં પધરાવ
સફાઈ સર્વાંગી ને દર્પણ થાતું સાફ.

પ્રભુ જ એક આધાર...

જૂલાઈ ૨૦૧



Flower Name: Tabernaemontana divaricata 'Flore-pleno'
Crape jasmine, Crape gardenia, Pinwheel flower, East Indian rosebay
Significance: Perfect Mental Purity
A spotless mirror turned constantly towards the Divine.

Saturday 27 July 2019

'ખાડા-પણા'નો પ્રવાસ!


દર ખાડો પડવાને છે પોતાનો ઈતિહાસ 
નિયત સ્થાન ને ખાડા-પણાનો પ્રવાસ

ચોકોર ધારીઓ પ્રમાણમાં સમથળ સપાટ
ફક્ત મધ્યે ઊંડાણ! કોતરાયો ઊંડો આકાર

એ હસ્તી પણ ખરી સૂચક સમય વિધાન
પ્રવાસીએ પસાર કરવો રહ્યો એ પડાવ

એ ઊંડાણમાં ઉતરી માંડવો રહેતો ક્યાસ
ત્યાંથી જ, ત્યાર પછી જ ચડતી શરૂઆત 

એ સ્થાન આવતું ફક્ત સમજ-સાનને કાજ
જ્યાં સમજાયું મૂળકારણ ને જરૂરી ફેરફાર

ને જ્યાં તૈયાર ને તૈયારી લાવવા બદલાવ
અચાનક એ ખાડો બનતો લીસ્સો ઢોળાવ

સરકાવતો સહેલાઈથી ધારીની પેલે પાર 
ને જાણે 'ખાડો હતો!' હવે નિરીક્ષણ માત્ર.

પ્રભુની કરણી કૃપા અનંત અપાર  ...

જૂલાઈ ૨૦૧


Flower Name: Ipomoea lobata [Mina lobata]
Spanish flag
Significance: Thirst to Learn
One of the qualities that facilitate integral progress.

Friday 26 July 2019

જોજે ગાંઠ ન બને ...


ગુણોની ગઠરી જોજે ગાંઠ ન બને
ગુણવાન બનવામાં અહંકાર ન ભળે

બેડી બનીને ધારદાર ન બને
સ્વ-છાપ જાળવવામાં દેખાડો ન ભળે

છબી ટકાવવામાં મોહફાટ ન બને
પ્રમાણિકતા મેલી, મેલાં કારભાર ન ભળે

અપેક્ષાનાં કૂવામાં બંધિયાર ન બને
લચીલાપણાને બદલે જડતા ન ભળે

બાહરી રહી ગુણનો તમાશો ન બને
ભીતરનાં રણકારે કોઈ  સોદો ન ભળે

ગુણાતીતનાં માર્ગે ગુણ લગાવ ન બને 
સચ્ચાઈ સાથે અમલમાં ગુણનો બાધ ન ભળે...

દુર્ગુણો સંગે સદ્-ગુણો પણ પ્રભુચરણે અર્પણ...

જય હો!

જૂલાઈ ૨૦૧


Virtue has always spent its time eliminating whatever it found bad in life, and if all the virtues of the various countries of the world had been put together, very few things would remain in existence.

Virtue claims to seek perfection, but perfection is a totality. So the two movements contradict each other. A virtue that eliminates, reduces, fixes limits, and a perfection that accepts everything, rejects nothing but puts each thing in its place, obviously cannot agree.

Taking life seriously generally consists of two movements: the first one is to give importance to things that probably have none, and the second is to want life to be reduced to a certain number of qualities that are considered pure and worthy of existence. In some people--for example, those Sri Aurobindo speaks about here, the "polite" or the puritans--this virtue becomes dry, arid, grey, aggressive and it finds fault everywhere, in everything that is joyful and free and happy.

The only way to make life perfect--I mean here, life on earth, of course--is to look at it from high enough to see it as a whole, not only in its present totality, but in the whole of the past, present and future: what it has been, what it is and what it will be--one must be able to see everything at once. Because that is the only way to put everything in its place. Nothing can be eliminated, nothing should be eliminated, but each thing must be in its place in total harmony with all the rest. And then all these things that seem so "bad", so "reprehensible", so "unacceptable" to the puritan mind, would become movements [old p. 158]of delight and freedom in a totally divine life. And then nothing [new p. 156]would prevent us from knowing, understanding, feeling and living this wonderful laughter of the Supreme who takes infinite delight in watching Himself live infinitely.

