મા! તને આમ તું કહું એ જ રક્ષાકવચ!
આમ વાતવાતમાં તું સ્મરાય ને હળવા
થવાય એ જ…
ગમે ત્યારે, એકાગ્રતામાં દોડીને
પહોંચાય સાચે જ તારી પાસે એ જ…
જવલ્લે જ અટવાઉં ને તું સુઝાડે
રક્ષણ માગવાનું તારું એ જ…
ક્યાંક ક્ષણિક અર્ધ
જાગ્રત પળે; સાંભરે કે આતો છેદ
પડશે ને કવચ તોડશે એ જ…
દેખીતી નબળી પળે, કોઈને સથવારો
તારા સ્મરણ સાથે આપું એ જ…
એવાં કેટકેટલાં પ્રસગો ને ક્ષણોમાં આપણ બંન્નેને સાથે
જોઉં એ જ…
મા! તું મારી સાથે ને તું પણ
મને સાથ આપે,મને ગણે એ જ ‘મોરલી’ રક્ષાકવચ!
- મોરલી પંડ્યા
માર્ચ ૨૨, ૨૦૧૪
No comments:
Post a Comment