Saturday, 1 March 2014

શ્રધ્ધાંજલિ થકી...

જીવન ક્યાંક જુદું  જીવાય  ને જીવ કંઈક જુદો
આત્મા તો પ્રભુનો હોય હંમેશા, હંમેશ વીરગતિ-ચિરશાંતિ પામતો

આજે તમોને યાદ કરી અર્પણ કરીએ એ પળ પણ યાદોની
ને તમો પ્રભુ પ્રેમ-શાંતિમાં રહો સદાય પ્રભુ બાળ બની

આપણ સાથ જીવાયેલું બસ આમજ હશે જીવવાનુંગયું,
પ્રાર્થીએ એ આત્માને જેણે એ ખોળીયું હતું જીવી કાઢવાનું

નમીએ અમે એ સર્વેને જેણે જ્યાં જે મદદ કરી એ ભવને પાર કરવાની,
સાથ તમારો પ્રભુ! ને એ સહુનો, તો તમ થકી મૂકે યાદોને, છૂટે સહુએ તંતુથી

માફી બક્ષજો સહુ તરફથી સર્વે કર્મો તણી,
હશે કદાચ એ જીવ-આત્મા ની તૃષ્ણા વધુ પ્રભુસમીપ થવા તણી

આનંદ છે! એ હવે સદાય તમ-બાળને તમે જુઓ છો- જ્યાં જે સ્વરૂપ મહી,
અમ બધાય વતી આભાર! શાંતિમાં એમને સમાવી લેવા બદલ, તમારી

આભાર! ‘મોરલીના વંદન અમ પિતૃ બનેલ એ જીવને; નમી,
શ્રધ્ધાંજલિ થકી તર્પણ અમ-સહુ તરફથી, પામો પ્રભુરક્ષણમાં ઉર્ધ્વતિઊર્ધ્વ પરમગતિ..

-         મોરલી પંડયા
ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૪


No comments:

Post a Comment