કમળ બનીને ઊભા હશો તો કિચડને પણ મહત્વ મળવાનું
સમજદાર તો કમળ જ ચૂંટશે,
વગર કમળના કાદવને કોણ પૂછવાનું…
હાથ પહોંચશે કદાચ છેક નજીક પણ
કમળપાંદડીને અડશે ને વહાલથી પસારશે
બસ! એટલું જ! કાદવને અડીને કોણ હાથ મેલાં કરવાનું...
બંન્ને કુદરતની દેન; કમળને કાદવથી જ જીવન મળવાનું,
એક સોહામણું ને બીજું કંઈક જુદું જ
છતાં પ્રભુ ચરણોમાં તો કમળ જ ચડવાનું, અર્પણ થવાનું મળવાનું...
અસ્તિત્વ બંન્નેનું સમસ્તના સર્જક થકી જ ‘મોરલી’
પણ માશક્તિ સ્વરૂપને પણ પદ્મનું જ
આસન પસંદ બિરાજવાનું...
નતમસ્તક નમન પ્રભુ સર્જન!
- મોરલી પંડ્યા
માર્ચ ૨૧, ૨૦૧૪
No comments:
Post a Comment