This delight, this wonderful laughter that dissolves every shadow, every pain, every suffering! You only have to go deep enough within yourself to find the inner Sun, to let yourself be flooded by it; and then there is nothing but a cascade of harmonious, luminous, sunlit laughter, which leaves no room for any shadow or pain.

In fact, even the greatest difficulties, even the greatest sorrows, even the greatest physical pain--if you can look at them from that standpoint, from there, you see the unreality of the difficulty, the unreality of the sorrow, the unreality of the pain--and there is nothing but a joyful and luminous vibration.

In fact, this is the most powerful way of dissolving difficulties, overcoming sorrows and removing pain. The first two are relatively easy--I say relatively--the last one is more difficult because we are in the habit of considering the body and its feelings to be extremely concrete, positive; but it is the same thing, it is simply because we have not learnt, we are not in the habit of regarding our body as something fluid, plastic, uncertain, malleable. We have not learnt to bring into it this luminous laughter that dissolves all darkness, all difficulty, all discord, all disharmony, everything that jars, that weeps and wails.


And this Sun, this Sun of divine laughter is at the centre of all things, the truth of all things: we must learn to see it, to feel it, to live it.

And for that, let us avoid people who take life seriously; they are very boring people.

As soon as the atmosphere becomes grave you can be sure that something is wrong, that there is a troubling influence, an old habit trying to reassert itself, which should not be accepted. All this regret, all this remorse, the feeling of being unworthy, of being at fault--and then one step further and you have the [old p. 159][new p. 157]sense of sin. Oh! To me it all seems to belong to another age, an age of darkness.

But everything that persists, that tries to cling and endure, all these prohibitions and this habit of cutting life in two--into small things and big things, the sacred and the profane.... "What!" say the people who profess to follow a spiritual life, "how can you make such little things, such insignificant things the object of spiritual experience?" And yet this is an experience that becomes more and more concrete and real, even materially; it's not that there are "some things" where the Lord is and "some things" where He is not. The Lord is always there. He takes nothing seriously, everything amuses Him and He plays with you, if you know how to play. You do not know how to play, people do not know how to play. But how well He knows how to play! How well He plays! With everything, with the smallest things: you have some things to put on the table? Don't feel that you have to think and arrange, no, let's play: let's put this one here and that one there, and this one like that. And then another time it's different again.... What a good game and such fun!

So, it is agreed, we shall try to learn how to laugh with the Lord.
*14 January 1963
Collected Works of The Mother, First Edition, Volume 10, pp. 157-59


Vigilance means to be awake, to be on guard, to be sincere - never to be taken by surprise. When you want to do sadhana, at every moment of your life there is a choice between taking a step that leads to the goal and falling asleep or sometimes even going backwards, telling yourself, "Oh, later on, not immediately" — sitting down on the way. TM

Flower Name: Magnolia grandiflora
Significance: Perfect Vigilance
Nothing is neglected in its observation.
Vigilance
Indispensable for all true progress.

Thursday 25 July 2019

સમજાઈ તારી ચતુરાઈ!


હા, પ્રભુ! સમજાઈ તારી સર્જનની ચતુરાઈ
સારું નરસું સર્જી તેં સર્જી ઉભરવાને ખાઈ.

અહંની દિવાલો કરી ખડી, ખડકી જંગજુદાઈ
સ્વ અને સમૂહ રચી, રચીને તેં ભેદ સગાઈ

દર વિરોધાભાસમાં છૂપી એકત્વની લડાઈ
વિપરીત સમીકરણો નીકળે મહીંથી જોડાઈ

કશુંય નથી અમથું નકામું નમતું કે નબળાઈ 
યોગ્ય સમયસંજોગ! તો મૂલ્યાંકન શ્રીમંતાઈ 

દરેકનું આ વિશ્વમાં અનુરૂપ સ્થાન, જોગવાઈ 
પ્રગતિકાજે જ તેં રચ્યાં અનેકો તક ને તવાઈ.

તવ રચના સમગ્ર સુંદર પ્રભુ...

જય હો!

જૂલાઈ ૨૦૧


Flower Name: Clivia miniata
Kaffir lily
Significance: Conversion of the Aim of Life from the Ego to the Divine
Instead of seeking one’s own satisfaction, to have service of the Divine as the aim of life.

Wednesday 24 July 2019

હોય દેહે કે દેહી, ...


જેમ અહીં મહીં, સંનિધી સાથી હાજરાહજૂર
તેમ દેહીજગતમાં ખાતરી મને, તું હશે જરૂર.

નિગરાની તારી ક્ષણ દર ક્ષણ ઠોસ સાબૂત
અદ્રશ્ય જગતોમાં પણ હશે અતૂટ મજબૂત.

સર્વે જગતો વિવિધ સર્જનો વૈવિધ્ય પૂર્ણ 
સઘળે તારી જ હસ્તિ, દ્રષ્ટિ અમીમય અપૂર્વ.

હોય દેહે કે દેહી, ફર્ક ન રતિભાર ન અમૂક 
દિવ્યતા કેરી આવરિત ઉર્જા આશ્લેષે અચૂક

રૂપ રંગ પ્રકાર વર્ગ ન મૂલ્યાંકન અભિયુક્ત
સર્વકંઈ સર્જન દિવ્ય ચૈતન્ય તણુ અમૂલ્ય

અતિ સૂક્ષ્મ ભણી કે સ્થૂળ કે સર્વાંગ પૂર્ણ 
રક્ષણ સર્વેનું સમગ્રતયા સમગ્રતાથી સંપૂર્ણ...

જૂલાઈ ૨૦૧


Flower Name: Bougainvillea
Significance: Protection of the Gods
Luminous and clear-visioned.

Tuesday 23 July 2019

કેવી ગોઠવણ આગવી!


દિવ્યચરણે જીવનસરણી
પ્રભુ ધરે જવાબદારી
ઢાલ બની રહે કવચરૂપી.

અદ્રશ્ય જગતની હેરાફેરી
સતત સક્રિય લેવડદેવડ જારી
સુરક્ષિત રાખે પ્રભુ ઉચ્ચારણી.

મનોજગતની ભરમાર ભેદી
હૂંસાતૂંસી ને હરિફાઈ ભારી
સત્ય સ્ફૂરણથી કરે રખેવાળી.

પ્રાણજગતની અકળ અદાકારી
દેખીતી પૂંઠે અલગ જ અણદીઠી
દિવાલ બની રોકે આવાજાહી.

સુરક્ષાની કેવી ગોઠવણ આગવી!
સૂક્ષ્મથી અબોધ સ્થૂળે જીવતો આદમી!
પ્રભુ સમર્પિત તો સાચી મુક્તિ શાંતિ.

જય હો પ્રભુ!

 જૂલાઈ ૨૦૧૯


Flower Name: Bougainvillea ‘Mary Palmer’
Significance: Manifold Protection
A protection working not only on life as a whole but on each of its details.

Monday 22 July 2019

અલિપ્ત છતાં અંતરંગ !


અલગાવ સાથે આનંદો
જીવનનો મર્મ આમ સાધો

ન છેદ કરવો ન તમાશો
દર ક્ષણ છે અહીં અધ્યાયો

બાદબાકી પછી રાખે ભાગતો
તો અનર્થ જીવતર ને જન્મારો

બાહુપાશમાં લઈ બિરદાવો
રાખો વચ્ચે નિર્મોહનાં ચણતરો

અવરજવરથી અવિચળ આશરો
અલિપ્ત છતાં અંતરંગ હિસાબો

જીવન ટકાવતો જીવંત ક્યારો
ઘડી સીંચવો સતત અલગારો 

બધાંમાં છતાંય અવસ્પર્શ્ય સાંધો
ને તંતુ શાશ્વતીનો રાખો જીવતો જાગતો...

પ્રભુ જ સમસ્ત નિર્માણધારો...

જૂલાઈ ૨૦૧


You must always step back into yourself— learn to go deep within - step back and you will be safe. Do not lend yourself to the superficial forces which move in the outside world. Even if you are in a hurry to do something, step back for a while and you will discover to your surprise how much sooner and with what greater success your work can be done. If someone is angry with you, do not be caught in his vibrations but simply step back and his anger, finding no support or response, will vanish. Always keep your peace, resist all temptation to lose it. Never decide anything without stepping back, never speak a word without stepping back, never throw yourself into action without stepping back. All that belongs to the ordinary world is impermanent and fugitive, so there is nothing in it worth getting upset about. What is lasting, eternal, immortal and infinite — that indeed is worth having, worth conquering, worth possessing. It is Divine Light, Divine Love, Divine Life — it is also Supreme Peace, Perfect Joy and All-Mastery upon earth....TM



Flower Name: Ipomoea cairica
Railway creeper
Significance: Detachment from all that is not the Divine
A single occupation, a single aim, a single joy-the Divine.

Sunday 21 July 2019

In Goodwill only ...


From Goodwill the world arises
For Goodwill it wills
In Goodwill only, it shines
With Goodwill unleashes...

Goodwill is to harbour 
Through Goodwill all get nurtured
Goodwill is the ultimate tone
By Goodwill only the reverse can be undone...

Goodwill is the real saviour 
And the great multiplayer 
Rest can one in Goodwill's abode 
Radiate one must that alone...

Goodwill is a Lord's seat...

Thank you...

July 2019


Flower Name: Lobularia maritima
Sweet Alison, Sweet alyssum
Significance: Goodwill 
Modest in appearance, does not make a show but is always ready to be useful. 

Saturday 20 July 2019

આ બે રીત આજ!


ક્યાંતો શુદ્ધિમાં નડતરને ઓગાળ 
ક્યાં તો પ્રેમમાં પડતરને ચડાવ 
જિંદગીની આ બે રીત આજ
ખુદને સુધાર ક્યાંતો ખુદને ડૂબાવ!

એક એક બિનજરૂરીને પધરાવ, 
કે પ્રેમપ્રસારમાં સર્વકંઈ પલાળ 
કારગત ફક્ત કોઈપણ એક આજ 
ખુદનો ઉદ્ધાર ક્યાંતો ખુદ પ્રેમ પર્યાય!

એકથી શરૂઆત ને પ્રભાવિત બંને પ્રકાર
શુદ્ધિ થકી પ્રેમપરમાર્થ કે પ્રેમ શ્રેષ્ઠ શુદ્ધસાર
પ્રભુ દેખાડે - અંતે એક, અન્યોન્ય જ માર્ગ
પૂર્ણતામાં પલટાવ ક્યાંતો પૂર્ણ પ્રેમ પામ.

જય હો! 

જૂલાઈ ૨૦૧


Flower Name: Sansevieria
Bowstring hemp, Snake plant, Mother-in-law's tongue
Significance: Power of Spirituality
True spirituality transforms life.

Friday 19 July 2019

The intangible pressure!



Expectations are nothing 
but silent asks,
Mute force to behave 
as per the 'demand'

The intangible pressure to deliver 
as desired draft
Accommodate whatever required 
along with the graph 

Almost feels like a cornering
 from all the sides
No where to go but to let go 
with the defined lines

At times suffocates with
 too much of vibes
Compels the expectee 
to run away from the tides

Best is to release, delink
 that internal drive
Best to do or say just for 
the sake of, as Goodwill prescribes...

May Lord always be our light...

July 2019


Flower Name: Verbena tenuisecta
Moss verbena
Significance: Will to Conquer the Vital Enemies
Indispensable for the mastery over desires.

Thursday 18 July 2019

ડગલે ડગલે આવિર્ભાવ ...


પૂર્ણયોગનાં માર્ગે દર ડગલે આવિષ્કાર
નવીન રીતે ઉતરતો ડગલે ડગલે આવિર્ભાવ 

દર ડગલે આવી મળે જૂનવાણી જવાબ
ખુલ્લાં થઈ નકારવો ને નોતરવો નવ તાર.

જૂની ઘરેડ ત્યાં પણ, જૂનાં પક્ષ પ્રમાણ
પરિવર્તન માંગે એ પણ પરિવર્તતા પ્રવાહ.

માનવદેહે ઉજાગર એકવાર દિવ્ય સંવિધાન 
મન મતિ દેહ પ્રાણ સાથે સમજે નવવિધાન.

ન નમતું જોખે એકેય, ન જોખમ ન સમાધાન
સર્વે ખુલે ખુલ્લાં જ્યાં તક આવે નવનિર્માણ.

મા-પ્રભુની રીતિ, ગતિમય સમર્પિત સંસ્કાર 
કેળવાય જેટલાં વધું એટલાં કર્મો પૂર્ણતાપ્રાપ્ય.

જય હો પ્રભુ!

જૂલાઈ ૨૦૧


Flower Name: Albizia lebbeck
Siris tree, Woman's tongue tree, Lebbeck tree
Significance: Integral Wisdom
The wisdom one obtains through union with the Divine.