Wednesday, 15 January 2020

કાયમી પરિણામો માટે...


કાયમી પરિણામો માટે ઈરાદા હોવા ઉદ્દાત
કર્મમૂળથી લઈને આરંભ, પક્રિયા, ભાગીદારી તમામ

સાંકળ હોય જોડાયેલ એક સાથે બીજી ને જોડાણ
એમ હોવું અન્યોન્ય, આંતરિક ને જૂથવત પણ તમામ

સહભાગીદારિતા હોવી ઉત્કંઠ, સહજ, લક્ષ પ્રતિ, કાજ
દીપી ઉગે દર પ્રક્રિયા જાણે ઝળહળતાં મોતી તમામ

સમાયોજન ને સમભાવ હોવાં પૂંઠે એકએક શરૂઆત
ને પ્રારંભ બની રહે અંતની ઉજળી પૃષ્ઠભૂ તમામ

પછી દર અંત બને પ્રક્રિયા ને નવયોજનનાં મંડાણ
અવિરત ચાલવી રહી વ્યવસ્થા ને એકજૂઠ દરકાર...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: helianthus
Sunflower
Significance: Intensity of the Consciousness in the Full Supramental Light
It is radiant and radiates in order to illuminate the world





Monday, 13 January 2020

2200th ... બક્ષો દીપ્તિ અમર્ત્ય ...



હે સૂર્યદેવ! પૃથ્વીવાસી આજ નતમસ્તક!
આજ તિથી તવ તણી, ઉજ્જવળ તેજોપર્વ

વંદે ધરા, તવ તાપ જે અફર અડગ અનર્ગળ
તપસ્વીસમ ધરી રહો પ્રતિ સમસ્ત ઉત્કર્ષ  

તપ્ત ગ્રાહ્ય, તપસ પ્રાગટ્ય, અસીમિત અર્ક
અવિચળ, ઉન્નત, વહાવી રહો નિતાંત અર્ધ્ય

ભારી  વાસી! પ્રતિ તવ સ્ત્રોત અક્ષુબ્ધ
ને પ્રતિ તવ ચિરાયુ એકાગ્ર પ્રદીપ્ત અસ્તિત્વ

વંદુ અહીંથી! કૃપાળુ ભગવતી! થકી આદિત્ય
તિમિર તેજાવો, સુવર્ણ પ્રસારો, બક્ષો દીપ્તિ અમર્ત્ય...

શુભ ઉત્તરાયણ...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Physalis alkekengi
Chinese-lantern, Winter cherry, Bladder cherry
Significance: Sun-Drop
Luminious and lovely it brings joy

Sunday, 12 January 2020

ઉર્ધ્વ જ કરે ગર્ત ...


ઉર્ધ્વ કરે ગર્ત નિર્માણ
ઊંચ નીચ ગમન સ્વભાવ

કશુંય નથી અહીં અનાયાસ
કે અચાનક બસ! વિના કાજ

ઉર્ધ્વ ઘડે પર્યાપ્ત ઊંડાણ
ઊતરવા જેથી ઊંડે સડસડાટ

એહની રમત, એહનાં દાવ
દોડ - પકડ ને સંતાકૂકડી જાણ

બસ! સ્વસ્થ સ્થિત થવું મધ્યે ક્યાંક
અવસ્પર્શ્ય ને વિના પ્રત્યાઘાત

જતું આવતું રહે, એહનું કામ
જણને શું ! મસ્ત રહેવું, બસ! દિવ્યમય રમમાણ...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Wadelia
Creeping daisy, West Indian creeper
Significance: Detailed Perseverance
One continues the work begun for as long as necessary

આદતની આદત ...


આદતની આદતથી ખુદને બચાવ

સરેઆમ જાહેરાતોને અટકાવ

અંદર બેઠું કંઈક પ્રચાર હેવાયું,જાણ

કશુંક ગર્વ થી જતાવવા હંમેશ તત્પર, પિછાણ

ટેવોમાં અધિકાર જુવે માનસિકતા, પધરાવ

આંતરવ્યવસ્થામાંની છૂપી ઉણપ, સુધાર  

સર્વાંગી વિકાસ માટે બાધ, સમજ પામ

આદત કાયમી બને પહેલાં પકડી પાડ

ટેવાઈ જવા કરતાં પસંદગી સુધી રાખ

સમયાંતરે પસંદને નાપસંદમાં ખપાવ  

આંતરિક નિર્ભરતાનું વાતાવરણ ઉઘાડ

સાવ ભૌતિક અવલંબનો! ખરેખર? શાને? શું કામ?

પ્રશ્ન તો પૂછ! જવાબ તો શોધ...આપોઆપ ખરશે ગાંઠ...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Gliricidia sepium
Madre de cacao, Nicaraguan cocoa-shade
Significance: Refinement of Habits
Orderly, clean and well organised

Saturday, 11 January 2020

મનાતું બિચારું આધ્યાત્મિક જણ ...


જમાના ગયા હવે જ્યાં મનાતું બિચારું આધ્યાત્મિક જણ
ભક્તિથી પાંગળું ભાન સાન ધન ધાન્ય મણ

હરિનું સામ્રાજ્ય તો સદા મુખર સમસ્તે સમૃદ્ધ
વ્યક્તિક માન્યતાઓ ! જે બાંધે સીમાઓ ને કારણ

આત્માનું જ્યાં સંચાલન, ત્યાં બંધારણ આત્મસ્થ સુશ્રુત
સાયુજ્યમાં એકજૂઠ, સામંજસ્યમય ને સુસંવાદી સંયુક્ત

પ્રત્યેક ઉણમ મર્યાદા દારિદ્રયતાને પલટે ચૈત્ય સુમુખ
'ચારો ખાને ચિત' - નિમ્ન પ્રકૃતિ ને વસે શક્તિ અખૂટ

સર્વ સ્તરો ઝૂકે આધિન ને સુપેરે સુમેળે ક્રિયાભારે શક્તિ સ્વરૂપ
મહેશ્વરી, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સંગઠિત અભિમુખ  

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Orthosiphon stamineus
Cat’s whiskers
Significance: Spiritual Intensity
It is an intensity without vilence. The ardour, it gives you is expressed without grand gesture and big words.

Friday, 10 January 2020

જિંદગી જો ચાલે સાથ ...


જિંદગી જો ચાલે સાથ
તો ટક્કર, ઠોકર, ટકરાવનકાર

મૂળે, સમય સાથે થતું સમધાન
અનુભવે શોષાતી રહે સાન

જિંદગી પણ છોડે વાદવિવાદ
જ્યારે જાણે કે નથી કોઈ વળતો પ્રહાર

ઉશ્કેરાટ જેટલાં શમે નિરાંત
જિંદગીને મળે રિક્તતા પ્રત્યાઘાતોથી અપાર

પ્રભાવક બને આકર્ષવા નવાકાર
સર્જનાત્મકતા ખેંચાઈ આવે કરવા નિવાસ

વિવિધ રૂપે અરૂપે શ્રુંખલાબદ્ધ લગાતાર
ગોઠવાતું રહે એક પછી બીજું નિત નવીન કાર્ય

પ્રભુ મોખરે ને એહને ખોળેથી તમામ...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦  


Flower Name: Quassia amara
Bitterwood, Surinam quassia
Significance: Splendour and Opulence in the Material Life
Can become wider=spread only through transformation