સંવાદિતા!
હ્રદયમાંથી ઊગતી,
ધોધમાર વહેતી,
બે કાંઠાને જોડતી સુમેળ સરિતા...
પ્રેમ,
લાગણી, કરુણા,
મમતા, આભાર બધું પરિણમે એમાં
વિચાર,
વાણી, વર્તન,
દાનત, નિષ્ઠા,
સચ્ચાઈ એકધાર થાતું એ વહેણમાં…
મન-મગજના જગતમાં ભમતાં તત્વોનો છેદ ઊડાડી
ગેરહાજર વેર-ઈર્ષાવૃત્તિની જગ્યા ભરાતી આ સહજ
વર્તનમાં...
પક્ષ-વિપક્ષ,
વિઘ્નો, બંધનો,
અંતરાયો, મર્યાદિત વલણોનું
બંધારણ ઓગળે એ પ્રચંડ ધોધ પછડાટમાં...
પોષણ પામે સુવાસિત સંબંધ સુદ્ઢ બનતો; મન-મત-મેળ,
અન્યોન્ય સન્માન,
સહમત, સંમતિ ઊભરાય બંને કિનારે
આ નદી વહાવમાં…
જ્યાં જ્યારે દેખાય એ વ્યવહાર,
અભિગમ, ઈરાદો વ્યક્તિમાં
માનજો ‘મોરલી’ અવતરણ છે એ પ્રભુકૃપાનું,
કોઈ ઉદ્દેશ સાથે, એ સ્વભાવમાં...
-
મોરલી પંડ્યા
માર્ચ ૨૯,
૨૦૧૪
No comments:
Post a Comment