Sunday, 9 March 2014

આતો સ્થિર પાણીનું વહેણ!...

ના ભરતી ના ઓટ! હવે ક્યાં કશું ડૂબવાનું,
તો સ્થિર પાણીનું વહેણ! આમાં ક્યાં કંઈ તણાવવાનું!

ના નવું કે ના અજૂગતુ! હવે ક્યાં કશું ટકાવવાનું,
આમાં ક્યાં કંઈ કુતૂહલ કે પ્રલોભન! તે ચમકવાનું!

ના અતિરેક કે ના કશું શેષ, હવે ક્યાં કશું બાંધવાનું ,
આમાં ક્યાં કંઈ ભાવ કે તણાવ! તે ખેંચાવવાનું!

ના વિયોગ કે વિનિયોગ! હવે ક્યાં કશું પકડવાનું,
આમાં ક્યાં કંઈ ખાસ કે અનુચ્છેદ! તે ઝઝૂમવવાનું!

તો પારદર્શક ખળખળ સ્વચ્છ સફેદ સોહામણું સાગર-ભળતું વહેણ!
હવે તો મોરલી ભવસાગરને પ્રભુસાગરમાં મળવાનું-ભળવાનું
ના સ્વ રૂપ કે ના સર્વરૂપ! બધું જ સમસ્ત! સર્વત્ર સર્વશ્રેષ્ઠ!...

આભાર

- મોરલી પંડ્યા

માર્ચ ૬, ૨૦૧૪

2 comments: