ન હોય એને જોઈતું;  હોય એને શ્રેષ્ઠ ને 
સર્વશ્રેષ્ઠને બીજાનું ગમતું રહેતું,
આ તે કેવું ચક્કર જીવન-ઘટક બની ફરતું રહેતું!
અસ્વસ્થને સ્વસ્થતા; સ્વસ્થને સુદ્રડ ને 
તંદુરસ્તને નિષ્ક્રય રહેવું ગમતું,
આ તે કેવું ચક્કર દેહ-સામર્થ્યમાં ભમતું રહેતું !
એકલાને સાથ; સાથીમાં પ્રશંષક ને 
મનગમતાસાથ છતાં બીજાનું કંઈક ખૂંચતું-ખટકતું,
આ તે કેવું ચક્કર માનસ-તત્વ બની ઘૂમતું રહેતું!
અજાણને જાણકારી;
જાણકારને જ્ઞાન ને 
બુદ્ધિશાળીને અહંકાર-સ્પર્ધક બધે નડતું-દેખાતું,
આ તે કેવું ચક્કર જન્મોજનમ લેવડાવતું રહેતું!
પ્રભુ વિશ્વાસમાં નિષ્ઠા; સર્વને પ્રેમ નિઃસ્વાર્થ ને 
દિવ્યશાંતિનો હ્રદયમાં વાસ
બસ! પછી ક્યાં રહ્યું આ કે તે ચક્કર; ‘મોરલી’ 
જીવાતું ફક્ત સીધું, સરળ, સ્પષ્ટ, સમૃધ્ધ સત્ય!
આભાર…
-        
મોરલી પંડ્યા 
માર્ચ ૪, ૨૦૧૪
No comments:
Post a Comment