Thursday, 19 March 2020

...રહેવું ત્યાં જ, અડગ!


કોઈપણ એક રસ્તો પકડ
લઈ ચાલશે મુકામ તરફ
બસ! ડટી રહેવું ત્યાં , અડગ!

ધ્યાન જ્ઞાન કર્મ કે ભક્તિ પથ
જે તરત ને જે તરફ ઝુકાવ સહજ
વિના યત્ન જે કંઈ આત્મવલણ...

સરકાવતો રહેશે આગળ સતત
લગની લગાડી અનુસરવું બેમત
ખોલતો રહેશે દ્વાર નિરંતર...

સર્વે મળે ત્યાં સ્તર પર
પછી બધું એક ને અણનમ
એક પ્રવાહ ને પણ ગંતવ્ય...

ભાવો વિચારો પરિપેક્ષો કર્મ
ભલે બદલાય! કરી રહો કર્તવ્ય
એક ક્ષણમાં પલટાશે જયાં ક્ષણ બનશે મર્ત્ય...

હોમ સર્વકંઈ ને જગવ લક્ષ્ય ...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Ocimum americanum
Holy basil
Significance: Conquering fervor
An ardor which fears no obstacles

Wednesday, 18 March 2020

પ્રકૃતિ ખેલે...


પ્રકૃતિ ખેલે વિશેષ દાવ
ધરા જળ વાયુ સંગાથ
જીવતત્વની કેટલી તાકાત?

મનજીવી જો કરે દાવ
મનઘડંત રીતે અમર્યાદ
પ્રાણતત્વ સંગ અનુચિતકાજ

પ્રકૃતિ ધરે કુદરતી ઉપચાર
સમતોલન લાવવા ને પ્રમાણ
ચોંકાવે થકી અંકુશ દાબ

મનુષ્યને વિકલ્પ જાણ
લાગે સીમિત જ્ઞાન વિજ્ઞાન
નરી દ્રષ્ટિએ દેખે તાંડવ નટરાજ

સન્માન સૃષ્ટિ સમષ્ટિનું મહાન
મોખરે હોવું ને અન્યોન્ય તમામ
સંવાદિતા હોવી સાર્વભૌમ મહીં ને પ્રતિ સર્વાંગ...

પ્રભો... તવ ભૂમિ તવ સામ્રાજ્ય...

માર્ચ ૨૦૨૦


Flower Name: Rosa
Rose
Significance: Balance of the Nature in the Love for the Divine
Passive and active, calm and ardent, sweet and strong, silent and expressed

Tuesday, 17 March 2020

કૃત્રિમતા...


કૃત્રિમતાએ ઓઢ્યો આંચળો
ને માને પોતે સર્વ પરે બળવાન
મૌલિક શક્તિ નીરખી રહે
સસ્મિત માનવનો અહંકાર

કેટકેટલું ઘડતો કેટકેટલું જણતો
પોષે માની સર્જન મહાન
પણ ખરી દ્રષ્ટિ ને ખુલ્લી સમજ
નાંખે તો દેખે સૃષ્ટિ સંહાર

યંત્ર ઘડી યંત્રવત્ બનતો
યાંત્રિક જીવાડતો શ્વાચ્છોશ્વાસ
કંઈ ગતિ ભણી ચાલે સમષ્ટિ
કુબુદ્ધિએ શોધ્યો કૃત્રિમ સર્જનહાર

પલટાશે પરખ ને પલટાશે પરિઘો
ને ઉતરી આવી વસી રહેશે મહીં તમામ
એક એવો અનન્ય વસવાટ વ્યવહાર
જે સાયુજ્યમાં સર્જશે દિવ્યસાક્ષાત્કાર...

માર્ચ ૨૦૨૦


Flower Name: Dahlia
Significance: Pride
A great obstacle to progress

Monday, 16 March 2020

પ્રભાત પૂર્વે ...


પ્રભાત પૂર્વે ઠાંસીઠાંસી ભર
મન મતિ ચેતાતંત્રે સમસ્ત
શાંતિ કૃતજ્ઞતાને દેહસભર

ઉતાર ઉર્ધ્વેથી એક લહર
તાજી દિવ્યચરણેથી અખંડ
પ્રવેશી પોષવા નીતનવસ્તર

સરકવા દે સર્વત્રે વિનાઅટક
અનૂભુતિ અનુભવ બંને સઘન
સૂક્ષ્મ સ્થૂળ માણ એક-અલગ

જરૂરી, થવું એક એકમ
બંનેમાં પ્રસરી ભળવું સમથળ
તાજગીમય સંવાદિત ગ્રાહ્ય તત્પર...

પ્રભો...

માર્ચ ૨૦૨૦



Flower Name: Calophyllum inophyllum
Alexandrian laurel, Indian laurel, Laurelwood
Significance: Peace in the Physical
To want what God wants is the best condition for it.

Sunday, 15 March 2020

નાસિકા સમાવી ... લગી પાદ...


