Saturday, 15 March 2014

પ્રભુપરમાત્માનો અંશ,...

આત્મા એટલે એક પ્રભુપરમાત્માનો અંશ,
એવા સેંકડો લેતાં જાતજાતના દેહ ને રૂપ

જીવ; જણ કે જંતુ-જાનવર ધરી શ્વસતો,
નિર્જીવ અજીવ સાથે ઝાડ-પહાડમાં પણ કણ સમૂહરૂપ લઈ દિસતો

આ આત્મા કંઈ કેટલાય જીવ-જીવો લઈ જન્મોજનમ જીવતો રહેતો,
જેવો સમય થાય; સુકાન લઈ, જે તે જન્મમાં જીવ-જીવનને દોરતો

પછી કરેલું કર્મ ક્યાં રહેતું વાળવાનું,
બધું જ એક અનંતઆત્મા સ્ત્રોતમાંથી વહેલું જીવાતું

દોષ-પ્રતિશોધ કોઈ અલગ રસ્તા ના લે પછી,
બધું જ જીવ-ઊત્થાનને અનુરૂપ જ બનતું આવતું

ના ભાર, ના બોજનો ભાવ, આગળ રહે ફક્ત ફરજ ને કૃતઘ્નભાવ! પછી તો મોરલી
પ્રેમ-શાંતિ-આનંદ એ જ જીવનસાર; મળે-માણે આ જીવ, જીવે એજ ઊપહાર!... આભાર

- મોરલી પંડ્યા

માર્ચ ૧૪, ૨૦૧૪

No comments:

Post a Comment