નાસિકા સમાવી ઉતરવું રહે ધ્યાન
સમગ્ર સપાટી આવરતું લગી પાદ

ઉર્ધ્વેથી ઉતરીને એક એક પડાવ
દેહ મહીં, ભરવા એકોએક તૈયાર

જેમ જેમ રિક્તતા સઘન ને શાંત
ભરાતું ઉતરતું પ્રવાહમય વિશાળ

દિવ્ય તણું બધું , પછી સંવેદન સંવાદ
સંબંધ સાથ સત્કાર કે સમર્પણ સભાન

ફક્ત મતિ સદંતર સાધન ને સજાગ
પુરેપુરું આદેશમય, રતિભર બેધ્યાન

બાહ્ય ગતિવિધીની કેળવણી ને રીતભાત
જાળવી વધતું રહે, પ્રસ્તુત રહે ઊંડે ને આરપાર...

પ્રભો, પશ્યાત સર્વકંઈ તવ હસ્તક ને 
અહો અલ્હાદ!

માર્ચ ૨૦૨૦


Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.

Saturday, 14 March 2020

નથી અટકતું બાકી ...


અવધિ થતી લાંબી ટૂંકી
કશુંય નથી અટકતું બાકી

થઈને રહેશે નિર્માણાધીન
ગમે એટલી પતાવવી રહે વિધી

લુપ્તિ વૃદ્ધિ જે જે જરૂરી
મહત્વનું મેળવશે સ્થાન સ્થાયી

કર્તવ્યે જે કંઈ અગત્યનું પ્રભાવી
રહેશે ને ખરી પડશે બિનજરૂરી ભારી

સાંધાં ચાલતાં લાંબા કાયમી
સમાધાન નથી રહેતાં સમય પછી વ્યાજબી

મૂળેથી બદલાવ ઉપચાર શુભકારી
પરમચરણે સર્વકંઈ જે બેધારી...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Coffea
Coffee
Significance: Perfect Path
For each one it is the path that leads fastest to the Divine

Friday, 13 March 2020

એક હથોડા છેટો...


કેટકેટલો જડત્વનો શિકાર
ને માનવી સાવ અજાણ

મૂઢમય ને વૃત્તિ રતિભર વિકાસ
કેટલી જડાયેલી ને બંધિયાર

માન્યતા ફક્ત કે પ્રમાણે આમ’!
નર્યો દુર્ગંધભર્યો આધ્યાત્મવાદ

ઘા ને ટુકડામાં પનભતો ઓડકાર
સમીકરણો ને ઘડતને માણતો ભાવ

એક હથોડા છેટો સ્વર્ણિમ દ્વાર
નેધડામખુલશે અચૂક સતપ્રસાદ

અગણિત અવર્ણનીય ને અસંખ્યો પ્રવાહ
વહેતા ફરી વળશે ને પલટાશે રીતવિધાન...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Kigelia africna
Sausage tree
Significance: First Response of the Inconscient to the Divine Force
The first step towards transformation

Thursday, 12 March 2020

જાણવો રહેયો...પ્રેમ...



દેહને જાણવો રહયો દેહવિહીન પ્રેમ
ભાવાતીત મનસાતીત પ્રભાવવિહીન પ્રેમ

અનુકંપા સંવાદીત શુદ્ધ પાક ઉષ્ણ પ્રેમ
પ્રેમથી પાંગરતો ને છલકાવતો તટસ્થ પ્રેમ

બાંધ, બાધ, બાધા તણી શરતો વિહીન પ્રેમ
સ્થાયી સમત્વમાં લેતીદેતી પણ ફક્ત પ્રેમ

સ્વીકાર સહકારથી વધતો વધાવતો પ્રેમ
અંતર વગરનાં અવકાશમાં ઉછરતો પ્રેમ

સાંગોપાંગ છતાં સ્વવિકાસને પ્રેરતો પ્રેમ
ઐક્ય એકમ ને આધારવૃદ્ધિ પોષતો પ્રેમ

અહો! હો વ્યાખ્યાવાંશિક પરિઘવાસી પ્રેમ
કે હો અધિકાર સ્થાપિત અહંનિરાશ્રિત પ્રેમ...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Rosa
Rose
Significance: Human passions changed into love for the Divine
May they become a real fact, and their abundance will save the world

Wednesday, 11 March 2020

એક સંમતિ ...


બસ! એક સંમતિની વાર
ને જો કેવું ખૂલે આકાશ!
અઢળક ને મબલખ ને અપરંપાર
અનન્યો ને અગણિત અંબાર

આત્મા તો પરમનો ઉદ્-ગાર
ક્યાં અટવાય પકડી મનઘડંત ઉચ્ચાર
સપાટી પ્રકૃતિની ક્યાં વિસાત
જ્યાં ક્ષમતા હો પરમત્વ જોડાણ

બાંધી શકે પ્રાણપ્રકૃતિ સીમાંત
છોડવો રહે, છુટીને રહેશે બાંધ
શ્રી મા-પ્રભુનું ત્યાર પછી સામ્રાજ્ય
ઊપાડી લેશે ભવાટવીનાં ચકરાવ

પકડ હાથ...ને નીકળ...ચાલ!

પ્રભો...

માર્ચ ૨૦૨૦  


Flower Name: Clerodendrum splendens
Significance: Right attitude established
There is a moment when the right attitude comes spontaneously and without effort